SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ક પ્રતિપાદનની દૃષ્ટિએ મમ્મટે કારિકા-સૂત્રવૃત્તિ અને ઉદાહરણો દ્વારા વિષયને વ્યકત કર્યો છે કરે છે. તેની રચનામાં સૂત્રાત્મક શૈલી હોવાથી અર્થગાંભીર્ય ઘણું છે. સૂત્રમાં સંક્ષિપ્તસૂચક સીમિત આ શબ્દ પ્રયોગોના કારણે ગ્રન્થ સદા કિલષ્ટ અને દુર્ગમ લાગે તે સ્વાભાવિક છે. કેટલાંક ઉદાહરણાદિ પણ દુર્ગમ દોષવાળાં છે અને આ જ કારણે એને સમજાવવા માટે છે. જાતજાતના વિદ્વાનોએ ટીકાઓ રચી તેથી 'ટીકાની સંખ્યાનું પ્રમાણ અભુત કહી શકાય તેવા આ આંકડે પહોચી ગયું છે. મને લાગે છે કે સંસ્કૃતમાં આ એક જ ગ્રન્થ હશે કે જેના પર લગભગ સો સો ટીકાઓ રચાઈ હોય! ઉપાધ્યાયજી કૃત પ્રસ્તુત ટીકા અંગે : કાવ્યપ્રકાશના માત્ર બે ઉલ્લાસર પૂરતી રચેલી ઉપાધ્યાયજી કૃત પ્રસ્તુત ટીકાનો ઉલ્લેખ પર જૈન-અર્ચન કોઈએ કર્યો નથી. ફકત કેટલાક જૈન વિદ્વાનોને જ જૈન જ્ઞાનભંડારમાંથી ( કાવ્યપ્રકાશની પોથી ઉપલબ્ધ થતાં એનો ખ્યાલ હતો. પ્રાપ્ય પોથી વધુ પડતી ખંડિત અને અશુદ્ધ કરે ( હતી, એની નકલો થઈ તે પણ તેવી જ થઈ અને વધુ પડતી અશુદ્ધિ હોવાનાં કારણે જ કદાચ છે આ કૃતિ પ્રકાશિત કરવાનો ઉત્સાહ કોઈને જાગ્યો નહીં હોય, નહીંતર બીજી કૃતિઓ જેમ આ પ્રકાશિત થઈ તેમ આ પણ થઈ હોત! - પુણ્યાત્મા શ્રી પુણ્યવિજયજીની પ્રેસ કોપી : એવામાં મારા સહદથી આત્મમિત્ર, પ્રખરસંશોધક, વિદ્વધર્ય, સ્વર્ગસ્થ આગમ પ્રભાકર પુણ્યનામધેય શ્રી પુણ્યવિજયજી મહારાજ જેઓશ્રીનો અક્ષરદેહ આ ધરતી પર વિદ્યમાન નથી, છે અને જેમની સ્મૃતિ આજે પણ લાગણી વિવશ બનાવે છે. જેઓશ્રીને મારા પર હાર્દિક પ્રેમ છે અને અકારણ પક્ષપાત હતો અને મારા પ્રત્યે આત્મીય શ્રદ્ધા રાખતા હતા. તેઓશ્રી પાસે મારે તે વીશેક વર્ષ ઉપર રહેવાનું થયું. ત્યારે ઉપાધ્યાયજી અંગેની જે કંઈ સામગ્રી તેઓશ્રી પાસે હતી તે મને આપવા માંડી. તેમાં તેઓશ્રીએ પોતે સ્વહસ્તે લખેલી કાવ્યપ્રકાશની પ્રેસ કોપી પણ ખૂબ ઉત્સાહ અને ઉદારતાથી મને અર્પણ કરી. એ કોપીના મોતી જેવા સુંદર અક્ષરો, સુસ્પષ્ટ અને . સુંદર મરોડવાળી એક સર્વમાન્ય કૃતિની ઉપાધ્યાયજીની પ્રેસ કોપી જોઈ મેં અનહદ આનંદ તે અનુભવ્યો. મને થયું કે અન્ય મહત્વનાં અનેક કાર્યો વચ્ચે પણ તેઓશ્રીની શ્રુતભકિતની કેવી લગન! અને ઉપાધ્યાયજી પ્રત્યેની કેવી અનન્ય લાગણી! સમય કાઢીને (કિલષ્ટ હસ્ત પ્રત પર ઉપરથી) સ્વયં પ્રેસ કોપી કરી. તેઓશ્રીની પ્રેસ કોપી એટલે સર્વાગ સુવ્યવસ્થિત નકલનાં દર્શન, કે તેઓશ્રીની લેખિત પ્રેસ કોપીનો ફોટોબ્લોક આ ગ્રન્થમાં છાપ્યો છે તે જુઓ. SAR સંપાદક પંડિત શ્રી રુદ્રદેવજીએ લગભગ તમામ ટીકાઓ અને ટીકાકારોનો સુંદર પરિચય આ ગ્રન્થના ઉપોદઘાતમાં આપ્યો છે. ઉપાધ્યાયજીએ વધુ ઉલ્લાસ પર ટીકા કરી હોય એવો કોઈ પુરાવો મળ્યો નથી. એમના રસના મહત્વના ઉલ્લાસો આ બે જ હતા. અનુમાનતઃ લાગે કે કાવ્યપ્રકાશના અન્ય ભાગને સ્પર્ધો નહિ હોય!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy