SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ મમ્મટ માત્ર કાવ્યપ્રકાશના જ જ્ઞાતા ન હતા. તેઓ વ્યાકરણ, વેદાન્ત, 'મીમાંસા, ન્યાય, સાંખ્યાદિ શાસ્ત્રના પણ શ્લાઘનીય જ્ઞાતા હતા. જે વાત તેમના મૂલ અને ટીકાના વિવેચનથી પૂરવાર થાય છે. અન્ય દર્શનોના વિશાળ જ્ઞાનના કારણે જ રસાસ્વાદના સ્વરૂપદર્શનમાં બ્રહ્મરસાસ્વાદ જોડે તુલનાત્મક ચર્ચા કરી છે. માયા, પ્રપંચ કે મોક્ષ પ્રાપ્તિને લગતાં આપેલાં ઉદાહરણો, રસાસ્વાદ મિતયોગિતાજ્ઞાન, મિતેતરજ્ઞાનની વિલક્ષણતા, નિર્વિકલ્પ તથા નિર્વિકલ્પક છે. જ્ઞાનને સવિષયક માનવું કે કેમ? આ બધી બાબતો તેમના વેદાન્ત વિષયક વિશાળ જ્ઞાનને છતું કે કરે છે. વળી ન્યાયશાસ્ત્રના પણ તેઓ સારા જ્ઞાતા હતા. વળી “મમ્મટ’ શબ્દ તેના અર્થ અને તેની શકિતઓ વિષે ગંભીરપણે પ્રામાણિક વિવેચન ૩ કરે છે. તેમણે પત્ શબ્દની તત્ શબ્દ સાકાંક્ષતા અને નિરાકાંક્ષતાની ચર્ચા કરી છે. ત્યાં તેમની પંડિતાઈ સ્પષ્ટપણે ઝળકી ઊઠી છે, અને ભીમસેનના ઉદ્ગારને જોઈએ તો તેમણે મમ્મટને ‘વાદેવતાવતાર'–અર્થાત્ સરસ્વતીના અવતાર જેવા કહ્યા છે. કાવ્યપ્રકાશ ભૂલનો સ્વલ્પ પરિચય : હવે આપણે અહીં તો કાવ્ય પ્રકાશનો સ્વલ્પ નામ માત્રનો પરિચય કરીએ. આ ગ્રન્થના દશ ઉલ્લાસો છે અને દરેક ઉલ્લાસ કોઈને કોઈ વિશિષ્ટ હેતુનો પૂરક હોવાથી નીચે જણાવેલા નામ-વિષયથી અલંકૃત છે. પ્રથમ ઉલ્લાસ-કાવ્ય પ્રયોજન કારણ સ્વરૂપ વિશેષ નિર્ણય દ્વિતીય ઉલ્લાસ-શબ્દાર્થસ્વરૂપ નિર્ણય તૃતીય ઉલ્લાસ-અર્થવ્યંજકતા નિર્ણય ચતુર્થ ઉલ્લાસ-ધ્વનિભેદ-પ્રભેદ નિરૂપણ પંચમ ઉલ્લાસ-ધ્વનિ-ગુણીભૂત, વ્યંગ્ય સંકીર્ણભેદ નિરૂપણ ષષ્ઠ ઉલ્લાસ-શબ્દાર્થ ચિત્ર નિરૂપણ. સપ્તમ ઉલ્લાસ-દોષ દર્શન. અષ્ટમ ઉલ્લાસ-ગુણાલંકારભેદ નિયતગુણ નિર્ણય. નવમ ઉલ્લાસ-શબ્દાલંકાર નિર્ણય. દશમ ઉલ્લાસ-અર્થાલંકાર નિર્ણય. આ પ્રમાણે વિષયો છે. છે ૧. 4. લિ. મંતૃપા તો કાવ્યપ્રકાશને પ્રમાણભૂત ગ્રન્થ લેખે છે. काव्यप्रकाशस्य कृता गृहे गृहे टीका तथाप्येष तथैव दुर्गमः। सुखेन विज्ञातुमिमं य ईहते धीरः स एतां निपुणं विलोक्यताम् ।। --ટીકાકાર મહેશ્વરાચાર્ય
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy