SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષો બાદ આ પ્રેસ કોપીનું કાર્ય હાથ પર લીધું અને અમારા હસ્તકના શ્રીમુકિત કમલ આ જૈન મોહન માલાની અને બીજા ભંડારની એમ બે ભંડારોની બે પ્રતિઓ મંગાવી. અન્યત્ર આ I કોપી લભ્ય ન હતી. આ બન્ને પ્રતિઓ ઠીક ઠીક રીતે અશુદ્ધ અને પાઠોથી ખંડિત હતી. એમ છે છતાં બન્ને પ્રતિઓ એક બીજાને ક્યાંક ક્યાંક પૂરક થાય તેવી હોવાથી તે પ્રેસ કોપી સાથે જ મેળવવામાં ક્યાંક ક્યાંક સહાયક બની. અને તે પછી તે ઉપરથી તદ્દન નવી જ પ્રેસ કોપી તૈયાર કરાવી. ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરની મળી આવેલી પ્રતિ : આ પ્રેસ કોપી તૈયાર થયા બાદ અમદાવાદના ભંડારમાંથી પુણ્યાત્મા મુનિપ્રવર શ્રી , પુણ્યવિજયજી મહારાજને ખુદ ઉપાધ્યાયજીના હાથની લખેલી પ્રતિ મળી ગઈ. તેઓશ્રીએ મને ન તરત જ શુભ સમાચાર પાઠવ્યા અને મારા માટે તેઓશ્રીએ તરત જ ફોટોસ્ટેટ કોપી લેવડાવી છે મને મોકલી આપી. મેં જોઈને પ્રસ્તુત પોથીને ભાવભીનું નમન કર્યું. મારા આનંદનો પાર રહ્યો છે નહિ. ચેકચાક વિનાની, સુંદર અક્ષરમાં લખાયેલી પ્રતિ જોવી એ પણ એક લહાવો છે. આ પોથી મળતાં તૈયાર થયેલી પ્રેસ કોપી જોડે મેં મેળવી લીધી અને ખંડિત પાઠો પૂર્ણ કરે કર્યા. પરિશ્રમ ખૂબ થયો પણ અશુદ્ધ પાઠો શુદ્ધ થવા પામ્યા એટલે હળવો થઈ ગયો અને તે ફળસ્વરૂપે મને પરમસંતોષ થયો. હવે આ કૃતિ તદ્દન શુદ્ધ પાઠ રૂપે આપી શકીશું એમ થયું. તે વર્ષો સુધી આ પ્રેસ કોપી મારી પાસે પડી રહી. બીજાં કામો ચાલતાં હતાં એટલે તે રાખી મૂકી હતી. કાવ્યપ્રકાશના આદ્ય ટીકાકાર કોણ? કાવ્યપ્રકાશની રચના અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થઈ અને તે પછી એ ગ્રન્થના યથાર્થ છે છે અર્થનું જ્ઞાન કરાવવા માટે પહેલી જ ટીકા રચવાનું માન એક જૈનાચાર્યના જ ફાળે આવ્યું. એ ઘટના પણ જૈનો માટે ગૌરવરૂપ બની. આ આચાર્યશ્રીજીનું નામ હતું માણિજ્યચન્દ્રજી. સહુથી પ્રાચીન ટીકાકાર તરીકે તે પ્રસિદ્ધિને છે પામ્યા. એમને ટીકાનું નામકરણ સંત રાખ્યું. અને એની રચના વિ. સં. ૧૦૧૬ (ઈ. સ. ૧૧૬૦) માં થઈ છે, ત્યાર પછી લગભગ સાડા પાંચ સૈકાઓ વીત્યા બાદ ૧૭-૧૮ મી શતાબ્દીમાં ઉપાધ્યાયજીએ નવ્ય ન્યાયની પદ્ધતિને માધ્યમ બનાવીને બે ઉલ્લાસની કરેલી ટીકા આજે પ્રગટ થઈ રહી છે. આ ગ્રન્થની ટીકા વિદ્યાર્થી આલમમાં વધુ પ્રચલિત બને એ માટે તેનું ભાષાંતર કરાવવું કે તે સમુચિત જાણી તેની જવાબદારી વ્યાકરણ સાહિત્યાચાર્ય ડો. શ્રી હર્ષનાથમિશ્રજીને સોંપવામાં આવી હતી. તેઓએ પણ આ કિલષ્ટ કાર્યને પૂરા ઉત્સાહથી પાર પાડ્યું તે બદલ તેઓ પણ ધન્યવાદાઈ બન્યા છે. SAS SS
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy