SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ BEHERRER&&&&&&&&&&&&&&**************** ‘વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈન દર્શનના મહાન છે. દાર્શનિક, જૈન ધર્મના મહાન તાર્કિક, પદર્શનવેત્તા, ભારતીય વિદ્વાન અને ગુજરાતના મહાન જ જ્યોતિર્ધર, શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જેઓ એક જૈન મુનિવર હતા. યોગ્ય સમયે છે અમદાવાદના જૈન શ્રી સંઘે સમર્પિત કરેલા ઉપાધ્યાય પદના બિરુદથી ‘ઉપાધ્યાયજી' બન્યા હતા. છે. સામાન્ય રીતે વ્યકિત વિશેષ' નામથી જ ઓળખાય છે. પણ આમના માટે થોડીક નવાઈની વાત છેએ હતી કે જેન સંઘમાં તેઓશ્રી વિશેષથી નહિ પણ વિશેષણ' થી સવિશેષ ઓળખાતા હતા. છે. ઉપાધ્યાયજી આમ કહે છે, આ તો ઉપાધ્યાયજીનું વચન છે.” આમ ‘ઉપાધ્યાયજી' થી શ્રીમદ્ એ યશોવિજયજીનું ગ્રહણ થતું હતું. વિશેષ્ય પણ વિશેષણનો પર્યાયવાચક બની ગયું, આવી ઘટના છે વિરલ વ્યકિતઓ માટે બનતી હોય છે. તેઓશ્રી માટે તો આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી. વળી એઓશ્રીના વચનો માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિરલ બાબત છે. . એમની વાણી, વચનો કે વિચારો ‘ટંકશાલી’ એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયની શાખ એટલે ‘આગમશાખ' અર્થાત્ શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન છે આચાર્યશ્રીએ, એમને ‘વર્તમાનના મહાવીર' તરીકે પણ ઓળખ આપવામાં સંકોચ રાખ્યો ન હતો. આજે પણ શ્રી સંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે, બહુધા ઉપાધ્યાયજી વિરચિત છે. શાસ્ત્ર કે ટીકાની ‘શહાદત'ને અન્તિમ પ્રમાણ ગણવામાં આવે છે. ઉપાધ્યાયજીનો ચુકાદો એટલે * જાણે સર્વજ્ઞનો ચુકાદો એટલે જ એમના સમકાલીન મુનિવરોએ તેઓશ્રીને “શ્રુતકેવલી’ વિશેષણથી જે નવાજ્યા છે, એટલે કે “શાસ્ત્રોના સર્વજ્ઞ' અર્થાત્ શ્રુતના બળે કેવલી. એનો અર્થ એ કે કેટલીક છે બાબતમાં સર્વજ્ઞ જેવું પદાર્થનું સ્વરૂપ વર્ણવી શકે-લગભગ તેવી રીતે સમજાવી શકનાર. આવા ઉપાધ્યાયજી ભગવાને બાલ્યવયમાં (આઠેક વર્ષની આસપાસ) દીક્ષિત બનીને વિદ્યા જ પ્રાપ્ત કરવા માટે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવે કે ગમે તે કારણે, ગુજરાત છોડીને છેદૂર-સુદૂર પોતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું હતું. અને ત્યાં છએ દર્શનનો છે. તેમજ જ્ઞાનની વિવિધ શાખા-પ્રખાશાઓનો આમૂલચૂલ અભ્યાસ કર્યો અને તેના ઉપર તેઓશ્રીએ છે અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું હતું, અને વિદ્વાનોમાં પદર્શનવેત્તા તરીકે પંકાયા હતા. તેઓશ્રી છેઅવધાનકાર પણ હતા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગ્ગજ વિદ્વાન જે અજેને હતો તેની જોડે જબરજસ્ત છે. શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાંડિત્યથી મુગ્ધ થઈને તેઓશ્રીને છે “ન્યાય-વિશારદ' બિરૂદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તે વખતે જૈન સંસ્કૃતિના એક ഭീഷ ૧. સંજોગોએ ફરજ પાડી અને હું પણ આ વિદ્યા ૨૫ દિવસમાં મુનિશ્રી જયાનંદવિજયજીને સાક્ષીરૂપે રાખીને શીખી ગયો હતો અને ૬૦ અવધાનો વડોદરામાં પહેલી જ બેઠકમાં સફળતાપૂર્વક કરી શક્યો હતો. તે પછી ૧૦૦ નહિ પણ ૨૦૦ અવધાનો કરવાનું નક્કી કર્યું. જેમાં ગણિતને વધુ સ્થાન આપવું. આમાંની શ ધારણાઓને ગણિત વગેરે દ્વારા પકડી પાડવી વગેરે કિલષ્ટ પ્રકારના હતાં. થોડાંક શીખ્યો, પણ ગ્રહદશા એવી છે કે જાહેર જનતાથી વીંટળાએલા રહેવું પડતું. પરિણામે મુંબઇમાં એકાંત મળતું નહિ, કંટાળીને પ્રેકટીસ છોડી દીધી. નહીંતર બસો અવધાન શીખી ગયો હોત! ૫. ધીરજલાલ ટો. શાહ સહાયક હતા. જે ઉમિ%િ[ ૪૧૩] જિદ્ધ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy