SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ക്കു જ્યોતિર્ધર-જૈન પ્રજાના એક સપૂતે-જૈન ધર્મનો અને ગુજરાતની પુણ્યભૂમિનો જયજયકાર વર્તાવ્યો જ હતો, અને જૈન શાસનની શાન બઢાવી હતી. વિવિધ વાડમયના પારંગત વિદ્વાન જોતાં આજની દૃષ્ટિએ કહીએ તો તેઓશ્રીને બે ચાર નહિ પણ સંખ્યાબંધ વિષયોના પી. એચ. ડી. કહીએ તો તે યથાર્થ જ છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો-ઉપાધ્યાયજીએ અલ્પજ્ઞ કે વિશેષજ્ઞ, બાળ કે પંડિત, સાક્ષર છે કે નિરક્ષર, સાધુ કે સંસારી એવી વ્યકિતઓના જ્ઞાનાર્જનની સુલભતા માટે જૈન ધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં તેમજ હિન્દી, ગુજરાતીમાં, એમ ચાર ભાષામાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. આ એઓશ્રીની વાણી સવનય સંમત ગણાય છે એટલે કે જૈન ધર્મની અજોડ અનેકાન્ત દૃષ્ટિએ સર્વતર્ક દલીલોથી અર્થની દૃષ્ટિએ સિદ્ધ થાય તેવી હોય. પ્રશ્ન કે વાક્ય એક જ હોય પણ જે તેના તમામ પાસાઓથી પરિપૂર્ણ રજૂઆત કરી શકાય તેવી આવો પ્રશ્ન કે આવું વાક્ય સર્વોચ્ચ છે સત્ય તરીકે ગણાય. આજે જૈન ધર્મની પરિભાષામાં એને સર્વનય સંમત વાકય કહેવાય છે. વિષયની દૃષ્ટિએ જોઈએ તો—એમને આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યોગ. અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયો ઉપર જ છે માર્મિક અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો –એમની કૃતિઓની સંખ્યા “અનેક' શબ્દોથી નહિ પણ છે સેંકડો’ શબ્દોથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક, ધાર્મિક અને તાર્કિક છે. આ બંને પ્રકારની છે. એમાં કેટલીક પૂર્ણ, અપૂર્ણ બંને જાતની છે, અને એમની સંખ્યાબંધ કૃતિઓ છે અનુપલબ્ધ છે. પોતે શ્વેતામ્બર પરંપરાના હોવા છતાં દિગમ્બરાચાર્યકૃત મહત્વના ગ્રન્થ ઉપર ટીકા રચી છે. જૈન મુનિરાજ હોવા છતાં અજેન ગ્રન્થો ઉપર ટીકા રચી શક્યા છે. આ જ એઓશ્રીના સર્વગ્રાહી પાણ્ડિત્યનો પ્રખર પુરાવો છે. શેલીની દૃષ્ટિએ જોઈએ તો—એમની કૃતિઓ ખણ્ડનાત્મક, પ્રતિપાદનાત્મક અને છે સમન્વયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું પૂર્ણયોગ્યતા પ્રાપ્ત કરીને પૂરા પરિશ્રમથી છે અધ્યયન કરવામાં આવે તો. જેનઆગમ કે જૈનતર્કનો લગભગ સંપૂર્ણ જ્ઞાતા બની શકે. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિ મહત્ત્વપૂર્ણ સેંકડો કૃતિઓના સર્જકો આ દેશમાં ગણ્યા ગાંઠ્યા પાડ્યા છે તેમાં ઉપાધ્યાયજીનો નિ:શંક સમાવેશ થાય છે. આવી વિરલ શકિત અને પુણ્યાઈ કોઈના જ છે. લલાટે લખાએલી હોય છે. આ શકિત ખરેખર! સદ્ગુરુ કૃપા, જન્માત્તરનો તેજસ્વી જ્ઞાનસંસ્કાર, છે છે અને સરસ્વતીનું સાક્ષાત્ પ્રાપ્ત કરેલું વરદાન, આ ત્રિવેણી સંગમને આભારી છે. છે તેઓશ્રી “અવધાનકાર' (એટલે બુદ્ધિની ધારણા શકિતના ચમત્કારવાળા) હતા. અમદાવાદના છે શ્રી સંઘ વચ્ચે અને બીજીવાર અમદાવાદના મુસલમાન સુબાની રાજ્યસભામાં આ વિધાનના છે પ્રયોગો કરી બતાવ્યા હતા. તે જોઈને સૌ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. માનવીની બુદ્ધિ-શકિતનો છે આ અદ્ભુત પરચો બતાવી જૈન ધર્મ અને જૈન સાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું, તેઓશ્રીની શિષ્ય છે સમ્પત્તિ અલ્પ સંખ્યક હતી. અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન છતાં નવ્યન્યાય' ને એવો જ છેeeeeb®&&&& &&& [ ૪૧૪] છછછછછછ . વણિકણિક કણકી વીક વિશિaછે હાશિવકથી કરી કિકી શિકિત കക്ഷികളു
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy