SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 કલેકશીવિડીલરવવિકલારવલર છેઅભ્યાસ કર્યો. તર્કના સિદ્ધાન્તો અને નવ્ય ન્યાયના ગ્રન્થોનું પરિશીલન, મનન, નિદિધ્યાસન છે કરવાથી વધુ પારંગત બનતા ગયા. અને બૌદ્ધિક દલીલો દ્વારા, તટસ્થ રીતે યુકિતયુકત જવાબો હ દ્વારા શાસ્ત્રના વચનોને, યથાર્થ સત્યોને સમજી, વિદ્વાનો અને પ્રજા સમક્ષ મૂકવા માંડ્યા. જ છુંઆગ્રાથી વિહાર કરી ગુજરાતના પાટનગર અમદાવાદમાં પધાર્યા. ત્યાંના જૈન શ્રી સંઘે ઠેરઠેર છે. શાસ્ત્રાર્થો કરી વિજય પતાકા ફરકાવીને પધારી રહેલા આ દિગજ વિદ્વાનનું ભારે વાગત કર્યું. છે એ વખતે અમદાવાદમાં મહોબતખાન નામનો સુબો રાજકારભાર ચલાવતો હતો. એમની છે વિદ્રત્તા સાંભળી આમંત્રણ આપ્યું. સુબાની વિનંતીથી ત્યાં તેમણે ધારણા શકિતના ૧૮ છે “અવધાનો'' કરી બતાવ્યાં. સુબો તેમની સ્મૃતિ શકિત ઉપર આફરીન થઈ ગયો. તેમનું બહુમાન જૂ કર્યું. જૈન શાસનનો જયજયકાર વર્યો. વિ. સં. ૧૭૧૮માં શ્રી સંઘે તે વખતના તપાગચ્છીય શ્રમણ સંઘના અગ્રણી પૂ. આ. વિજયદેવસૂરિજીને વિનંતી કરી કે, યશોવિજયજી મહારાજશ્રી A બહુશ્રુત વિદ્વાન છે અને ઉપાધ્યાય પદ માટે યોગ્ય છે. માટે એમણે આ પદે સ્થાપવા જોઈએ. છેશ્રી સંઘની વિનંતીનો સ્વીકાર કરી એ જ સાલમાં યશોવિજયજી ગણિને ઉપાધ્યાય પદથી છે વિભૂષિત કર્યા. એમ લાગે છે કે એ સમયમાં એક જ આચાર્યની પ્રથા હતી. એટલે તેઓશ્રી છે. આચાર્ય બની શક્યા ન હતા. બાકી તો તેઓશ્રીનો જ્ઞાનવભવ એવો અપાર, અખૂટ અને અગાધ છૂટ હતો કે આચાર્યના આચાર્ય થઈ શકે તેવી યોગ્યતા ધરાવતા હતા. તથ્ય જ્ઞાની જાણે ! છે. ઉપાધ્યાયજીને છ શિષ્યો હતા, એવી નોધ મળે છે. ઉપાધ્યાયજી મહારાજ અનેક સ્થળે વિચર્યા પણ ખાસ તેમનો વિહાર ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન વિભાગમાં રહ્યો હતો તેમ છેજણાય છે. છે સુજસવેલી’ના આધારે તેઓશ્રીનું અંતિમ ચાતુર્માસ ગુજરાતના વડોદરા શહેર પાસે 8 આવેલા ઐતિહાસિક શહેર ડભોઈ (દર્ભાવતી) મુકામે થયું અને ત્યાં જ તેઓ સ્વર્ગવાસી થયા. છે આ સ્વર્ગવાસની સાલ ૧૭૪૩ની હતી. ત્યાર પછી તેમનું સ્મારક ડભોઈમાં તેમના છેઅગ્નિસંસ્કારના સ્થાને કરવામાં આવ્યું. અને ત્યાં તેમની ચરણ પાદુકા પધરાવવામાં આવી છે. છે પાદુકા ઉપર ૧૭૪૫માં પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. ૧૭૪૩ની સાલ માટે માત્ર સુજસવેલી જ છે. આધાર રૂપ છે. બીજો કોઈ વધુ વિશ્વસનીય ઉલ્લેખ મલ્યો હોત તો સારું હતું. ઉપાધ્યાયજી જીવનના નિષ્કર્ષરૂપ પરિચય જાણવા માટે યશોદોહન' નામના ગ્રન્થમાં જે આપેલી ટૂંકમાં મારી નોંધ જ રજૂ કરું છું. ૧. અવધાન એટલે ધારી રાખવું. જ્યારે પાછળથી ધારેલું કોઈ પૂછે ત્યારે ધારેલું જે હોય તે તરત જ કહી આપવું તેને ‘અવધાન' કહેવાય છે. અવધાન જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારના થાય છે. આજે છે જે અવધાનો શીખવામાં આવે છે તે જઘન્ય અને મધ્યમ પ્રકારના છે. આજે સો અવધાન કરનારને શતાવધાની' કહેવામાં આવે છે. ૧૦૦ પ્રશ્નો એક પછી એક પૂછાતા રહે. પ્રશ્ન-વસ્તુદર્શન, ગણિત, ભાષા, ગુપ્તાંક શોધી કાઢવા વગેરે જાતજાતના હોય છે. સભામાંથી આ પ્રશ્નો પૂરા થાય ત્યારે દોઢ બે કલાક સમય જાય, પછી અવધાન કરનાર વ્યકિત હોય તે ક્રમશઃ પ્રશ્ન શું હતો તે કહેવા સાથે તેના જવાબ આપવા માંડે છે, આમ ત્રણથી ચાર કલાકે આ પોગ્રામ પૂરો થાય છે. જૈન સંઘમાં આજે અનેક સાધુ-સાધ્વીઓ અવધાન વિદ્યા શીખી ગયા છે. જેમાં છે. શ્રેષ્ઠ ફાળો શતાવધાની પંડિત ધીરજલાલ ટોકરશીનો છે. *******************[ 892] ******* **&@@@#@ 8888888888888888888888888888888888888888888888888888888888
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy