SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ *** **************************************** આ કર્મભૂમિ હતું, અને જ્ઞાનની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતી ત્યાં ઘુમતી હતી. તે વખતે ત્યાં છે. વાસ હતો. ગુરુદેવ શ્રી નવિજયજી પોતાના સુશિષ્ય યશોવિજયજી સાથે સુયોગ્ય દિવસે વિહાર કરી છે. ભારે પરિશ્રમ ઉઠાવીને ગુજરાતથી નીકળી ઠેઠ સરસ્વતીધામ કાશીમાં પહોંચ્યા. એક મહાન છે વિદ્વાને પૂર્વનિર્ણત સ્થળે ઉતારો કર્યો. તે પછી એક મહાન વિદ્વાન પંડિતજીનો સંપર્ક સાધી વિવિધ પ્રકારના દર્શનશાસ્ત્રોનો તથા અન્ય સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો. અકલ્પનીય ધારણા, ગ્રહણ શકિત, અતિ તીવ્ર સ્મૃતિ, અજબ કંઠસ્થ શકિત વગેરે કારણે, સંસ્કૃત, વ્યાકરણ, કાવ્ય છે અને તે પછી પ્રાચીન તથા નવ્ય ન્યાયશાસ્ત્ર વગેરેના, તેમજ અજેનોના સાંખ્ય, વેદાન્ત, મીમાંસક આદિ અને તેની અનેક શાખાઓનો દાર્શનિક અભ્યાસ કરવા સાથે જોતજોતામાં તો તેઓ અનેક શાસ્ત્રોના વિદ્યા-જ્ઞાનની વિવિધ શાખાઓના પારંગત વિદ્વાન બની ગયા. દર્શનશાસ્ત્રોનું અધ્યયન એવું આમૂલચૂલ કર્યું કે તેઓ જાતે દિવસે, પદર્શન વેત્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એમાંય ખાસ છે કરીને નવ્ય ન્યાયના તો અજોડ વિદ્વાન બની ગયા. પછી તે શાસ્ત્રાર્થ કે વાદ-વિવાદ કરવામાં છે છેતેમની બુદ્ધિ પ્રતિભાએ ભારે પરચાઓ બતાવ્યા. તેઓશ્રીના વિદ્યાગુરુ આવા મહાન શિષ્યથી છે ખુશ હતા. કહેવાય છે કે એ જમાનામાં ભણાવનાર પંડિતને મહિને માત્ર રૂા. ૩૦ આપવામાં છે આવતા હતા, જૈન ધર્મમાં આ નજાવના પહેલા જ પંડિત બન્યા. નવજાય એટલે પ્રાચીન ન્યાય કરતાં તર્કની જટિલ અટપટી અને કિલષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવતો અન્તિમ નિર્ણય. કાશીમાં પવિત્ર ગંગાના કિનારે બેસીને તેઓશ્રીએ વાણીની શકિતને વિકસાવનાર “' છે. બીજયંત્ર સહિત સરસ્વતીપદના મંત્રનો જાપ કરી માતા શારદાને પ્રસન્ન કરી સાક્ષાત્ પ્રગટ . છે. કરીને વરદાન મેળવ્યું. જેના પ્રભાવે મુનિશ્રી યશોવિજયજીની બુદ્ધિ ખરેખર! કવિતા, કાવ્ય, તર્ક, દર્શનશાસ્ત્ર અને ભાષાના ક્ષેત્રમાં કલ્પવૃક્ષની શાખાની જેમ કલ્પનાતીત ઈષ્ટ આશીર્વાદ આપવા માંડી. એક વખત કાશીના રાજરબારમાં એક મહાસમર્થ દિગુગજ વિદ્વાન જે અર્જુન . હતા, તેની જોડે અનેક વિદ્વાનો અને અધિકારીઓ પણ હતા. તેઓની સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાણ્ડિત્યથી મુગ્ધ થઈને કાશી નરેશે તેઓશ્રીને “ન્યાય વિશારદ' બિરૂદથી અલંકૃત કર્યા હતા. તે વખતે જૈન સંસ્કૃતિના એક બુદ્ધિનિધાન જ્યોતિર્ધર અને ગુજરાતના એક મહાન સપૂતે જૈનધર્મનો અને ગુજરાતની છે પુણ્યભૂમિનો જયજયકાર વર્તાવ્યો હતો અને જૈન શાસનની શાન બઢાવવા સાથે જ્ઞાન-વિજ્ઞાનનો પણ જયજયકાર વર્તાવ્યો હતો. ત્યાર પછી તેઓએ માત્ર નવ્ય ન્યાયના માધ્યમથી જ લખેલા તર્ક-ન્યાયના સો ગ્રન્થોની રચના પૂરી થતાં એમને સહુએ ન્યાયાચાર્ય પદથી અલંકૃત કર્યા. પણ સો ગ્રંથો કયા કયા સમજવા તે અને આ પદ ક્યારે, ક્યાં, કોણે આપ્યું? તેની કશી વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ નથી. ઉપાધ્યાયજીના જીવનનો મોટા ભાગનો ઈતિહાસ અંધારામાં જ છે. કાશીથી વિહાર કરી આગ્રા પધારીને કેટલોક સમય ત્યાં રહી, ત્યાં રહેતા કોઈ અજૈન ન્યાયાચાર્ય પંડિત પાસે વેદાન્ત, સાંખ્ય, ન્યાય, મીમાંસા, બૌદ્ધ વગેરે શાસ્ત્રોનો વધુ તલસ્પર્શી છે ૧. આ વાત ખુદ ઉપાધ્યાયજીએ પોતે જ પોતાના ગ્રન્થોમાં અનેક સ્થળે જાહેર કરી છે. કવિક વિશિષ્ટ વીતી તકલી കുക്കുക്കുക്കുക്കുക്കുക്കുക്ക
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy