SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રહે તો ઇતર સમાજનો સાથે પણ ધારે તો બહુ સુંદર મેળવી શકે. - લુગડાંને કોર-પાલવ કેટલા હોય? છતાં તેનું સૌદર્ય અને પ્રભાવ સારા વસ્ત્ર ઉપર પડે છે, તે - તેમ જૈનોની સંખ્યા ભલે થોડી હોય પણ તે દરેક રીતે સામર્થ્ય, શક્તિ અને સાધન ધરાવનારી - એક શૂરવીર અને બહાદુર તથા અદ્વિતીય દાનેશ્વરી પ્રજા છે, એ જોતાં દાનેશ્વરી જેનો ધારે તો 2. સુંદર યોજના કરી શકે, અને એ કર્તવ્ય ધર્મના ફિરસ્તાઓના અને ખરું જોઈએ તો સમાજના as અગ્રેસરોના શિરે અવલંબે છે. જૈન સમાજનું નૂતન કર્તવ્ય વળી અહીંયા બીજી યોજનાનું સૂચન કરવું પણ નથી ભૂલી જવાતું કે આજે પ્રાચીન, ને ઐતિહાસિક કે શાસ્ત્રીય સંશોધન કરનારાઓની જેને સમાજના દુર્ભાગ્યે મોટામાં મોટી ઉણપ છે, કે આપણા શાસ્ત્રીય કે ઐતિહાસિક પ્રમાણોથી સ્વતઃ સિદ્ધ બીના છે કે જૈનધર્મ એક વખતે ભારતધર્મ વક બની રહ્યો હતો, ભારતના દશે ખૂણે તેનો વિજય ડંકો ગાજતો હતો, સર્વ વિભાગમાં તે ફાલ્યો ફૂલ્યો હતો, એ દૂર દૂરનાં ભૂમિપ્રદેશમાંથી નીકળતા અવશેષોથી, તેમજ ઇતિહાસવેત્તાઓના કથનથી પણ સ્પષ્ટ થાય છે, છતાં હજુ પણ ઘણા દેશોમાં પ્રાચીન અવશેષો વગેરેનું સંશોધનક્ષેત્ર અણખેડયું = પડ્યું છે, જ્યાં થઈ રહ્યું છે તે કેટલીકવાર જૈન સમાજના અવશેષો માટે અન્યાય અને પક્ષપાત થાય છે, આવી વિષમ પરિસ્થિતિનો સંતોષજન્ય ઉકેલ લાવવા માટે એક પુરાતત્ત્વ સંશોધન ખાતું 2 ખોલાય, અને સારા સ્કોલરો રાખી નવા અભ્યાસીઓને તૈયાર કરાવાય અને ત્યારબાદ હિંદની રહે ચારે દિશામાં પ્રાંતવાર એક એક વિભાગ મોકલવામાં આવે તો ઘણી ઘણી અદશ્ય અને અજાણી = વસ્તુઓ અને સ્થળો ઉપર ક્રમશઃ ખુબ જ પ્રકાશ પડે, શ્રીમંત કોમ ધગશ રાખે તો વિજ્ઞાનિક કે 3 એતિહાસિક આ બન્ને સંસ્થાઓનો જન્મ આપી શકે તેમ છે. જ્યારે પાશ્ચાત્ય તેમજ ભારતીય જૈનોના વિદ્વાનોનો પર્વતનીય સંશોધનમાં મધ્યાહ્નકાળ થવા 2 આવ્યો છે ત્યારે જેને પ્રજામાં સંશોધનનું સવાર પણ પડ્યું નથી, બેશક સદ્ભાગ્યે કંઈક પરોઢ પહેલાંનો પ્રકાશ ખીલ્યો છે, એમ કહેવામાં કશીયે અત્યુક્તિ નથી. તથાપિ એ માટેની જવાબદારી શક્તિ, સામર્થ્ય અને સાધન સંપન આગેવાન જેનો, અને જૈન શ્રમણ સંઘના વિદ્વાન ગણાતા સૂત્રધાર સમા મહારથીઓ સિવાય કોણે શિરે હોઈ શકે? જે ઇતિહાસ પડ્યો છે, એનું પણ નિરીક્ષણ, અવલોકન કે આસ્વાદન લેવા માટે સમય, સમજણ કે સાધન નથી; આવા અવાજો કર્થે અથડાય એ બીના જેને સમાજ માટે દુઃખદ અને ઘણી જ ને શરમાવનારી ગણાય. સમાજમાં લગભગ અસ્ત પામેલી જિજ્ઞાસાવૃત્તિને પાછી સતેજ નહિ કરવામાં આવે અથવા ૬ - જે કંઈ થવા માંડી છે તેને ઉત્તેજન કરવાના પ્રયાસો પ્રગતિપ્રધાન યુગમાં પણ નહીં થશે તો તે 25 સમાજની ઐતિહાસિક કે ભૌગોલિક વિષય ઉપરની અશ્રદ્ધા વધુ ઘર કરી બેસશે, અને એમ થશે ? તે તો સમાજ અને સાહિત્ય પ્રગતિમય પંક્તિથી અલગ રહેશે; તે ન થાય માટે આપણા જ હાથે મૌલિક સિદ્ધાન્તોનું સંરક્ષણ કરવા સાથે અને વિષયોની ઉન્નતિ કરીએ તો અન્ય જગતને આશ્ચર્ય assessessesselsease [૧૩] કace eleasekeleaseela =====se
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy