SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 発売ささささささささささささささささささっきゃっきゃしゃったみたいだったんだがまだまだだだだだき - પુનરૂત્થાન માટે જૈન પ્રજાએ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના પ્રત્યેક અંગમાં વિદ્યુતુ વેગે છે પ્રાણસંચાર કર્યો છે, તે પાછળ અને જગતની પ્રગતિમાન સંસ્કૃતિ અને શિસ્તતામાં પણ પોતાનાં ન તે જીવન, શક્તિ અને બુદ્ધિમત્તાનો સમર્થ અને સર્વ દિગ્ગામિ ફાળો અર્યો છે એમ ઇતિહાસ | બતાવી આપે છે, એ જૈન સંસ્કૃતિના પ્રબલ પ્રતાપે દરેક સાહિત્યરશ્મિ અભિવૃદ્ધિના પુનઃ ચમકારા ઝબકી પડ્યા છે. જૈન સમાજ માટેની શોચનીય બીના :- જ્યારે આજે ક્રાન્તિનો યુગ પસાર થઈ રહ્યો છે, જો કે આજની કહેવાતી ક્રાનિના વહેણ, તો સામાજિક કે ધાર્મિક સત્તાના વિશુદ્ધ સિદ્ધાન્તોને વિનાશને આરે ઘસડી રહ્યા છે, એણે તો છે સંસ્કૃતિના પાયા પણ હચમચાવી નાંખ્યા છે પણ જે સાચી અને શુભનિષ્ઠાની કાત્તિ જે જે આ : ક્ષેત્રમાં થઈ રહી છે અને દિનપ્રતિદિન આશ્ચર્યકારી અને અજબ ઘટનાઓ બની રહી છે, અને તે વિજ્ઞાનનો જમાનો જે અનિલ વેગે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, રોજ રોજ અવનવા તહેવારે તે પ્રયોગ સર્જન, નવીન નવીન શક્તિઓનું આવિષ્કરણ, પાશ્ચાત્ય ભૂમિમાંથી વિશેષે કરીને શ્રવણ નક 2ગોચર થતું જાય છે, ત્યારે ખેદની વાત છે કે જૈન સમાજ હજુ જાગ્રત થઈ શક્યો નથી. જેમના . સૈદ્ધાનિક તત્ત્વો સનાતન સત્યથી ભરપૂર છે, સ્વયંભૂ સિદ્ધ વૈજ્ઞાનિક રસાયણોના નિર્દેશો અંતર્ગત છે. સંખ્યાબબ્ધ વેરાયેલા પડ્યા છે, ઘર બેઠા ગંગા જેવા સદ્યોગો છતાં તે સિદ્ધાન્તો પાછળ ખૂબ . જ મનનપૂર્વક, ઝીણવટભર્યો પરામર્શ કરે તેવા, રાત્રિદિવસનો જાતીય ભોગ આપી પદાર્થાન્વેષણ કરે તેવા બાહોશ વૈજ્ઞાનિકોને સંગ્રહી શક્યો નથી, એટલું જ નહિ પણ એના ઉત્પાદન માટેની દિશા જ જ્યાં શૂન્ય છે ત્યાં પગલું તો પાડ્યું જ ક્યાંથી હોય ! આ બીના શક્તિસંપન્ન સમાજ તે માટે કંઈ ઓછી શોચનીય નથી. જૈન ધર્મ અને જૈન પ્રજાનો પ્રભાવ :જૈનદર્શન અનેકાંતવાદી અને અહિંસા પ્રધાન છે, એ બને તેના મૌલિક આધારભૂત સુદૃઢ સ્થંભો છે, અને અનેકાંતવાદના અસ્મલિત પ્રતાપે દુનિયાભરના ધર્મો કે સંપ્રદાયોની ભિન્ન ભિન્ન માન્યતાઓ સાથે અહિંસાત્મકપણે ઐક્ય સાધવાનો અને હસ્તમિલનનો પણ પ્રયત્ન તેણે સેવ્યો છે. જ્યારે સર્વદેશીય સર્વતોભદ્ર અહિંસાની ઉદાત્ત ભાવનાના પ્રતાપે જગત સાથે તેણે સદાને માટે ભાતૃભાવ તરીકે સંપર્ક જોડ્યો છે. જેના પરિણામે જૈનદર્શને પોતાનો પ્રબલ પ્રભાવ દરેક ધર્મ અને તેના સિદ્ધાન્તો ઉપર પાડ્યો છે અને પોતાના અસ્તિત્વને કપરા યુગમાં પણ વધુ દીર્ઘજીવી થવા માટેનો માર્ગ મોકળો કર્યો છે એ આપણે ગ્રામ્ય પ્રદેશમાં વસતી નાની નાની જૈન પ્રજાનું મહાજન' શબ્દ તરીકેનું વર્ચસ્વ અને તે તે સારાએ ગ્રામ્ય વતનીઓ ઉપર પડતો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રભાવ જોતાં હજુ તેઓનું મહત્ત્વ અને સામર્થ : કંઈ ઓછું જળવાઈ નથી રહ્યું, શહેરોમાં પણ દરેક ઠેકાણે જૈન પ્રજાનું નૂર તેના ઓદ્ધાઓ હજુ નું સુંદર રીતે ઉચ્ચ કક્ષાએ સચવાઈ રહ્યા છે. એ જોતાં સમાજ વિજ્ઞાનની દિશામાં પદસંચાર કરે ============= [૧૨] =================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy