SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ お米総然光おおおきおかき氷か光おおおおおきおおおおおきおおがききききききき તે ઉપજાવી શકાશે અને સમાજે એ દિશામાં નવું પાનું ઉમેર્યું ગણાશે, તો જ જૈન સાહિત્ય ઉન્નતિના - શિખરે પહોચેલું જોઈ શકાશે. “જો જરી પુરાણી ઘરેડ છોડીને કોઈ નવીન ચમત્કાર દાખવનારી યોજનાઓ ગતિમાન થાય તે ઈ તો ચોક્કસ જાણવું ઘટે કે નંદનવન સમા સાહિત્ય જગતમાં રહેલી જેને સાહિત્ય કમલોની અનન્ય સૌરભ અને સૌંદર્યતાભરી અસંખ્ય પાંખડીઓ પોતાની સઘળીએ છટા સાથે એકાએક ખીલી જાય.” હવે આપણે જૈન ભૂગોળ-ખગોળના મૂલ વિષય ઉપર આવીએ. પાશ્ચાત્ય અને શાસ્ત્રીય માન્યતા સાથે વિસંવાદ આધુનિક યુગમાં જૈન ભૂગોળ તેમજ ખગોળ સાથે પાશ્ચાત્ય પદ્ધતિની ભૂગોળ-ખગોળનો ઘણો રે વિસંવાદ જોવાય છે; પણ તેનાં એ કારણો ઉઘાડાં છે. ધાર્મિક જૈન ભૂગોળ કે ખગોળના વિષયો આ યાંત્રિક સિદ્ધિ દ્વારા કે કાલ્પનિક અનુમાનો ઉપર નથી ઘડાયા, તેમજ તે નિયમો અચોક્કસ પણ તે નથી થયા. જ્યારે આજની શોધખોળ તો યાંત્રિક સાધનો દ્વારા, તેમજ અનુમાન દ્વારા થાય છે તેમાં રેડ પણ ચોક્કસ નિયમ નથી, તેમ યંત્રો પણ છેલ્લામાં છેલ્લી કોટિના છે તેમ તેઓ પણ માનતા નથી. તે જેમ જેમ યંત્ર વિજ્ઞાનમાં વધારો થતો જાય છે તેમ તેમ વિશેષે જોવાનું સામર્થ્ય ધરાવનાર થાય છે છે એમ તેઓ સ્વમુખે કબૂલે છે, આવી પરિસ્થિતિમાં પૂર્વ પૂર્વની શોધો અસત્ય અને ખોટી ઠરતી છે તે જાય અને નવી નવી શોધો પાછું સ્થાન જમાવતી જાય, આવી પુનરાવર્તન પામતી વિજ્ઞાનની પર કે સ્થિતિમાં શાસ્ત્રીય ભૂગોળ કે ખગોળના વિષયનો સમન્વય કયાંથી થાય! જેમ જૈન સિદ્ધાન્તોમાં ભૂગોળના શાશ્વત પદાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવી જ રીતે ? A ખગોળ માટે પણ કરવામાં આવ્યું છે, જેથી અશાશ્વતા પર્વતો, નદીઓ કે દેશ વિસ્તારો સાથે કયાંથી મુકાબલો થઈ જ શકે! અશાશ્વતા પદાર્થો માટે સર્વજ્ઞ સિદ્ધાન્ત નિયમ બાંધે નહિ, અને બાંધે તો ? એ પદાર્થો પુનરાવર્તન સ્વભાવવાળા, કેટલાક તો તદ્દન નવીનત્પાદન સ્થિતિવાળા હોવાથી તેઓના આ અટલ સિદ્ધાન્તમાં, તેઓના જ્ઞાનમાં પરંપરાએ કુઠારાઘાત થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય, અને જગતનો રોડ વિશ્વાસ, શંકિત થાય અને તેથી જ શ્રી ભગવતીજી સૂત્રમાં હજારો પ્રશ્નો હોવા છતાં આવા અશાશ્વતા પ્રશ્નોને લગતું સ્થાન ન મળી શક્યું હોય તો ઉપરોક્ત હેતુ જોતાં અસંભવિત નથી. વર્તમાનમાં ભૂગોળ-ખગોળને અંગે શાસ્ત્રીય અને આધુનિક માન્યતામાં ખાસ મહત્ત્વના ફેરફારો શું છે તે નીચે પ્રમાણે-- શાસ્ત્રીય માન્યતાઓ આધુનિક માન્યતાઓ –પૃથ્વીનો આકાર પુડલો અથવા થાળી -પૃથ્વીનો આકાર ઈડા અથવા નારંગી જેવો સરખો ગોળ છે. ગોળ છે. –પૃથ્વી સ્થિર છે. ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષ ચક્ર -ચન્દ્ર-સૂર્ય સ્થિર છે. પૃથ્વી પોતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફરે છે અને ચન્દ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. Baseekeeeeeeeeeeeeeeeeeeee [ ૧૪] ================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy