SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ************************************** જો કે હું ‘મુદ્રણકલા તદ્દન અયોગ્ય છે કે સરલાર્થ સાહિત્ય અનર્થ કર્તા છે', એમ કહેવા નથી માગતો, અને એમાં અમોએ વળી, સહુના ભેગો સૂર પૂરેલો જ છે, એટલે અમે કંઇ તેથી નિર્લેપ છીએ એમ પણ કહેવા માગતા નથી, તેમ અત્યારે મહાન વિદ્વાનોનો સદંતર અભાવ છે એમ કહેવાનો પણ મારો લેશ માત્ર ઉદ્દેશ નથી, પણ સાથે બિન પક્ષપાતે સહુને એટલું તો કબૂલવું જ પડશે કે સર્વ શાસ્રવ્યુત્પન્ન, પ્રખર વિદ્વાન, જૈનેતર દર્શનોનો પણ સારો જાણકાર, ન્યાય--સાહિત્ય કે વ્યાકરણ વિષયનો પારંગત, ભલભલાઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરનાર, સમાજ ઉપર પોતાની દિવ્યપ્રભા ફેંકનાર; એવો દુર્ધર વ્યક્તિત્વધારી પુરૂષ વાસ્તવિક રીતે જોઈએ તો પ્રાયઃ નથી દીસતો; તેનાં અનેક કારણો નરી આંખે આપણે જોઈ શકીએ છીએ, પણ તે બધાને અહીં જતાં કરી મુખ્ય કારણ તો એ બન્યું છે કે ‘ગુરૂ પાસેથી સાંભળી કંઠસ્થ કે ધારી નહિ રાખીએ અથવા ટાંચી નહીં લઇએ તો ફરીથી એ વસ્તુ જાણવી મુશ્કેલ થશે' એ જે ભય હતો તે આજે મુદ્રણકલાના વિકાસ સાથે વિનાશ થયો, તમામ જાતના સાહિત્યો પુસ્તક રૂપે બહાર પડવા લાગ્યા, જેથી એ ભય રહ્યો નહિ અને વિદ્યાર્થીને કણ્ઠસ્થ કે ચીવટ પૂર્વક ભણવાની ખંત ચાલી ગઇ, પરિણામે તે એવું સમજવા લાગ્યા કે જરૂર પડશે તો પુસ્તક પાસે જ છે ને, જોઈ લેશું, ખરેખર આ ભાવનાએ વિદ્વત્તાની ભાવના ઉપર વજ્રાપાત કર્યો છે, વિદ્યાર્થીનું ખમીર હરાઇ ગયું છે, બુદ્ધિનો હ્રાસ થતો આવ્યો છે અને અભ્યાસીઓનાં વિદ્વાન થવાની મનોભાવનાનાં બલવાન અને તેજીચક્રોને પણ મંદવેગી બનાવ્યા છે. ટૂંકમાં કહું તો જેટલું સાહિત્ય બહાર પડવા માંડ્યું છે, તેમ તેમ આત્મિક ભંડારની જમાવટમાંથી પણ તેટલું જ જ્ઞાન બહાર નીકળી જવા માંડ્યું છે, પણ આ યુગમાં એ સત્યકથન પણ અરણ્યરૂદન જેવું નીવડશે. ************************************************ તથાપિ હજુએ એ ચોક્કસ છે કે વિદ્યાર્થી વ્યુત્પન્ન થવાને ચાહતો હોય તો તેને વિવિધ પ્રકારના મુદ્રણ સાહિત્યના મોહપાશમાં અને તેની લુબ્ધતામાં યુગપત્ ન સપડાતાં એક એક વિષયના મૌલિક સિદ્ધાન્તોનો સંપૂર્ણ પરામર્શ કરી, વ્યુત્પન્નપણું મેળવ્યા બાદ અન્ય વિષયોને ક્રમશઃ ગ્રહણ કરતો જાય તો હજુ પણ તે વ્યુત્પન્ન અને ધુરંધર વિદ્વાન થવાને સર્જાએલો છે, એમ અનુભવીઓનું હાર્દિક મન્તવ્ય છે. *******************************************************. પદાર્થ સિદ્ધિ માટે અનુકૂલ સંજોગોનો અભાવ : અનન્તજ્ઞાની મહર્ષિઓના સિદ્ધાન્તો ત્રિકાલબાધિત હોવા છતાં તે સિદ્ધાન્તોને જાણવાની, કે જાણેલાઓ માટે પરામર્શ કરવાની બેદરકારી તેમજ ગવેષણા કરનાર જિજ્ઞાસુઓ હોય તો તેમને માટે જોઈતાં સાધનો કે ઉત્તેજનની ખામી, પ્રતિપક્ષીય સચોટ દલીલો કરી વસ્તુની સિદ્ધિમાં સહાયક થઈ શકે તેવા પ્રોફેસરોની ક્ષતિ, અને વળી ઇર્ષ્યાનું ઝેરી પ્રાબલ્ય વગેરે અનેક કંટાળાભર્યા માર્ગોથી જ્ઞાનસિદ્ધ પ્રયોગો પણ સમજી કે સમજાવી શકાતા નથી તો પછી પ્રયોગ સિદ્ધ તો કયાંથી જ દર્શાવી શકાય! આર્ય સંસ્કૃતિના વિકાસમાં જૈન પ્રજાનો ફાળો : જ્યારે જ્યારે આર્યસંસ્કૃતિ વિનાશને આરે પહોંચી જતી ત્યારે ત્યારે તેના સર્વતોમુખી **************** [ 21 ] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy