SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ***************** ******************** **** ‘ફૂવારામાંથી વહેતા પાણીની માફક' કેવી કેવી રીતે છાયાના પુદ્ગલોનો પ્રવાહ નીકળે છે, અને તે પુદ્ગલોનું ભાસ્વર તેમજ અભાસ્વર દ્રવ્યમાં (દર્પણાદિકવત્) કેવું પ્રતિબિંબ પડવા સાથે કેવા કેવા પ્રકારથી ગ્રહણ થાય છે તે સંબંધી ઘણો જ રોચક ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી વિદ્યમાન જૈન સિદ્ધાન્તોમાં વસ્તુધર્મનું પ્રતિપાદન કે તે તે વિષયની સ્પષ્ટતાઓ તે કંઇ એમને એમ જણાવી દીધેલી નથી, પરંતુ સચોટ અને હૃદયંગમ જ્ઞાન થવા માટે શાસ્ત્રસ્થ સૂક્ષ્મ, ગહન અને કાઠિન્ય ભાવવાળી પ્રતિપંક્તિઓ ઉપર ખૂબ જ ઝીણવટપૂર્વક વિચાર કરવાની બુદ્ધિને સરાણે ચઢાવવાની તક સાધવાની સંપૂર્ણ આવશ્યકતા છે. જૈન અભ્યાસીઓની ક્ષતિઓ : જે જ્ઞાની મહર્ષિઓએ સ્વાત્મજ્ઞાનના બળે આત્મ-પ્રત્યક્ષ વસ્તુના ભાવોને યથાર્થપણે કહ્યા, જે પ્રભુના સિદ્ધાન્તોમાં ઠેર ઠેર પૌદ્ગલિક કે અપૌદ્ગલિક પદાર્થોનું સંપૂર્ણ પ્રતિપાદન થયું છતાં તેનો સમન્વય કરી તે તે વસ્તુની શોધ માટેનાં કારણો, તેમજ તેના નિર્ણયો જે થઇ શકતા નથી, તે માટે નિષ્પક્ષપાતપણે મારે અવશ્ય સ્પષ્ટ કહેવું જોઈએ કે, તે તે સિદ્ધાન્તોનું વાંચન, મનન અને સંપૂર્ણ નિદિધ્યાસનના કર્તવ્ય વિષે આપણું પરાર્મુખપણું અને ખૂબ ઉંડા ઝીણવટભર્યા પરિશીલનનો અભાવ ઇત્યાદિ શરમભરી ક્ષતિઓ એ જ કમનસીબ કારણ છે. અત્યારે તો વિદ્યાર્થી આલમનું ઉપરચોટું વાંચન, અનેક વિષયોનું અધૂરી અને છીછરી દૃષ્ટિએ અવલોકન, એક વિષયમાં તૈયાર થયા વિના જે તે વિષયોમાં માથું મારવાની આપણી ખોટી કુટેવો અને વિના શ્રમે વિદ્વત્તા પ્રાપ્ત કરી લેવાના અનિચ્છનીય વેગે તો તેમાં ઓરજ વધારો કર્યો છે. જેટલું જેટલું નવીન નવીન સાહિત્ય વધુ ને વધુ બહાર પડતું જાય છે, વળી સરલ ભાષામાં સરલાર્થ સ્વરૂપમાં પણ મૂકાતું જાય છે તેમ તેમ અંતરથી વિચારપૂર્વક તપાસીએ તો પ્રત્યેક માનવને લાગ્યા વિના નહીં જ રહે કે આજના વિદ્યાભિલાષીઓનું ચિંતનપૂર્વકનું જ્ઞાન સેવન, ઉત્કટ વિદ્વાન થવાની પ્રથમથી જ પ્રાપ્ત થવી જોઈતી શક્તિઓ વગેરે દિનપ્રતિદિન વેગળું ને વેગળું જ ખસતું જાય છે. જેથી શાસન તથા સમાજના કમભાગ્યે અતિ જરૂરિયાતના યુગમાં પણ સમર્થ વ્યુત્પન્ન વિદ્વાનોની મોટામાં મોટી ખોટ દુ:ખદ રીતે અનુભવાય છે, જે યુગમાં લિખિત પુસ્તકની બે ચાર કે પચીસ નકલો પણ ભાગ્યેજ એક સ્થળે મલી શકતી, જે યુગમાં ભણવાના સાધનોની પણ અપૂર્ણતા હતી; છતાં તેવા જ યુગમાં થએલા આપણા મહાન પ્રભાવક દુર્ઘર્ષ વિદ્વાનોને નિહાળો, તેમના પ્રતિભાશાલી પાંડિત્ય તરફ દૃષ્ટિપાત કરો, અને છેવટે તેમનું તેજસ્વી અનુકરણીય અને વિશુદ્ધ વ્યક્તિત્વ તપાસો! છે આજે એકપણ એવો વિદ્વાન કે પૂર્વના વિદ્વાન પુરૂષોની સ્મૃતિ કરાવી આપે! છે કોઇ સ્વપર શાસ્ત્ર પારંગત વાદી કે ભારતના કોઇપણ વિદ્વાનોની સામે ટક્કર ઝીલી શકે! જૈન-જૈનેતર વિદ્વાનોના સમૂહમાં અદ્વિતીય વિદ્વાન તરીકે વિખ્યાત થયેલા શ્રુતદેવીના સાક્ષાત્ અવતારસમા શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય પછીથી અત્યાર સુધીમાં એવા કોઇ પ્રતિભાસંપન્ન, સર્વ શાસ્રવ્યુત્પન્ન પુરૂષ થયો સાંભળ્યો કે, જે સમાજની ભૂખ ભાંગે? ****************** 10]*********** ******************************************************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy