SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ * **** **** સે દિવસે સાંજની ક્રિયા ઘણી મોટી એટલે કે બે થી ત્રણ કલાક સુધીની હોય છે. આ ક્રિયા કે એ ઉપાશ્રયમાં કે ઘરમાં થઈ શકે છે. દહેરાસરમાં પ્રભુ સામે આ ક્રિયા કરવાની નથી હોતી, જે છે આ ક્રિયા ગૃહસ્થોને રોજના પહેરેલાં ચાલુ કપડાંથી નથી કરાતી. આ ક્રિયા માટે જંગલ-પેશાબ છે ગયા વિનાનાં નવાં અથવા ચોખાં કપડાં પહેરવાનાં હોય છે. તેની સાથે બેસવા માટે જમીન * જ ઉપર પાથરવાનું ગરમ કાપડનું આસન, મુખ પાસે રાખવાની “મુહપત્તી” અને “ચરવલો’ આ { ત્રણ સાધનની અનિવાર્ય જરૂર પડે છે. જેને ઉપકરણો કહેવાય છે. તે ઉપરાંત સાક્ષીરૂપ ૪ ગુરુજીની હાજરી સ્વરૂપ સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તકાદિ અને સાપડો આ બેની જરૂર તે પડે છે. ૧. આસન–એટલે જીવરક્ષા શુદ્ધિ વગેરે માટે ગરમ કપડાનું આસન. જે જમીન ઉપર તે બેસવા માટે વપરાય છે. જેને કટાસણું કહેવામાં આવે છે. ૨. મુહપતી–એટલે ૧૬ આંગળનું અમુક પદ્ધતિએ વાળેલું. સૂત્ર બોલતી વખતે મુખમાંથી છે નીકળતી હવા દ્વારા વાયુકાયના જીવને દુઃખ કે હિંસા ન થાય તે માટે મુખ આગળ રાખવાનું અને ૪ તે જીવદયા માટે શરીરની પણ પ્રમાર્જના (સાફસૂફી) કરવાનું કોરા કાપડનું અનિવાર્ય સાધન. ૩. ચરવળો–એટલે શાસ્ત્ર નિર્દિષ્ટ માપ પ્રમાણે લાકડાની દાંડી સાથે બાંધેલા ઉનના ગુચ્છાવાળું ઉપકરણ-સાધન છે. તે ઉપરાંત વિધિ સહિત પ્રતિક્રમણનું પુસ્તક પણ રાખવું. જે માત્ર સૂત્રોચ્ચાર કે ઉપકરણો-સાધનો તે બહિરંગ સાધન કે બાહ્ય ક્રિયા છે. જ્યારે સૂત્રો શું તથા તેની સાથે અર્થના હૃદયસ્પર્શી ચિંતન કે અર્થ સાથે મનનું સક્રિય જોડાણ તે ભાવ ક્રિયા છે છે. આ ક્રિયા દ્વારા પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. પ્રતિક્રમણ શબ્દનો અર્થ શું છે? પ્રતિક્રમણ આ શબ્દમાં પ્રતિ’ અને ‘ક્રમણ’ બે શબ્દો છે. એનો શાસ્ત્રની દૃષ્ટિએ શબ્દાર્થ છે. કરીએ તો પ્રતિ” એટલે પાછું અને ‘ક્રમણ' એટલે ચાલવું, હઠવું, આવવું ફરવું તે. પાછા 3 આવવું, હઠવું કે ફરવું પણ શેનાથી? તેનો જવાબ નિમ્ન શ્લોક આપે છે. स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद्गतः। तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते॥ “પ્રમાદ વગેરે દોષોને વશ થઈને સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલા આત્માને પાછો પોતાના (મૂલ) સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ.” જેમ મૂલ માર્ગ ઉપર સીધે સીધે રસ્તે ચાલી જતી એક વ્યક્તિ ભૂલથી આડે માર્ગે ચડી જ ન જાય અને તે વખતે કોઈ ભોમિયો તેને મૂલ માર્ગ ઉપર લાવીને મૂકે તે જ રીતે રોજેરોજ કે ને આડે રસ્તે ચઢી જતા જીવને ભોમિયા સરખું પ્રતિક્રમણ' મૂલ માર્ગમાં લાવી દે છે. અર્થાત્ * ૧. મોક્ષમાર્ગની આરાધનામાં આત્માને જે ઉપકારક બને તેને ઉપકરણ કહેવાય. સરકારને રકત્ર ત્ર ત્રન ત્રત્ર [ ૩૩૦] ટટટટટટટટગટટટટટટટkત્રકટર ** ******* ****** *** **************** ***
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy