SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર લીધા પછી સત્તામાં રહેલાં સંચિત–પુરાણાં કર્મોનો ક્ષય કરવા તપની સાધના કરવી જોઈએ. જેમાં વિનય, સેવા, પશ્ચાત્તાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરેની ઉપાસનાનો પણ સમાવેશ થાય છે. નવાં કર્મને રોકવાનું કામ ચારિત્ર બજાવે પણ આ ચારિત્રનું જે રીતે પાલન કરવાનું કહ્યું છે તે રીતે પાલન થવું શક્ય નથી હોતું. તેઓમાં–ચારિત્રવાન જીવોમાં પણ રાગદ્વેષ પ્રમાદાદિ દોષો બેઠેલા છે, એટલે વિરતિવંતને પણ મન, વચન, કાયાના યોગો દ્વારા કષાય ભાવો આવી જાય અને તેથી તેને અતિચારો-દોષો લાગવાના જ. આ રીતે દેશિવરિતવંત ગૃહસ્થો હોય તેઓને તથા જેઓના જીવનમાં કશા જ ત્યાગધર્મનું પાલન નથી હોતું એવા અવિરતિ-અત્યાગી આત્માઓને તો પ્રમાદાદિકથી દોષો સતત લાગવાના જ અને આત્મા કર્મના ભારથી લદાયેલો જ રહેવાનો. આ દોષો–પાપોનું રોજ રોજ પ્રાયશ્ચિત થઈ શુદ્ધિકરણ થતું જાય તો નવો પાપનો બોજ ન વધે. કર્મનું નવું દેવું તો ન વધે, પણ જૂનાં કર્મોનો ઘટાડો પણ થાય. આમ નવતત્ત્વની પરિભાષામાં કહીએ તો સંવર, નિર્જરા પ્રવર્તે. કર્મનું આગમન તેને તત્ત્વજ્ઞાનની ભાષામાં આશ્રવ કહેવાય. તેને જે અટકાવે તેને સંવર કહેવાય અને કર્મોનો ક્ષય કરે તેને નિર્જરા કહેવાય. પ્રાયશ્ચિત શેનાથી થાય? પ્રાયશ્ચિત કરવાના અનેક પ્રકારો પૈકી સૌથી શ્રેષ્ઠ પ્રકાર જો કોઈ પણ હોય તો પ્રતિક્રમણનો છે. આ પ્રતિક્રમણ શબ્દ જૈન પરિભાષાનો અતિ જાણીતો શબ્દ છે. પ્રાકૃત શબ્દ પડિક્કમણ છે અને આ જ શબ્દનો અપભ્રંશ થઈને વપરાતો શબ્દ પડિકમણું છે. બોલચાલની ભાષામાં પડકમણું-પડિકમણું પણ લોકો વાપરે છે. પ્રતિક્રમણ શું છે? અને તેનાં સાધનો શું છે ? સૂત્ર-જ્ઞાનપૂર્વકનું પ્રતિક્રમણ એ જપ કે ધ્યાનનો પ્રકાર નથી, પણ તે પાપના પ્રાયશ્ચિત્ત માટેની કે પાપવિમોચનની એક અપૂર્વ અને પવિત્ર ક્રિયા છે. આત્મવિશુદ્ધિ માટેનું અતિ મહત્ત્વનું અનુષ્ઠાન છે. આ ક્રિયા સાંજ-સવાર બે વખત કરવામાં આવે છે. ઘરના કચરાને બે વાર સાવરણીથી કાઢીએ છીએ તો જ ઘર સ્વચ્છ અને શુદ્ધ રહે, તેમ રાત-દિવસથી ભેગા થતાં કર્મના કચરાને સાફ કરવા બે વખત ડિકમણું કરવું જરૂરી છે. સામાન્યતઃ આ ક્રિયાનો સમય ૪૦ થી ૬૦ મિનિટનો છે. પણ દર પંદર દિવસે એક દિવસ, પછી ચાર મહિને પણ એક જ દિવસ અને બાર મહિને એક જ દિવસ. વરસમાં ૨૮ દિવસો એવા છે કે જે ૧. દર મહિનાના પંદર દિવસે આવતી બે ચૌદશો, ચાર મહિને આવતી કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાની શુદિ ચૌદશો અને બાર મહિને શ્વે. મૂર્તિપૂજકમાં આવતી ભાદરવા સુદિ ચોથ, પંદર દિવસની ચૌદશને કે તે દિવસના પ્રતિક્રમણને પ્રાકૃતમાં પાખી, ચાર મહિનાની ચૌદશને કે તે દિવસના પ્રતિક્રમણને ચૌમાસી અને બાર મહિનાની ચોથને કે તે દિવસના પ્રતિક્રમણને ‘સંવચ્છરી’ કે ‘છમ્મછરી' તરીકે ઓળખાવાય છે. સંસ્કૃતમાં તેને ક્રમશઃ પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી કહે છે. ** [ ૩૨૯ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy