SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ********** ******* *************************** * ** *************** જ આ પુસ્તકની ઉપયોગિતાનો અનુભવ છે સાચી વાત એ છે કે આરાધક આત્માઓએ, જો તેઓને આરાધના પ્રત્યે ખરેખરો રસ જાગ્યો હોય તો પ્રતિક્રમણનાં સૂત્રોને અવશ્ય કંઠસ્થ કરી લેવાં જ જોઈએ અને તેના અર્થનું પણ જ્ઞાન મેળવી લેવું જ જોઈએ. અર્થના અભાવે એકલા સૂત્રના સાવ અપરિચિત શબ્દોને શ્રદ્ધાવાન વ્યક્તિઓ આદર અને બહુમાનપૂર્વક ભલે શ્રવણ કરે પણ તેટલા માત્રથી પથાર્થ આનંદની અનુભૂતિ નહીં અનુભવાય. ખરેખર! આ ક્રિયા સાથે તાદમ્ય સાધવું હોય તો તેમાં અર્થરહસ્યોનું જ્ઞાન લેવું જ પડશે. | મારું અનુમાન છે કે આપણે ત્યાં ૯૦ ટકા વર્ગ એવો છે કે પ્રતિક્રમણનાં પૂરાં સૂત્રાન જાણતો જ નથી. ૯૫ ટકા વર્ગ એવો છે કે જેને અર્થજ્ઞાન નથી. ફક્ત જૈન હોવાના કારણે મને કે કમને પ્રતિક્રમણ કરવા આવશે. ત્રણ કલાક બેસી પણ જશે પણ તે વખતે પોતે માત્ર તે એક પ્રેક્ષક હોય તેવી લાગણી અનુભવશે, કાં ઊંઘશે, કાં વાતો કરશે, ઠઠ્ઠા મશ્કરી કરશે, આ * ડાફોલીયાં મારશે, પોતાનું બગાડશે અને સાથે બીજાનું ડોળાવી બગાડશે, છેવટે કંઈ નહિ તો શું તે આખી દુનિયાની ચિંતા કરતો સૂનમૂન બેસી રહેશે. પ્રતિક્રમણ પૂરું થયા બાદ એને પૂછો કે જે આ તે શું કર્યું? તને કંઈ સમજાયું? તને આનંદ આવ્યો? તેનો ઉત્તર શું હશે તે લખવાની મારે જરૂર ખરી? માટે જ તેના અર્થ કે ભાવાર્થનો ખ્યાલ મેળવી શકે તો તે સારી કમાણી ને કરી શકે. ' સાથે એ પણ જણાવું કે આનો અર્થ કોઈ એવો ન કરે કે અર્થનું જ્ઞાન ન મેળવીએ જે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું જ નહિ. એ પણ મિથ્યા-અજ્ઞાન વચન છે, ખોટો વિચાર છે. કેમકે છે પૂ. ગણધર ભગવંત પ્રણીત સૂત્રોમાં એવી તાકાત બેઠી છે કે શ્રદ્ધા અને આદરપૂર્વક શ્રવણ 3 કરવામાં આવે તો સાંભળનારને લાભ થાય જ છે. આ માટે હરડે, ઔષધિ અને ચિંતામણિ - રત્ન વગેરેના દાખલા જાણીતા છે. પણ સાથે અર્થનું રીતસર જો જાણપણું હશે તો તેઓને આધ્યાત્મિક આનંદ અનેરો આવશે. આ બીજી આવૃત્તિમાં પુસ્તકો માટે જાણવા મળ્યું કે અનેક યુવાનોએ આ પુસ્તકમાં આપેલા * ભાવાર્થ–પ્રસ્તાવના વગેરેને વાંચી લીધા બાદ સંવછરી પ્રતિક્રમણ કરેલું અને દૂરથી પૂરાં સૂત્ર જ સંભળાય નહિ એટલે પુસ્તક ખુલ્લાં રાખીને બેઠેલા, પ્રતિક્રમણ ભણાવનાર બોલે તેની સાથે જ તે પુસ્તકમાં જોઈને તેઓ સૂત્રો બોલતાં હતાં એટલે પ્રતિક્રમણ બરાબર કર્યાની લાગણી તેઓએ તે જે અનુભવી, અને સહુ બોલતા હતા કે પ્રતિક્રમણ શું વસ્તુ છે? તેની કંઈક ઝાંખી આ વખતે જે અમને થઈ અને બહુ જ મજા આવી. બીજા લાભો એ સર્જાયા કે સહુ પુસ્તક જુએ એટલે જ જે વાતો કરવાનું બંધ થયું. આડું અવળું જોવાની તક ન રહી. ચિત્ત-મન સૂત્રમાં બંધાણું એટલે 1 સભામાં ઠેઠ સુધી શાંતિ જળવાણી. આ દૃષ્ટિથી વિચારીએ ત્યારે આ પુસ્તકની ઉપયોગિતા સફળ પુરવાર થઈ છે, તેમ ચોક્કસ સમજાયું. આથી ક્રિયા, રુચિ, શ્રદ્ધા અને ભાવ વધતાં જે ઘણા લાભો પામી જાય. ટ ટટટટટટટટટટટટટ [ ૩૨૪] દત્રત્રનેત્રરત્ર*** ************************************************ *************** **** *********** ****
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy