SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ **** *********** **************** **** ** ** *** * * ** * ** * * ચિત્રો અંગે કંઈક! લોકો સૂત્ર શીખી જાય છે પણ એ સૂત્રો બોલતી વખતે તેની સાથે જ કરવી જોઈતી છે શરીર સાથે સંબંધ ધરાવતી મુદ્રાઓ (અંગોપાંગની રચનાઓ) અને આસનો (કેમ ઊભવું અને જ કેમ બેસવું તે) તેની સમજણના અભાવે કેટલાક કરતા જ નથી. કેટલાક સમજણ ધરાવનારા - મુદ્રાસના કરે છે, પણ પૂરતી સમજણના અભાવે અશુદ્ધ અને અપૂર્ણ મુદ્રાઓ-આસનો કરે છે. ૨ જા તેનાં ચિત્રો હોય તો તે જોઈને મુદ્રાસનાનું જ્ઞાન મેળવી તે બરાબર કરી શકે, તેથી દહેરાસર અને ઉપાશ્રયમાં થતી નિત્ય ક્રિયાઓને લગતાં મુદ્રાસનનાં ચિત્રો વધુ વ્યવસ્થિત ચીતરાય એટલે તથન મારા ચિત્રકાર પાસે કરાવ્યાં. તેમાં સુધારાવધારા કરી પછી ફાઈનલ ચિત્રો તૈયાર થયાં જે અને અગાઉની આવૃત્તિમાં બે રંગમાં બ્લોકો બનાવી છાપ્યાં હતાં. છઠ્ઠી આવૃત્તિમાં ભાઈશ્રી તે શાંત ગીરધરલાલ તરફથી આ ચિત્રોને ફરીથી ચીતરાવી ઓફસેટમાં સુંદર રીતે તયાર કરાવ્યાં. મુહપત્તીનું સંપૂર્ણ પડિલેહણ સંકડે ૯૫ ટકાને નહીં આવડતું હોય, તેઓ આ વિધિ શીખી ૮ શકે એ માટે મુહપત્તીનાં ચિત્રો પહેલવહેલાં જ પ્રગટ કરવામાં આવ્યાં છે. આમ એકંદરે આમાં ચાલીસેક ચિત્રો આપવામાં આવ્યાં છે. એક વાત સૌના અનુભવની છે કે શબ્દો દ્વારા જે વાત સમજાવી શકાતી નથી તે વાત . નાં જ ચિત્રો હોય તો તે એકદમ વધુ સારી રીતે અને શીધ્ર સમજાવી દે છે. ચકો ચિત્રોન રસપૂર્વક જોશ, ઉત્સાહપૂર્વક કંટાળે લાવ્યા સિવાય તેનું જ્ઞાન મેળવશે તો ? ચત્રો વધુ સારી રીતે, સરળતાથી સચોટ રીતે અને તીવ્ર વેગથી પોતાની વાતને સમજાવી દેશે. આ ચિત્રદશનની બીજી ખૂબી એ છે કે શબ્દોનું શ્રવણ કે વાંચન સ્મરણપટ ઉપર ટકે વા . પણ ટકે, પૂરું ટકે કે ન ટકે પણ ચિત્રો પોતાની છાપ હૃદયપટ ઉપર દીર્ઘકાળ સુધી મૂકી છે 3 જાય છે, અને ઘણી વાર એ છાપ અમિટ રીતે અંકિત કરી શકે છે. આજે તો એક બાબત વિશ્વપ્રસિદ્ધ, અનુભવસિદ્ધ બની ચૂકી છે કે પ્રજાને શકય હોય ત્યાં સુધી ચિત્રો, આકૃતિઓ દ્વારા જ્ઞાન આપો. - ચિત્ર દ્વારા મળવાતા જ્ઞાનમાં માથા કે મગજને ઝાઝી કસરત કરવાની ન હોવાથી તે જ્ઞાન આ સૌ હોશે હોશે રસપૂર્વક લે છે. અલ્પ સમયમાં પ્રાપ્ત થાય છે અને છતાં તે દીર્ઘ બની જાય છે. આટલું ચિત્રો અંગે કહ્યું. આ ચિત્રો પ્રથમ વ્યક્તિના સ્કેચ લઈને પછી તૈયાર કર્યા છે. આ સ્કેચનું પાત્ર હું જ હતો. આ ચિત્રોમાં ક્યાંક મતફેરી હશે, પણ ચિત્રો એકંદરે વધુ રીતે યોગ્ય થાય તે રીતે પ્રયત્ન જે સેવ્યો છે, એમ છતાં સુધારા વધારા સૂચવવા વાચકોને નમ્ર વિનંતિ છે. મુનિ યશોવિજય (વર્તમાનમાં આ. યશોદેવસૂરિ) ** ****** *** * * ** **** *** ** *** ** ****** *** સત્રન[ ૩૨૫ ] ka-acત્રરત્ર ત્ર ત્રક
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy