SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ******* ****************** ***** **** * ************ ************** ***ઋક્સ છે, જો તમો અડધો કલાકનો સમય વધુ આપવા તૈયાર હો તો હું તમને પ્રતિક્રમણનાં સૂત્રોનો ? * અતિ ટૂંકો ભાવ, સૂત્રો શરૂ થતાં પહેલાં કહું, જેથી તમને થોડા સંતોષ સાથે આનંદ આવશે, જે # પણ અમુક હા પાડે અને અમુકને ના ગમે તેમ હોય તો તમારો વધુ સમય લેવાની મારી તે ઇચ્છા નથી. સહુને વિશ્વાસમાં લેવા મેં આમ કહ્યું, એટલે ચારેબાજુએથી “અમારી હા છે, આ અમારી હા છે' એમ પ્રત્યુત્તર મળ્યો. નાના મોટા સહુએ રાજીખુશીથી કહ્યું એટલે મને બળ - * મળ્યું, અને પછી મેં છ આવશ્યક શું? તે કહીને પ્રથમ “સામાયિક' લીધું ત્યાંથી સમજણ આ આપવાનું શરૂ કર્યું અને પ્રતિક્રમણનાં તમામ સૂત્રો અને મુદ્રાઓનો પરિચય આપ્યો. અંતમાં સંતિકર પૂરું થયું ત્યારે ખાસા ત્રણ કલાક થવા પામ્યા પણ મારે કહેવું જોઈએ કે કોઈએ ? કશી ગરબડ કરી નહીં, અવાજ કર્યો નહીં. કોઈએ અરૂચિ દાખવી નહીં. પ્રતિક્રમણ પૂરું થતાં * સહુએ કહ્યું કે જીંદગીમાં પ્રતિક્રમણ શું છે? તે આજે જ જાણવા મળ્યું, ખરેખર! આજે અપૂર્વ આનંદ થયો. અમને એમ થતું કે મુનિરાજો અમને મુહપત્તીના કપડાંને ઉઘાડ-બંધ કેમ કરાવે # છે? વાંદણા વખતે કપાળ કેમ કુટાવે છે? અને તમો બોલે જાવ અને જ્યારે અમે કશું જ આ સમજીએ નહિ ત્યારે સાવ વેઠીયાવેઠ કરી લાગે, કંટાળો આવે, પછી ઊંધીએ, વાતો કરીએ કે એકબીજાના મોઢાં જોતાં બેસી રહીએ, અને જેલની સજાની જેમ સમય પૂરો કરીએ. આપે જે પ્રથા શરૂ કરી તે બધા મુનિરાજો અપનાવે તો અમારા જેવા અજ્ઞાન જીવોને આનંદ મળે અને ભાવ જાગે. તે જ વખતે લોકોએ માંગણી કરી કે “સંવત્સરીએ પણ આ ? જ રીતે સમજ આપશો?' મેં કહ્યું કે સહુનો મત થશે તો મને વાંધો જ નથી. આ વાતની કે અગાઉથી લોકોને જાણ થઈ ગઈ હતી. ચૌદશના પ્રતિક્રમણની હવા પણ લોકોએ ખૂબ ફેલાવી હતી, એટલે સંવત્સરીએ માણસોનો કદી ન થયો હોય તેવો ધસારો થયો. સાંકડે માંકડે પણ ૪ સહુ બેઠા અને તે દિવસે મેં સંવચ્છરી પ્રતિક્રમણની આરાધનાની મહત્તા કહેવા સાથે ચૌદશની * જેમ સમજાવ્યું. જનતાએ ખૂબ ખૂબ રસપૂર્વક સાંભળ્યું અને પ્રતિક્રમણ ઉઠયા પછી જનતાના આનંદોલ્લાસની સીમા ન હતી. ખાસા ચારેક કલાકે ક્રિયા પૂરી થઈ. આ પદ્ધતિ દાખલ કર્યા પછી પ્રારંભમાં તો આ પદ્ધતિ અમારા સંઘાડાના સાધુઓએ જે અપનાવી લીધી અને ધીમે ધીમે અન્ય સંઘાડાના સાધુઓએ પણ સારા પ્રમાણમાં અપનાવી છે. હું જોઉં છું કે આથી જનતાનો ભાવોલ્લાસ ખૂબ જ વધે છે, અને કંઈક સમજીને કર્યાનો આનંદ પણ મેળવે છે અને ગુરુઓ પ્રત્યે આદર-પ્રેમ વધે છે. આટલી પૌરાણિક ઘટના કહીને મૂળ વાત ઉપર આવું. હવે બધે સ્થળે સાધુ મહારાજ પ્રતિક્રમણ કરાવે એ શક્ય નથી હોતું એટલે મને એમ થયું કે હું પ્રતિક્રમણમાં જે કહું છું છે તે વાત થોડી વિસ્તારીને તેને સંવચ્છરી વિધિના પુસ્તક રૂપે જો છપાવવામાં આવે તો શહેરો ન માટે ખરેખર આશીર્વાદરૂપ થઈ પડે. આ વિચારમાંથી આ પુસ્તકનું સર્જન થયું અને તેનું પ્રકાશન થયું. આ પુસ્તક જનતાને કેવું ગમ્યું તે વિગતો પ્રકાશકીય નિવેદનમાં જણાવી છે, એટલે હું તે અંગે વિશેષ નિર્દેશ ન કરતાં એટલું જ જણાવું કે આ પુસ્તકને અગત્યના ઉપયોગી પુસ્તક છે તરીકે બિરદાવી મને ખૂબ હાર્દિક ધન્યવાદ પાઠવ્યા. | મુનિ યશોવિજય * ***** ****** ************* *** ***** *** * *** **[ ૩૨૩] k ** * * *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy