SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત સંવચ્છરી પ્રતિક્રમણતી સરલ વિધિતી પ્રસ્તાવતા વિ. સં. ૨૦૨૮ ઇ.સન્ ૧૯૭૨ આ પુસ્તકની જન્મકથા અને કંઈક કયિતવ્ય (જૂની આવૃત્તિમાંથી ઉદ્ધૃત) છેલ્લાં બાર વર્ષથી દરવર્ષે ચોમાસું બેસે અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિની પ્રેસકોપી મુદ્રણયોગ્ય બનાવવાની ઇચ્છા વેગ પકડે પણ વિશેષ પુરુષાર્થ થાય નહીં અને સંવત્સરી વીતી જાય અને હવે આવતા વર્ષે ઝડપથી તૈયાર કરી લેશું એમ મનોમન નક્કી કરું, પણ મારી શિથિલતાના કારણે વર્ષોનાં વર્ષો વીતી ગયાં. કોઈ કોઈ આત્માઓ આ માટે પ્રેરણા પણ કરતા, છતાં કાંઈ ફળ ન આવ્યું. વિ.સં. ૨૦૦૭માં પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનો પ્રસંગ બન્યો ત્યારે (૨૨ વર્ષ ઉપર) ભીંડી બજારના નાકે આવેલા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં પર્યુષણાપર્વની આરાધના કરાવવા માટે મને આજ્ઞા થઈ. હું મુનિવરશ્રી જયાનંદવિજયજી સાથે આરાધના કરાવવા ગયો. પર્યુષણમાં ચૌદસનું પક્ષી પ્રતિક્રમણ હતું. ઉપાશ્રય ચિક્કાર હતો, સામાયિક લઈ લીધા બાદ પ્રતિક્રમણ એટલે શું? એ કેવી રીતે કરવું જોઈએ? -વિધિ અને ભાવની શુદ્ધિ કેવી જાળવવી જોઈએ? તેમજ શાંતિ અને શિસ્તને કેવું માન આપવું જોઈએ? એ ઉપર બે શબ્દો કહ્યા, મુંબઈવાસીઓને થયું કે પ્રતિક્રમણની બાબતમાં આ રીતે આજસુધી કોઈએ અમને હિતશિક્ષા આપી નથી. ક્યારેય અમને પોતાના ગણીને અમારા ઉપર ભાવદયા કરી પાંખમાં લીધા નથી.' મેં જોયું મારી વાત એમને ગમી છે, એટલે મેં કહ્યું કે આજનું પ્રતિક્રમણ બે કલાક ચાલે તેટલું
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy