SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ as પ્રસંગે ઠીક રીતે મેં પાઠના નિર્ણયો લીધા. કોઈ કોઈ પાઠ અંગે નિરાકરણ ન થઈ શક્યું, તેને કે R. આગળ ઉપર મુલતવી રાખી, ઋષિમંડલસ્તોત્રની પ્રથમવૃત્તિ એકસોથી વધુ પાઠભેદો છપાવવા , પૂર્વક આકર્ષક રીતે, એક નમૂનેદાર સંપાદન તરીકે વિ. સં. ૨૦૧૨ માં છપાવી હતી. વિ. = સં. ૨૦૧૭માં બીજી આવૃત્તિ અને વિ. સં. ૨૦૨૩માં ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઇ. ત્રીજી અને ક આવૃત્તિમાં સંતોષ થાય તે રીતે લગભગ બધો પાઠ વ્યવસ્થિત થવા પામ્યો. એકાદ બે સ્થળે તે મને સંતોષ નથી થયો, તેનું નિરાકરણ થશે તો ચોથી આવૃત્તિ દીવાળી બાદ છપાવવા વિચાર વે છે, ત્યારે તેમાં સંપૂર્ણ પાઠ વ્યવસ્થિત અપાશે. ઘણા વખતથી હસ્તલિખિત અને મુદ્રિત બંને પ્રતિ-પુસ્તકમાં જાતજાતના પાઠભેદો ચાલ્યા કદ આવતા હતા. કેટલાક તો અર્થસંગત ન હતા, તેમજ ભાષાની દૃષ્ટિએ અશુદ્ધ હતા. તેનું શક્ય છે શુદ્ધિકરણ કર્યું છે. ની ગાથાઓ, લબ્ધિપદો તથા દેવીનામોના ક્રમમાં અવ્યવસ્થા હતી, છે. તે ક્રમ સુધારીને આપ્યો છે. લગભગ અનેક બુકોમાં છાપેલા બૃહદ્ ઋષિમંડલસ્તોત્રમાં વૈર્ટ તે પાઠ છપાએલો છે. “સ્વાધ્યાયસાગર' અને તે પછી હમણાં જ નવા નવા બહાર પડેલાં કેટલાક ક પુસ્તકોમાં આ જ પાઠ ચાલુ રહ્યો છે. વળી લઘુ કે બૃહદ્ સ્તોત્રની ગાથા ૧૯મા તુર્યસ્વરસમાધુરો પાઠ આવે છે, એ પાઠ હસ્તલિખિત સો પ્રતોમાં જોવા મલ્યો અને છાપેલા એક તે પુસ્તકોમાં પણ એ જ રીતે છાપ્યો છે. અર્થની દૃષ્ટિએ આ ગાથાની વિચારણા કરી ત્યારે તે અર્થ અધૂરો જ રહ્યો. વળી અહીં સમા પાઠ કોઈ વિશેષ અર્થદ્યોતક ન હતો. પછી ગઈ પદ તૈયાર કરવામાં ના અર્થ કોઈ શબ્દથી સાબિત થતો ન હતો. શું કરવું? પછી મને સૂછ્યું : કે સમા ની જગ્યાએ ના જો હોય તો સંપૂર્ણ રીતે અર્થસંગતિ થાય, એટલે મેં સમા ની જગ્યાએ ના પાઠ ગોઠવી તુર્યતત્તાપૂરો પાઠ બીજી આવૃત્તિમાં સુધારી નાંખ્યો અને ત્રીજી આ આવૃત્તિમાં પાછળથી મળેલી હસ્તલિખિત પ્રતિમાં એ જ પાઠ મળી આવ્યો. તે પાઠનો બ્લોક તેમાં પ્રગટ કર્યો છે. તે ઉપરાંત બૃહસ્તોત્ર પાઠમાં ભવનેદ્રવ્યન્તરેન્દ્રથી લઈને લબ્ધિપ્રાપ્ત મુનિઓને નમસ્કાર ક કરતાં નામપદો બોલાય છે. એમાં પણ ઘણી અસ્તવ્યસ્તતા તથા અશુદ્ધિ હતી. મેં પ્રાચીન યંત્રો. મિ પૂજનવિધિ તથા પ્રતિઓ જોઈ એ ક્રમઃ વ્યવસ્થિત કર્યો અને નામની અશુદ્ધિઓ લાગી, તે પણ કોઈ સુધારી નાંખી છે. નવા નવા પુસ્તકોમાં ઋષિમંડલ સ્તોત્ર માટે સંપાદકો કે પ્રકાશકો મારી સંપાદિત આવૃત્તિનો જો ઉપયોગ કરશે તો શુદ્ધિ અને એકવાક્યતાનું ધોરણ સારૂં જળવાશે. આ ગ્રંથનો અનુવાદ ઘણા પરિશ્રમપૂર્વક સુંદર રીતે થયો છે. આ જાતના અનુવાદવાળું પુસ્તક મારા ખ્યાલ મુજબ પહેલું છે. અને આના નિત્ય પાઠકો વધુ હોવાથી ભક્તામરસ્તોત્ર કરતાંય આનો આદર વધુ થશે. અનુવાદમાં શીઘતા દોષ કે કોઈ ભાગ ધ્યાન બહાર જવાના કારણે સંભવિત છે કે ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો વાચકો સુધારીને વાંચવાનો ખ્યાલ રાખે. Seekersec===see eeeeeeeeeees [ ૩૧૪]Eacedese eeeeeeeeeeeeeek
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy