SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ **************必选法选出光米米米米米米米米米米米米米米米米 છે. સંસ્કૃત ભાષાનું મધુર સ્તોત્ર હોવાથી તે ખૂબ આદરપાત્ર બનેલું છે. આ સ્તોત્ર સુંદર હોવાના કારણે ફ્રાન્સ દેશના વતની ડો. ગીલ્બર્ટ જેઓ અત્યારે એક સાધના આશ્રમ જેવું કંઈક ચલાવે છે. તેઓ ૧૦ વરસ ઉપર ભારત આવેલા, ત્યારે ધર્માનુરાગી શાહ કેશવલાલ મોહનલાલ તેમને મારી પાસે લાવેલા. બે-ત્રણ વખત મુલાકાતો થયેલ અને તે ને એમણે ઋષિમંડલ સ્તોત્ર, મન્ન, યત્ર ઉપર મારી પાસેથી જાણકારી મેળવી, પ્રશ્નોત્તરી પણ 5 કરેલી. તેથી તેઓ સ્તોત્રથી પ્રભાવિત થયા અને તેના વસ્ત્રો, સ્તોત્ર, પુસ્તકો લઈ ગયા. પાછળથી તેનો યથાર્થ ઉચ્ચાર થઇ શકે તે માટે તેમણે તેની ટેપ મંગાવેલી, તે પણ મોકલાવી આપી. અને તે દ્વારા તેઓ આજે સ્તોત્રપાઠ કરતાં અને અન્યને સંભળાવતા થઈ ગયા છે. આનો પ્રભાવ કેવો છે? તેનું દિગદર્શન લેખકે આ પુસ્તકના પ્રારંભમાં જ કરાવ્યું છે. તે કે પણ જો આના અનેક પરમારાધકોના અનુભવો એકઠા કરીએ તો ખાસું એક દળદાર પુસ્તક | બની જાય આ સ્તોત્ર અનુવાદ સાથે બહાર પડી રહ્યું છે, તેથી ઘણાને આનંદ થશે. આ સ્તોત્રના કે જે અનુવાદો બહાર પડ્યા છે, તેમાં આ અનુવાદ મારા ખ્યાલ મુજબ સહુથી શ્રેષ્ઠ અને ઉપયોગી બન્યો છે. આ પુસ્તકની પ્રેસ કોપી વિદ્વાન આ. શ્રી ધર્મધુરંધરસૂરિજી પાસેથી તપાસીને આવ્યા બાદ તે કીમેં તપાસી. મૂલપાઠ અને અનુવાદ જોઈ ગયો. લેખકે મૂલપાઠ નક્કી કરવા માટે મુખ્યત્વે મારી 34 - સંપાદિત આવૃત્તિઓને આધારભૂત રાખી હતી. મારી પ્રથમવૃત્તિમાં ૧૦૦થી વધુ પાઠભેદો છાપ્યા હતા. નીચે છાપેલ પાઠભેદોમાંથી કોઇક કોઇક પાઠ મૂલમાં મૂકવા અને મૂલનો પાઠભેદ - પાદનોંધ માટે પસંદ કરવો એવું લેખકને અર્થની દૃષ્ટિએ વધુ યોગ્ય લાગતાં તેમણે પોતાની ક પ્રેસકોપીમાં તે રીતે સ્થાન આપેલું હતું, પણ મેં નક્કી કરેલા પાઠ પાછળ ઉંડી સૂઝ અને સંશોધન હોવાથી આમ કરવું ઉચિત ન લાગવાથી, વળી ભિન્ન ભિન્ન પુસ્તકોમાં વાચકોને માટે ક વ્યામોહ, ઊભો થાય તે પણ યોગ્ય ન લાગવાથી, લેખકે મારી સાથે ચર્ચા કરીને ચાર-પાંચ ' સ્થળોનો સૂચવેલો સુધારો માન્ય રાખ્યો. ફૂલ અને અનુવાદનાં કેટલાંક સંદિગ્ધ સ્થળો પણ : ઘટતા સુધારાવધારા સાથે પરિમાર્જિત કર્યા. જેથી મારા અને એમના પાઠ વચ્ચે બહુધા સમાનતા જળવાઇ રહી, જે યોગ્ય જ થયું. અલબત્ત, એક વાતનું સ્પષ્ટીકરણ કરું કે સ્તોત્રકર્તાની દષ્ટિએ એમને માન્ય-યથાર્થ પાઠ Re કરો હશે ? ગાથાઓનો ક્રમ શું હશે? તે જ્ઞાની જાણે. કારણ કે આના આરાધકો-ઉપાસકોની તે વિશાળ સંખ્યા અને વીતેલો સેકડો વરસનો કાળ આ બંનેના કારણે મૂલપાઠ અને મૂલમંત્રમાં As એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી કે બંનેનું અસલીયતપણું શું હતું? તે નક્કી કરવું આજે તે ઘણું કપરું છે. એમ છતાં અર્થ અને પરંપરાની સદ્ધરતા શું છે? એ બંને બાબતોને સામે As રાખીને મૂલકર્તાના અભીષ્ટ પાઠની વધુમાં વધુ નજીક પહોંચવા પ્રયત્ન કરવો એમ વિચાર્યું તો અને ભારતના મહત્ત્વના જૈન જ્ઞાનભંડારોની 100 થી વધુ પ્રતિઓ મંગાવીને જોઇ. એના કે તે સંખ્યાબંધ યંત્રો જોયા. મારી અલ્પ–સ્વલા સૂઝ મુજબ વિવેકદૃષ્ટિ જાળવીને પહેલી આવૃત્તિ પર ================= [ ૩૧૩] k e eze s =========
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy