SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ *****おおおおおおおさささささささささささささささががががががががが ૨. જેનાથી રાગ-દ્વેષનો ક્ષય થાય તેવું ધર્મધ્યાન. ૩. મોક્ષમાર્ગ ઉપર પ્રયાણ. ૪. જેનાથી મોક્ષમાર્ગની સારી રીતે આરાધના થાય, અથવા જે દ્વારા એ માર્ગ પ્રતિ પ્રસ્થાન થાય તે. ૫. ઇન્દ્રિય પ્રણિધાન. ૬. શુભ-ભાવલેશ્યારૂપ અધ્યવસાય. ૭. મુક્તિના સાધનરૂપ સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના. ૮. રત્નત્રયીની આરાધનામાં પ્રશાન્તવાહિતાપણું. ૯. ચિત્તની વિક્ષેપ વિનાની અવસ્થા.. ૧૦. ચિત્તનો સમાધિ-સ્વસ્થ પરિણામ. ૧૧. ચિત્તની સર્વથા એકાગ્રતા. ૧૨. ચિત્તનો નિરોધ. ૧૩. શુભ ધ્યાન ૧૪. ધ્યાનનું ફળ. ઉપરોક્ત "અર્થી વિવિધ જૈન આગમો અને અન્ય પ્રકરણાદિગ્રન્યો અને ટીકાઓમાં વિવિધ પ્રસંગોને અનુલક્ષીને જે આપ્યા છે તે નોંધ્યા છે. “સમાધિના ભેદ-પ્રભેદો આ સમાધિ દ્રવ્ય અને ભાવથી, તેમજ ભૌતિક અને આધ્યાત્મિકથી બે પ્રકારે છે. જ્ઞાનસમાધિ, દર્શનસમાધિ અને ચારિત્રસમાધિ આ પ્રકારથી ત્રણ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ભેદે, તેવી જ રીતે નામ, સ્થાપનાદિ નિક્ષેપાની દૃષ્ટિએ ચાર પ્રકારની પણ સમાધિ છે, અને દસ પ્રકારની સમાધિ પણ છે. ચિત્તની વૃત્તિઓની ઉપશાન અવસ્થા છે. કરણસાધનમાં સમાવી તે વિત્તમનેતિ સમાઃ જેનાથી ચિત્તવૃત્તિ રોકાય તેવો ઉપાય કે સાધન. આ ભાવસાધન અર્થને લઈને જ પતંજલિએ યોગદર્શનમાં યોજાઃ-સમાધિ: આવું કહીને યોગને ક જ સમાધિ કહી છે. અહીંયા યોગ શબ્દ પણ ગર્યો ધાતુ ઉપરથી નહિ, પણ સમાધિ અર્થમાં જ વપરાએલા ‘પુનું' ધાતુ ઉપરથી બન્યો છે. એ ધ્યાનમાં રાખવું ઘટે. ૧. યોગદર્શનમાં સર્વમમઃ પિત્તી ઘર્મ | મનના સાર્વભૌમ ધર્મને જ સમાધિ કહી છે. ૨. યોગ દર્શનકારે--સમાધિના અસંપ્રજ્ઞાત, સંપ્રજ્ઞાત, સબીજ, નિર્બીજ, સવિકલ્પ, નિર્વિકલ્પ એવા ભેદો બતાવ્યા છે. આ ભેદો જૈન સિદ્ધાંત મુજબ આઠમા ગુણસ્થાનક પછી પ્રાપ્ત થાય છે. અહીંયા આનું કોઈ વિશેષ પ્રયોજન નથી, બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવી ઘટે કે યોગદર્શન ગ્રન્થની પ્રક્રિયા જોડે જૈન દર્શનનું બહુધા : સામ્ય હોવાથી સ્વ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે તેના ઉપર સંક્ષિપ્ત ટીકા રચી છે, અને પતંજલિની સૂત્રરચનાને મઠારી છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy