SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત સમાધિ મરણની ચાવીની પ્રસ્તાવના વિ. સં. ૨૦૨૪ ૨૧ પ્રસ્તાવના ઇ.સત્ ૧૯૬૮ લેખકઃ પરમપૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ. આ પુસ્તકનું નામ ‘સમાધિમરણની ચાવી’ છે. એમાં સમાધિ અને મરળ અને ચાવી આ ત્રણ શબ્દો છે. આ ત્રણના મૂલભૂત અર્થોને સમજીએ. આ ‘સમાધિ’ એ માત્ર ટૂંકા અર્થને જણાવી દેનારો શબ્દ નથી પણ પોતાના ગર્ભમાં અનેક ગંભીરાર્થોને દબાવીને બેઠેલો મહાશબ્દ છે. સમાધિ શબ્દોના અર્થો સમાધિ--‘સમ્ ઉપસર્ગપૂર્વક ‘આધિ’ શબ્દનું જોડાણ થતાં ‘સમાધિ’ શબ્દ નિષ્પન્ન થાય છે. હવે આ શબ્દના વ્યુત્પત્તિ વગેરેથી નિષ્પન્ન થતા અર્થોને જોઈએ. યદ્યપિ આ શબ્દની વ્યુત્પત્તિઓ-અર્થે વિવિધ પ્રકારે ઉપલબ્ધ થાય છે. દર્શનશાસ્ત્રો, આગમશાસ્ત્રો અને વિવિધ કાર્યક્ષેત્રો, સંદર્ભો વગેરેની દૃષ્ટિએ, તેના વિવિધ અર્થો કરવામાં આવ્યા છે. અહીંયા તો જૈનશાસ્ત્રગત અર્થ અથવા જૈન મતાભિમત અર્થ કે તે અર્થને પુષ્ટિ આપતો અર્થ જ અભિપ્રેત હોવાથી તે અર્થોને સમજીએ. 'સમાધિ-(૧) ચિત્તવૃત્તિઓનું સમાધાન, ઉપશમ, સમતા, રાગદ્વેષાદિનો અભાવ. ૧. ‘સમાધિ’ શબ્દ ભાવસાધન અને કરણસાધન રૂપે છે. એનો ભાવસાધન અર્થ સમાધાનું સમાધિઃ,
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy