SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ******************************************************* ********************************** સમાધિનો ફલિતાર્થ આ બધાયનો ફલિતાર્થ એ છે કે, જેનાથી રાગ-દ્વેષનો ક્ષય થતો જાય એવી ચિત્ત--મનની (ઉપયોગની) સમત્વ અવસ્થા તેનું નામ 'સમાધિ. પુસ્તકનું નામ ‘સમાધિ મરણની ચાવી' છે. સમાધિનો અર્થ કહ્યો, ‘મરણ’ એટલે મૃત્યુ. પ્રાણોનું વિસર્જન થાય કે આયુષ્ય કર્મનો ક્ષય થાય તેને મરણ કહેવાય છે. અને ‘ચાવી’ એટલે ઉપાય. ગ્રન્થના નામનો આ શબ્દાર્થ, સાદા શબ્દોમાં કહીએ તો-સાચી શાંતિપૂર્વકનું મૃત્યુ. સમાધિમરણની ચાવી નામ કેમ રાખ્યું? શંકા--સમાધિમરણની ચાવી એને બદલે ‘સમાધિ જન્મ’ની ચાવી કે સમાધિ જીવનની ચાવી’ આવું નામ કેમ ન રાખ્યું? અહીં એવો તર્ક પણ થઈ શકે! કહેવત એનો ખુલાસો એટલો જ કે--સામાન્ય માનવી માટે ‘સમાધિ જન્મ’ શક્ય નથી, પણ ‘સમાધિ જીવન' શક્ય છે. અને એવું જીવન જ સમાધિ-મરણ માટે કારણરૂપ છે. એટલે ‘સમાધિ જીવન' નામ આપી શકાય. પણ એ નામ કરતાં ‘સમાધિમરણ' આ નામ આપવું વધારે સાર્થક છે. કારણ કે મનુષ્ય તેનું સદ્ભાગ્ય હોય તો ‘સમાધિજીવન' જીવી જાય ખરો, પણ ઘણીવાર તેનો અા બગડી જાય એવું બને! એટલા માટે આપણે ત્યાં કહેવત છે કે--જેનો છેડો સારો તેનું બધુંય સારૂં' આ પણ એ જ વાત કહી જાય છે. ઘણીવાર જન્માન્તરના કોઈ પાપોદયે, પછી તે સંસારી કે સાધુ, પણ અન્તિમ જીવન કે અન્તિમ સમય એવો અસમાધિમય થઈ જાય કે તેની મૃત્યુની દુ:ખદ બની જાય. એટલે ખાસ કરીને વયોવૃદ્ધ એવો સુજ્ઞ મનુષ્ય, સાજો હોય કે માંદો, પણ તે પોતાનું મોત બગડી ન જાય તેની ચિંતા સેવતો હોય છે. આ લગભગ સહુના અનુભવની બાબત છે. આર્યસંસ્કૃતિને વરેલાઓ, તેમજ ધર્મજ્ઞ કે ધર્મિષ્ઠ ગણાતા માનવીઓ આવી ચિંતા સેવે તે સ્થાને પણ છે. હોય ક્ષણો સમાધિનું મહત્ત્વ વળી આપણે મંદિરમાં જઈને પ્રભુ સમક્ષ જે ‘ચૈત્યવંદન’ કરીએ છીએ, તેમાં આવતા ‘જયવીયરાય’ થી ઓળખાતા પ્રાર્થના સૂત્રમાં ‘સમિરણં ચ’૧ રોજ બોલીએ છીએ, એટલે કે હે ************************* ૧. અજૈન ગ્રંથ સ્કંદપુરાણમાં યસમ યોત્ર નીવાત્મ પરમાત્મનોઃ, સ નષ્ટસર્વસં~: સમાધિ, અર્થાત્ જે અવસ્થામાં તમામ સંકલ્પ-વિકલ્પાદિ ચિત્તવિકારોનો નાશ થઈ જતાં જીવાત્મા પરમાત્મા તુલ્ય બની જાય, તેનું નામ સમાધિ. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય તે. આ યોગના અષ્ટાંગમાં આવતી જે ‘સમાધિ’ તેને લાગુ પડે છે. વળી યોગના અષ્ટાંગની સમાધિ જે અર્થમાં દર્શાવી છે, સર્વથા એ જ અર્થમાં આ પ્રકરણની ‘સમાધિ’ ન ઘટાવવી. *********************** ૨. પાપકર્મની નિન્દા, સર્વ જીવો સાથે ક્ષમાપના, શુભભાવના અરિહંતાદિ ચારે શરણાંનું શરણ, નવકારમંત્રનું રટણ અને અનશન વ્રત આ બાબતોથી યુક્ત મરણને સમાધિમરણ--શાંતિપૂર્વકનું મરણ કહેવાય છે. આ મોક્ષનું અનન્ય સાધન છે. *************** [ 21 ] **********************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy