SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કટ ધ્યાન અને ભક્તિનો અજોડ પ્રભાવ માનસશાસ્ત્રનો એક નિયમ છે કે જે વસ્તુનું વારંવાર અવિરત શ્રવણ મનન, ચિંતન, છે નિદિધ્યાસન, રટન કે ધ્યાન કરવામાં આવે તો તે વસ્તુની પ્રાપ્તિ થાય છે અને હજુ એમાં છે આગળ વધીને ધ્યાન' જ્યારે તેની પરાકાષ્ઠાએ પહોચે અને ધ્યાતા તથા ધ્યેય વચ્ચેના ભેદનો $$ છેદ ઉડી જાય ત્યારે તે આત્મા જેનું ધ્યાન કરે છે, તે રૂપ બની જાય છે. | તિર્થી જીવનો દાખલો જોઈએ. ભ્રમરીના દરમાં લાવવામાં આવેલી ઇયળ, ભ્રમરીના ગુંજનમાં ભ્રમરીનું ધ્યાન કરતી 8 લલીન બની જાય છે, તે વખતે એવું એક કર્મ બાંધે છે કે તે ત્યાં મરીને, ત્યાંને ત્યાં જ જે ભ્રમરી રૂપે જન્મ લે છે. આ જાતનો ઉલ્લેખ ભારતીય ગ્રંથોમાં મળે છે અને એ ઉપરથી જ & ઇલિકાભંગી' નામની કહેવતસ્વરૂપ ન્યાયોક્તિનો જન્મ થયો છે. હવે મનુષ્યનો દાખલો વિચારીએ. જ ઉપર માનસવિજ્ઞાનનો જે સિદ્ધાન્ત રજૂ કર્યો, તે મુજબ ધ્યાતા-ધ્યાન કરનારો આત્મા, જ પોતાના ઇશ્વરપ્રણિધાનરૂપ ધ્યાનને તેની પરમ સીમાએ પહોંચાડે છે, ત્યારે તે “ગપ્પા સો પરમપા'ની પરમોક્તિનો સાક્ષાત્કાર કરે છે અને ધ્યાન પોતે જ ધ્યેય સ્વરૂપ બની જાય તેવા જે પ્રકારના નામકર્મને બાંધે છે. તે ઉપર મહારાજા શ્રેણિકનો દાખલો નોંધપાત્ર છે. છે અઢી હજાર વર્ષ ઉપર થયેલા મગધેશ્વર મહારાજા શ્રેણિકની, તીર્થકર ભગવાન શ્રી મહાવીર 9 પ્રત્યે અનહદ અને અદ્ભુત ભક્તિ જાગી ગઈ હતી. તેણે પોતાનું સર્વસ્વ ત્રિકરણયોગે ભગવાનના 9 ચરણે સમર્પણ કરી દીધું હતું. હૈયામાંથી પૂર્વ વયનો અથવા મારા-પરાયાના ભેદનો વિચ્છેદ થઈ 9 ગયો હતો, અર્થાત્ ભેદની દિવાલ દૂર થતાં બંને વચ્ચે અભેદભાવ સર્જાઈ ગયો હતો. 9 ભક્તિભાવનાની અખંડ જ્યોત ઝળહળતી પ્રજ્વલિત બની ગઈ હતી. વીર વીર વીર’ આ નામની લગન લાગી ગઈ હતી. રામભક્ત હનુમાનજી માટે એમ કહેવાય છે કે--રામ પ્રત્યેની તેની ભક્તિની પારખ કરવી જે હોય તો તેના શરીરના કોઈ પણ ભાગને કાપો, તો ત્યાં તમને રામ રામ એવા શબ્દો જ વાંચવા મલે, યા તેવા ધ્વનિનો નાદ સાંભળવા મળે! એવું જ બહિરાત્મદશાવાળા મહારાજા શ્રેણિક માટે & હતું. એમના દેહને કોઈ કાપે તો વીર વીર એવા શબ્દોનું દર્શન-શ્રવણ થાય. મહારાજા શ્રેણિકનું તીર્થકર થવું આવી પI ભક્તિનું પરિણામ તો જુઓ, કેવું અદ્ભુત, કેવું અજોડ, કેવું સર્વોત્કૃષ્ટ આવ્યું! 9 છું તીર્થકર જેવું સર્વોત્તમ નામકર્મ બાંધી દીધું, પોતાનો આત્મા પરમાત્મા બને તેવું ફળ મેળવી લીધું છે. અને તેય બહુ લાંબા ગાળા માટે પણ નહીં એટલે કે આગામી ચોવીશીના જ પહેલા તીર્થકરરૂપે છે. તેઓ જન્મ ધારણ કરશે. #eeeeeeeeee [ ૨૫૪ ] ®eeeeeeeeeeઠ્ઠW ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©%%%ER
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy