SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ SISAASSSSSSSSSSSSSSSSSSSSSSSSSS FXSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSXSXSXSXSXSXSXSXSXSA છે જ્યારે આ મંત્રમાં જે અક્ષરો છે તે જ રહેવાના. ગઈ અનંતી ચોવીશી કે વીશીમાં એ છો. જ જ હતા. અને ભાવિ અનંતી ચોવીશી-વીશી સુધી એ જ રહેશે. એની પુષ્ટિમાં જાતિસ્મરણનો જે પ્રસંગ ટૂંકમાં સમજીએ તો પ્રસ્તુત બાબતની વધુ પ્રતીતિ થશે. જાતિસ્મરણ એટલે ગત જન્મોને વર્તમાન જીવનમાં જ્ઞાન દૃષ્ટિથી (ચર્મચક્ષુથી નહિ) છે છે) જોવા તે. આ ગત જન્મના જ્ઞાનમાં કાલ કે પદાર્થ વગેરે નિમિત્ત બને છે. પ્રસ્તુત વ્યક્તિના છે) આત્મામાં જે વસ્તુનો સંસ્કાર જોરદાર પડ્યો હોય તે વસ્તુ જલદી નિમિત્ત બની જાય છે. અને છે છે) એ વસ્તુ નિમિત્ત બનતાં કેટલાકને તરત મૂર્છા આવી, થોડીવારમાં તે દૂર થાય છે. આવરણના ) પડદા ખસવા માંડે ત્યારે આમ બને, જ્યારે કેટલાકને વિના મૂર્છાએ એવું બને. પછી તરત ? @ જ ગત જન્મની બધી ઘટનાઓને તે જ્ઞાનથી જોઈ-જાણી શકે છે. છે. શાસ્ત્રમાં “નમો રિહંતા પદના શ્રવણથી જાતિસ્મરણ થયાના સંખ્યાબંધ દાખલાઓ જે નોંધાયા છે. તે પૈકી જાણીતો દાખલો જોઈએ. સીલોનની રાજકુમારી સુદર્શના, રાજદરબારમાં પોતાના પિતાની બાજુમાં બેઠી છે. ઝવેરાત છે © વેચવા આવેલા એક જૈન વેપારીને વાત કરતાં છીંક આવી. જેને પ્રજાના સંસ્કાર મુજબ અમંગલ ) નષ્ટ કરવા તેને “નમો અરિહંતા' પદનો મંગલ ઉચ્ચાર કર્યો. આ પદાક્ષરો સુદર્શનાના કર્ણપટ ) 9 ઉપર અથડાતાં, સુદર્શના વચમાં આ શું બોલ્યો? એનો વિચાર કરવા લાગી. વિચારણામાં તન્મય ) શ થતાં જાતિસ્મરણ જ્ઞાનનો પ્રકાશ થઈ રહ્યો હતો, એટલે મૂર્છા આવી ગઈ. પછી ચેતના આવતાં શું તાજો જ છોડેલો “સમળી’નો પક્ષી તરીકેનો જન્મ, અત્ત સમયે મુનિરાજે સંભળાવેલો . નવકારમંત્ર, એ બધું ચિત્ર આત્મપ્રત્યક્ષ થયું. જો કે આ તો તાજી જ બનેલી ઘટના છે, પરંતુ અનેક વરસો પહેલાં સાંભળેલા અને ખૂબ ખૂબ રટણ કરીને ઘૂંટેલા નવકારમંત્રના દઢ સંસ્કારને આ કારણે વરસો પછી પણ કાને પડતાં જાતિસ્મરણ થઈ શકે છે. કોઈ પણ ચોવીશી કે વીશીમાં, ધાર્મિક ક્ષેત્રે જાતિસ્મરણ જ્ઞાન થયાનું નોંધાયું છે, ત્યાં “નમો અરિહંતા' કે “નવારમંત્ર' ને જ છે કારણ તરીકે નોંધ્યો છે. છે આથી એક વાત નિશ્ચિત છે કે આ મંત્ર અક્ષરાનુપૂર્વીથી દરેક કાળમાં વિદ્યમાન રહે છે. હૈ જી આત્માનું ચૈતન્ય, અગ્નિનું ઉષ્ણત્ત્વ સહભાવિ તરીકે અનાદિ અનંતકાલ સુધી રહેવાવાળું છે. છે છે એવી જ રીતે આ મંત્રનો રચનાર કોઈ નથી. એની આદિ કે અંત પણ નથી. આના મંત્રાક્ષરો છે) અનાદિ સંસિદ્ધ છે. “અનાદિ અનંતકાળ' નામના અભિનવ આયુષ્યવાળા છે. ૧, જાતિ એટલે જન્મ. ૨. જયપુરના પ્રો. એચ. બેનરજી.-જેઓ પૂનર્જન્મના સિદ્ધાન્તની સત્યતા માટે સંશોધન જ કરી રહ્યા છે; તેઓ જાતિસ્મરણ (ગતજન્મની જ્ઞાનચેતના) વાળી વ્યક્તિઓ વર્તમાન વિશ્વ ઉપર ૫૦૦થી વધુ હોવાની ખાત્રીપૂર્વકની વાત જણાવે છે. ૩. અનાદિસંસિદ્ધ ઉપર કેટલાંક પ્રમાણો જોઈએ. -- શાયતોનરિસિદ્ધનું, વનતાનું યથા મનર મૂનમત્રો ૬ --ણી માત્રનો. (પં. ન. ફલ) આગે ચોવીશી હુઇ અનંતી, હોશે વાર અનંત; નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાંખે અરિહંત. -- અનંત ચોવીશી આગે માનિઉં, પંચપરમેષ્ઠિ ધ્યાન. Backererererererereres [243] Xeedeleeeteeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy