SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ F*SSSSS+S+S+S43151S+SS4SSISISISISXSXSXSXSXSSS નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મનું અસ્તિત્વ નવકારમંત્રના પાંચ પદોમાં દેવ, ગુરુ અને ધર્મની ત્રિપુટી કેવી રીતે ગોઠવાયેલી છે, તે છે સમજી લઈએ. નાનકડા નવકારમંત્રની ખૂબીઓ અનેકાનેક છે. પરંતુ મર્યાદા ગુણના નિયમવાળી રે, . પ્રસ્તાવનામાં કેટલું લખાય? એમ છતાંય અહીંયા મહત્ત્વની મુખ્ય મુખ્ય બાબતોની થોડી ઝાંખી છે કરી લઈએ. બાકી તો અન્ય ગ્રંથો તેમજ પ્રસ્તુત પુસ્તક દ્વારા ઘણું જાણવા મળશે જ. પ્રારંભના બે પદો અરિહંત અને સિદ્ધ એ ટેવ સ્થાનીય છે. એમાંય પ્રથમ પદે રહેલા દેવ છે છે સાકાર અથવા સકલ સ્વરૂપ છે અને બીજા પદે રહેલા દેવ નિરાકાર યા નિષ્કલ સ્વરૂપ છે. આમ જ છે બંને પ્રકારના સ્વરૂપોની આરાધના બે પદમાં સમાઈ જાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ છે ત્રણેય પદો ગુથ સ્થાને છે. પાંચેય ગુણી છે. ગુણી ગુણ વિનાનો કદિ હોતો નથી. આ પાંચેય છે સદ્ગુણસંપન્ન મહાત્માઓ છે. અહીં આ ગુણોથી સભ્ય એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદિ છે લેવાનાં છે. આ ગુણો ઘર્ષ સ્થાને છે. એટલે નિશ્ચિત થાય છે કે આ મહામંત્રની ઉપાસના કરવી, એ દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવા બરાબર છે. નવકારમંત્ર શબ્દાર્થ કેવી રીતે શાશ્વતો છે? નવકાર મંત્ર શાશ્વતો છે, એટલે શું? શાશ્વતાપણું બે રીતે હોય છે. દ્રવ્યનું અને ગુણનું. એ જ રીતે શબ્દથી અને અર્થથી હોય છે જ છે. અહીં આ શબ્દાર્થ પૂરતો જ વિચાર કરવાનો છે. પ્રસ્તુત નવકાર શબ્દ, અર્થ કે શબ્દાર્થ છે એ ત્રણેયમાં શાથી શાશ્વતો છે? એનો જવાબ એક જ છે કે તે શબ્દાર્થથી શાશ્વતો છે અર્થાત્ છે) છે તે શબ્દ અને અર્થ ઉભયથી શાશ્વતો છે. શબ્દથી શાશ્વતાપણું એને કહેવાય કે જે વર્ણો, જે રીતે હોય તે વણે, તે જ રીતે ત્રણેય જી કાળમાં વિદ્યમાન રહે. નવકારમંત્રના અક્ષરો માટે એમ જ છે. જેમ કે “નમો અરિહંતાણં' આમાં નકારોત્તર અકાર, અકારોત્તર મકાર, મકારોત્તર ઓકાર એટલે “નમો’ પદ નિખન થયું. પછી અકારોત્તર રકાર, રકારોત્તર ઇકાર, એમ ’ સુધી વિચારવું. આ જાતની અક્ષરાનુપૂર્વી અનાદિકાલ પહેલાં હતી, આજે છે અને ભવિષ્યમાં અનંતકાળ પછી પણ આ જ રીતે રહેશે અને અર્થ તો શાશ્વતો છે જ. છે. અહીંયા અગત્યની વાત સમજવાની એક છે કે અર્થથી શાશ્વત બાબતો અનેક છે. દાખલા તરીકે દ્વાદશાંગશ્રુત (જેનાગમશાસ્ત્ર) અર્થથી સદાય શાશ્વતું રહેવાનું છે, પણ શબ્દથી નહીં. શબ્દો ) © બદલાયા કરે, જેમ કે–પાણી, જલ, વારિ, અર્થથી જોઈએ તો સહુનો એક જ અર્થ નીકળવાનો, છું પણ શબ્દો એક નહીં. તે જુદાં જુદાં રહેવાના. તે રીતે દ્વાદશાંગીના શબ્દોમાં ફેરફાર થાય. Betekete/etetele de ses [242] *eetestetezierze
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy