SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રહસ્યમાં પરમરહસ્યપ તે ઉપરાંત પરમપુખ્ત, પરમાં, પરમશ્રેય આદિરૂપે બિરદાવવામાં આવ્યો છે. વળી તેને દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વના સારરૂપે ગણવામાં આવ્યો છે, એટલું જ નહિ પણ અસાધારણ હકીકત તો એ છે કે આગળ વધીને ‘દ્વાદશાંગી' રૂપે જ તેનો સ્વીકાર કરી નવકારને સર્વોપરિસ્થાને બેસાડ્યો છે અને પછી ‘નવકાર'ની આરાધનામાં સમસ્ત દ્વાદશાંગી શ્રુતની આરાધના થાય છે, એવું જાહેર કર્યું છે. નવકારનું મહત્ત્વ દર્શાવતું આથી વધુ કોઈ વિધાન નથી, અને હોઈ શકે પણ નહિ. આ મંત્રના પ્રભાવથી ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય અને શું પ્રાપ્ત થાય તે, તથા આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય અને શું પ્રાપ્ત થાય, તે અંગે થોડો દષ્ટિપાત કરી લઈએ. ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય? પ્રાચીનકાલની આખરી ઉપમાઓ દ્વારા તેને કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ, ચિંતામણિરત્ન વગેરેથી નવાજવામાં આવ્યો છે. આથી તમામ કામનાઓનો તે પૂરક છે, એવું સૂચવે છે. પૃથ્વી આદિ પંચભૂતોને લગતા ઉપદ્રવોમાં ધરતીકંપ, અકસ્માતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કુદરતી-અકુદરતી આગ, દાવાનલો, પ્રચંડ વાવાઝોડાંઓ વગેરે ઉપદ્રવો કે તેના ભયો પ્રાપ્ત થતાં નથી. સમસ્ત વિઘ્નો-આફતો-અનિષ્ટો નાશ પામે છે. અકાલમૃત્યુ કે અપમૃત્યુના પ્રસંગો બનતા નથી. દૈવિક, માનુષી કે પાવિક ભયો--ઉપદ્રવો, સર્પાદિકના વિષભયો, તથા ગામ, નગર, જંગલ કે પહાડ, ગુફા કે આકાશ, ગમે ત્યાં નવકારનું યથાર્થ સ્મરણ તેની રક્ષા--ચોકી કરે છે. દુરાચારો, દુર્જનતા ભેટતી નથી, ભૂત, પ્રેત, પિશાચ, નવગ્રહાદિકની પીડાઓ તથા કુટુંબી કલેશો થતા નથી, દૌર્ભાગ્ય, દુઃખ દારિદ્ર, રોગ, પરાભવ કરતા નથી. અપયશ, અપમાન કે તેજોવધની ઘટના બનતી નથી. લોકૈષણા, પુત્રૈષણા, વિતૈષણાદિ એષણાઓ નાશ પામે છે. ટૂંકમાં જ કહી દેવું હોય તો એમ કહેવાય કે વિશ્વ ઉપરનાં વિવિધ પ્રકારનાં સઘળાંય દુઃખો, ભયો અને ઉપદ્રવોથી તેનું રક્ષણ થાય છે. ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત થાય? આ મહામંત્રમાં બાહ્યાભ્યન્તર બંને પ્રકારનાં ફળો આપવાની શક્તિનાં કારણે, આત્માની મુક્તિમંજીલ તરફની કૂચમાં સહાયક બને એવા અર્થ, કામ અને સુખદ ભોગોની પ્રાપ્તિ, સુખ અને સંપત્તિ, ઋદ્ધિ અને સમૃદ્ધિ, જય અને વિજય, ધી અને શ્રી, પંચેન્દ્રિયની પટુતા, ૧. (૧) મૂર્ત્તષિ વારતાં, ત વ સમરળ (મરમિ) વ્યારણ નહીં અરિહંત નમોધારો, તદ્દા સો વારસંચત્તિ (ન. વ્યા.) ૨. નવકારાદિમંત્રની સાધના અને તેના વિવધ ફળોની પ્રાપ્તિ, આ બન્ને વચ્ચે વચગાળામાં એવી કઈ પ્રક્રિયા (પ્રોસેસ) ભાગ ભજવે છે કે મેગ્નેટશક્તિની જેમ ઉપરોક્ત ફળો ખેંચાઈ આવે છે? આ પ્રશ્નના જવાબ માટે ઘણી જગ્યા રોકાય તેમ હોવાથી જવાબ અધ્યાહાર રાખું છું. ૩. તેનુવપદુમ (ન. સ્વા.) *** [ ૨૪૯] ****** ****
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy