SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જેમાં ઉત્કૃષ્ટ સ્થાને રહેલી વ્યક્તિઓનો અથવા દેવ--દેવીઓ આદિનો આદર-સત્કાર કરવામાં આવ્યો હોય તે. અહીંયા બધાંય અર્થો ઘટમાન થાય તેમ છે. આમ છતાં સીધો સંબંધ પાંચમી વ્યુત્પત્તિ ધરાવે છે. આ નવકારમંત્રના પાંચ પદોના વર્ણો, શબ્દોનો પ્રભાવ, વળી પરસ્પર વર્ણો-શબ્દોના સંયોજનમાં ગૂઢ રહસ્યમય સંકલના વગેરે એવું છે કે તમે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ગણવા માંડો કે તમને તેનો પરચો દેખાવા માંડે. દૂર દૂરની આપત્તિઓ દૂર કરવા માનસિક સંકલ્પપૂર્વક ગમે તે સ્થળે આંદોલનો પહોંચાડવા હોય તો વિદ્યુત્તા મોજાંથી પણ વધુ ઝડપથી પહોંચી જાય અને અનિષ્ટો, ભયો, આપત્તિઓ, અમંગલોથી રક્ષણ થાય. મહાન આસ્માની--સુલતાનીની આફતો એટલે કે રાષ્ટ્રીય સંકટો કે કુદરતી પ્રકોપના પ્રસંગોએ આની વ્યક્તિગત કે સામુદાયિક યથોચિત આરાધના, એતવિષયક જ્ઞાતાના માર્ગદર્શન મુજબ થાય તો, એક એવું વાયુમંડળ સર્જાય કે જે સમગ્ર વિશ્વ ઉપર છવાઈ જાય અને માનુષિક, પ્રાકૃતિક કે જૈવિક તમામ અવ્યવસ્થાને વ્યવસ્થિત બનાવી દે. ઇતિહાસનાં પૃષ્ઠો આ વાતની ગવાહી-સાક્ષી પૂરે છે. નાનકડા નવકાર મંત્રનું કેટલું મૂલ્ય હશે? એની કોઈ કલ્પના આવી શકતી નથી. નવકારનું મહત્ત્વ અને મહિમા શાસ્ત્રકારો, પૂર્વાચાર્યો અને મુનિવરોએ જૈનધર્મના મહાપ્રાણસમા, જૈન શાસનના સર્વસ્વરૂપ ગણાતા, અને જૈનાગમોમાં મુગટમણિસમા ‘નવકારસૂત્ર-મંત્ર’ ઉપર તેને સ્પર્શતા વિવિધ વિષયો અને જુદાં જુદાં અંગો ઉપર પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, હિન્દી, ગુજરાતી અને કન્નડ આદિ અન્ય ભાષાઓમાં સારા પ્રમાણમાં કલમ ચલાવી છે. તેમાં પ્રાકૃત-સંસ્કૃત ભાષાની સ્વતંત્ર તેમજ સંદર્ભોવાળી ઉપલબ્ધ ૮૨ થી વધુ કૃતિઓ મુદ્રિત થઈ ચૂકી છે. અપભ્રંશ, હિન્દી, ગુજરાતીની કેટલીક કૃતિઓ મુદ્રિત થઈ છે. બાકી હજી ઘણી અપ્રગટ છે. એ ગ્રન્થોમાં નવકારનો મહામહિમા ગવાયો છે. હવે પૂર્વાચાર્યોના શબ્દો અને ભાવોમાં તેને ટૂંકમાં જોઈએ. પછી તેનાથી થતાં ભૌતિક અને આધ્યાત્મિક લાભો તરફ દૃષ્ટિપાત કરીએ. પાંચપદ-પ્રધાન ‘નવકાર' એ સર્વમન્ત્રોનો જન્મદાતા અથવા સર્વ મંત્રોની ખાણ હોવાથી અને અન્ય મંત્રોમાં સર્વોત્તમ હોવાથી તે મંત્ર નહિ પણ મહામંત્ર કે, પરમમંત્ર છે. તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો સર્વતત્ત્વોમાં સર્વ શ્રેષ્ઠ હોવાથી તે મહત્ત્વ સર્વ ધ્યેયોના સરવાળારૂપે અન્તિમ ધ્યેયરૂપ હોવાથી પરમધ્યેય' અને સર્વમંગલોમાં સર્વોપરિમંગલ હોવાથી પરમમંત્ત અને ૧. मन्यन्ते सत्क्रियन्ते परमपदे स्थिताः आत्मानः अनेनेति । ૨. मंत्राणां परमेष्ठिमहिमा । ૩. થી ૫. સો પરમો મંતો પરમરહસ્સો (ન) મંતાળ મંત્તો પરમો મુત્તિ, ઘેયાળ ઘેયં પરમં વ્રુત્તિ। તત્તાળતાં પરમં પવિત્ત; (શ્રાદ્ધદિનકૃત્ય) * [ ૨૪૮ ] *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy