SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના તમામ મંત્રો, તંત્રો, વિદ્યાઓ કે શક્તિઓ, તે દૈવિક હોય કે માનુષી, પણ આ નવકારમંત્રની હરોળમાં બેસી શકે તેમ નથી. વધારે સ્પષ્ટ કહું તો એ બધાયની સ્થિતિ સાગર આગળ બિંદુ જેવી કે રાજા આગળ ચપરાશી જેવી છે. આ નવકારમંત્ર પ્રવચનદેવતાથી અધિષ્ઠિત છે અને એથી વિનયોપધાન કરવાપૂર્વક ગ્રહણ કરવો જોઈએ એમ શાસ્ત્રમાં કહ્યું છે. ઉપધાનમાં સહુથી પહેલી આરાધના નવકારમંત્રની જ હોય છે. શુભ મુહૂર્તે, શુભ સ્થળે, જિનબિંબ સમક્ષ કે (ગુરુ સમક્ષ) યથોચિત તપ કરીને વિનય, બહુમાનપૂર્વક, સ્થળશુદ્ધિ જાળવી, નિર્મળ હૃદયથી નતમસ્તક બની, ઉછળતા પ્રવર્ધમાન ભાવે, ગુરુમુખથી આ મંત્રને ગ્રહણ કરવો અને પછી મહાનિશીથના આદેશ મુજબ પૂર્વ, પશ્ચાદ્, આનુપૂર્વી, અને તે બંને ક્રમ વર્જીને ત્રીજા વ્યુત્ક્રમ પ્રકારની અનાનુપૂર્વી આમ ત્રણ પ્રકારથી આનો જપ કરવો. મનને સ્થિર કરવા માટે ગણિતાનુયોગ (ગણિતશાસ્ત્ર) એક સફળ સાધન છે, એટલે શાસ્ત્રકારોએ તેનો આશ્રય લઈને જાપના લાભ ઉપરાંત ચંચળ, વિચિત્ર અને દુર્નિગ્રહ મનને નાથવા અનાનુપૂર્વી વગેરેની અમોઘ પ્રક્રિયા બતાવી છે. મંત્ર તેનો અર્થ અને પ્રભાવ વગેરે મંત્ર એટલે શું? ચમત્કારિક શક્તિઓમાં મંત્ર અને વિદ્યા એ બે મુખ્ય ગણાય છે. અહીંયા ‘મંત્ર’ અંગે વિચાર કરવાનો છે. વ્યાકરણના દિવાદિગણના જ્ઞાન-બોધ અર્થમાં રહેલા ‘ન’ ધાતુને ‘ત્ર’ પ્રત્યય લગાડી નિષ્પન્ન કરાતા મન્ત્ર શબ્દની વ્યાખ્યા તથા વ્યુત્પત્તિઓ વિવિધ પ્રકારે થઈ શકે છે. પૂર્વાચાર્યો અને મન્ત્રવિદોએ કરેલાં કેટલાંક વિધાનો અને અર્થો જોઈએ. ૧. પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય તે. ૨. પાઠસિદ્ધ હોય તે. ૩. દેવથી અધિષ્ઠિત વિશિષ્ટ અક્ષરોની રચના વિશેષ તે. ૪. જેનું` મનન કરવાથી ત્રાણ થાય-રક્ષણ થાય તે. ૧. આ ઉપરાંત, પ્રસ્તાર, ભંગસંખ્યા, નષ્ટ, ઉદ્દિષ્ટ નામની ગણિતની રીતો માટે જુઓ- પંચપરિમિટ્ટ નમુક્કારમહથુત્ત. ૨. ત્યી વિષ્નામિદિયા રિશ્તો મંતૃત્તિ સર્વિસેસોયં। વિષ્ના સસાહળા વા સાદરહિઓ મંતુ ત્તિ- સ્રીદેવતાથી અધિષ્ઠિત તે વિદ્યા અને પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય તે મંત્ર. વિદ્યા અનુષ્ઠાન કરવાથી સિદ્ધ થાય, જ્યારે મંત્ર અનુષ્ઠાન વિના સિદ્ધ થાય છે.--નમસ્કારનિર્યુક્તિ. ૩. ‘મંતો પુળ દોષ ક્રિસિદ્ધો’--પંચકલ્પભાષ્ય ૪. મત્રો વૈવાિિષ્ઠતોભાવક્ષરરચના વિશેષઃ ।। પંચાશકટીકા ૫. મનનાતુ ત્રાયતે રૂતિ મન્ત્રઃ । (તન્ત્રશાસ્ત્રો) ****** [ ૨૪૭ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy