SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 6 9 F6Sis898SISIS&SISISISISXSXS8SXS108SXSXSXSXSXSXSXSXFi મહાશ્રુતસ્કંધ તરીકે ઓળખાવ્યું છે. તે પરથી શાસ્ત્ર અને સંઘમાં તેનું કેવું અસાધારણ સ્થાન છે, જે છે. તેનો ખ્યાલ મળી રહેશે. ૨ આ સૂત્રને “મહાશ્રુતસ્કંધ' કહેવાનું મુખ્ય કારણ એ છે કે 'તલમાં તેલ, કમલમાં મકરંદ, 9 @ દુધમાં ઘી, પુષ્પમાં સુવાસ અને કાષ્ઠમાં અગ્નિ જેમ સર્વાશોમાં સદાય વ્યાપીને રહેલ હોય છે, 9 છે તે જ રીતે આ નમસ્કારસૂત્ર અને તેનો ભાવ શાસ્ત્રની આદિમાં તેનું ઉચ્ચારણ કર્યું હોય યા ન $$ કર્યું હોય, તો પણ તેમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. અથવા તો ધર્મ, અધર્મ, આકાશ, જીવો અને આ પુલો આ પાંચેય અસ્તિકાયો જેમ સર્વત્ર સર્વદા વ્યાપ્ત છે, એની કોઈ આદિ નથી કે અંત , જ નથી, તે રીતે જ આ પંચમંગલમહાશ્રુતસ્કંધ શાશ્વત છે અને તે સ્પષ્ટ કે અસ્પષ્ટપણે, સીધી રીતે છે કે આડકતરી રીતે, સર્વત્ર સર્વદા વ્યાપીને રહેલ છે. મહાનિશીથ સૂત્રમાં પંચમંત્તિ, પંચ નમો (મુ) જ જેવા ટૂંકા શબ્દોથી પણ ઓળખાવેલ છે. અન્યત્ર પંપ પરષિ, પંચમંત્તિ વગેરે નામોથી પણ નિર્દેશ જ કરાયો છે. છે હવે પ્રસ્તાવનામાં હું આ નવકારના પાઠનો મંત્ર શબ્દ જોડીને વ્યવહાર કરીશ. નવકારમંત્રનાં પાંચ પદોનો અર્થ, મહિમા અને આરાધનાની ઝાંખી % 69 આ નવકારમંત્રના પ્રારંભના પાંચ પદોમાં, ‘તિનાાં તારા' ના આદર્શને વરેલા અઢાર દોષથી રહિત, બાર ગુણોથી શોભતા અરિહંતોને; અકર્મથી રહિત, અષ્ટ ગુણોથી ઝળકતા સિદ્ધાત્માઓને; શાસનના સ્થંભ સમા, છત્રીશ ગુણોથી અલંકૃત આચાર્યોને; પઠન-પાઠનાદિમાં સદા તત્પર પચ્ચીશ ગુણોને વરેલા ઉપાધ્યાયોને, સ્વપરના હિતમાં રત, મુક્તિ માર્ગના સાધક, જ સત્તાવીશ ગુણોથી દીપતા સાધુ-મુનિવરોને, એમ પાંચેય ગુણવાન આત્માઓને નમસ્કાર કરવામાં જ આવ્યો છે. છે આ વિશ્વ ઉપર સર્વદા-સર્વથા નમસ્કાર્ય-નમસ્કાર કરવા યોગ્ય, સત્કાર્ય કે સન્માન્ય જો કોઈ પણ વ્યક્તિઓ હોય તો ગુણરત્નપૂર્ણ “શિવમસ્તુ સર્વતઃ”ની વિશ્વકલ્યાણની સર્વોદાત્ત ) ભાવનાને વરેલા આ પાંચ જ છે. એથી જ પાંચેયને પૃથક પૃથફ નમસ્કાર કરીને સહુનું પ્રાધાન્ય 0 સ્થાપિત કરવાપૂર્વક ગૌરવ કરવામાં આવ્યું છે. સરલ શબ્દો, સાદા અર્થો, નિરાડંબરી રચના, એમાં નથી મંત્ર બીજો કે તંત્રના ભેદો; એમ છે છતાંય સર્વદેશ અને સર્વકાલમાં નવકારમંત્રનો પ્રભાવ અખંડપણે વિસ્તરતો રહ્યો છે અને છે વિસ્તરતો રહેશે. % % %%% % ૧. તિનતેનWતમયાંદ્રવ સવનો પંત્યાભવ, સત્તા મંતરોવવત્તા –મહાનિશીથ સૂત્ર. ૨. નવકારને “મહામૃત્યુમ્મા’ તરીકે અદ્વિતીય ગ્રન્થસર્જક શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુ' માં ઓળખાવ્યો છે છે. અર્જનોમાં “મહામૃત્યુંજયના જાપ કરવાનો ઘણો પ્રચાર છે. જેનોને જરૂર પડે ત્યારે આ નવકારમંત્રના જ @ જાપ કરવા. આનાં બીજાં બનત વગેરે નામો પણ મળે છે. ૩. નમસ્કાર શાથી છે? તે બતાવવા-ઘણું લખવું પડે. તે અહીં અસ્થાને છે. BS@@ @@@@@#[ ૨૪૯] ©©©©©©©© -વી %
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy