SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ PASXSXSXSXSXSXSXSXSXSXSXSXSXSXSXSXSSSSSSSSSSSXSXSXFI છે એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. એ વખતે “નમોક્કાર' સૂત્ર તરીકે ઓળખાતો હતો. પાછળથી 8 છે "નમસ્કાર અર્થમાં તેનું પ્રાકૃતરૂપ નવાર થયું. એના ઉચ્ચારણની સરલતાને લીધે આ રૂપ છે આબાલવૃદ્ધ પર્યન્ત સર્વત્ર પ્રસિદ્ધિ અને પ્રચારને પામ્યું. એ વખતે નવકારની સાથે પણ સુત્તનું છે છે) જોડાણ હતું, પરંતુ કાલાંતરે સુત્તનું સ્થાન મંત શબ્દ લીધું, એટલે પ્રાકૃતનાં બધાં રૂપો સાથે સંત ) છે શબ્દનો વૈકલ્પિક વ્યવહાર યોજાયો. છે. જનતાએ “નવેર-મંત' આ શબ્દોનાં નવકારનું પ્રાકૃતરૂપ એમને એમ અકબંધ રાખ્યું, પણ @ મંત પ્રાકૃતની જગ્યાએ તેનું ગુજરાતી રૂપાંતર મંત્ર ગોઠવી દ્વિભાષી ‘નવકારમંત્ર' આવો શબ્દ ગાજતો જ કર્યો. આજે પ્રસ્તુત સૂત્રને નમસ્કાર અર્થના વાચક “નવકાર’ શબ્દથી જ સહુ કોઈ જાણે છે, જ ઓળખાવે છે અને વાણીના વ્યવહારમાં સર્વત્ર એ જ વપરાય છે. આજે ગૃહસ્થનાં ઘરોમાં પણ નવકાર ગણ્યા, નોકાર ગણ્યા, નોકારવાલી ગણી?” આ 6) શબ્દોનો વપરાશ સામાન્ય થઈ પડ્યો છે. મદસુવંઘ-મહાશ્રુતસ્કંધ નામ શા માટે? મહાનિશીથ નામના આગમસૂત્રમાં આ નવકારસૂત્રને “પંચમંત મહાસુચવવંઘ' એવા લાક્ષણિક નામથી ઓળખાવ્યું છે. આ એક આગમશાસ્ત્રોક્ત, આદ્ય, મહત્ત્વપૂર્ણ અને સાર્થક નામકરણ છે, એટલે તે સંબંધી પણ કેટલોક વિચાર કરીએ. - સામાન્ય રીતે જિનાગમોને ભુત શબ્દથી ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં જે જ્ઞાન ૐ સંઘરાયેલું છે, તે કર્ણપથ દ્વારા શ્રવણ કરીને સંચિત કરેલું છે. જે મૃત નો સમુદાય તે કુતર્લંઘ આ રીતે તમામ આગમોને માત્ર સુર્યવંઘ= શ્રુતસ્કંધથી @ ઓળખાવાય છે, જ્યારે આ સાવ નાનકડા સૂત્ર કે મંત્રપાઠને મા વિશેષણ જોડી મહર્વિઘ= SSSSSS % 6 ) 9 % સવારનું આદ્ય પચ્ચખાણ નવકાર ગણીને પારવાનું હોવાથી “નવકારશી', નવકાર ગણવાવાળાના જમણને 8 નવકારશી કે નોકારસીથી ઓળખાય છે. આજે “નવકાર” તથા “નોકાર’ બે નામો સુપ્રચલિત બન્યાં છે. ૧. વર્તમાનના એક વિદ્વાન જૈન મુનિજી ‘નવકાર' આ નામનો અર્થ કરતાં એક પુસ્તિકામાં લખે છે કે નવનું પy |ઃ ક્રિયા: મિર્સ નવજાર: જેનાં નવપદોમાં નવ ક્રિયાઓ છે, તેને નવકાર કહે છે. આ કારણે મહામંત્રનું બીજું નામ “નવકાર મંત્ર' છે. આ જાતની વ્યુત્પત્તિ કરી જે અર્થ ઘટાવ્યો છે તે, વળી રાઃ શબ્દોનો આ ક્રિયા અર્થ કર્યો છે કે, આ બંને માટે જો કોઈ આધાર ટાંક્યો હોત તો આ અભિનવ અર્થ માટે સંતોષ થાત. મને લાગે છે કે આવી કિલષ્ટ અને નિરાધાર કલ્પના કરવા કરતાં નવકાર શબ્દને કોશમાન્ય નમસ્કાર” અર્થનો છે વાચકે શા માટે ન માનવો! બીજી વાત એ પણ છે કે આરાધના ક્રિયા આઠ જ પદની છે, કેમકે સંપદા આઠ જ છે. પછી નવ ક્રિયાઓ # કેમ ઘટશે? આ સિવાય બીજી પણ કેટલીક બાબતો સાથે વિરોધ આવે તેમ છે, એટલે પ્રસ્તુત વિધાન વિચારણીય છે. ૨. શ્રતના શાસ્ત્રજ્ઞાન, શબ્દજ્ઞાન, આગમ આદિ વિવિધ અર્થો પણ આગમોમાં તથા કર્મશાસ્ત્રોમાં મળે છે. ૩. અંધ એટલે સમૂહ અથવા ખંડ, શ્રુતસ્કંધનો અર્થ દ્વાદશાંગ પણ કરવામાં આવ્યો છે. 69% 6E%
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy