SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત ઐન્દ્રસ્તુતિની પ્રસ્તાવના વિ. સ. ૨૦૧૮ ૧૩ ઇ.સત્ ૧૯૬૨ સંપાદકીય નિવેદન પૂ. ઉપાધ્યાયજી મહારાજનો જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ, અનેક દર્શનો અને વાદોને ઝડપથી સમજી લેવાની શક્તિ અને સમજેલાને યાદ રાખવાની પ્રબલ મેઘા વગેરે કારણે તેઓશ્રીમાં સર્જનની જે તીવ્ર પ્રતિભા ઉત્પન્ન થઈ, તેના બળે તેઓશ્રી સમર્થ ગ્રન્થસર્જક બની શક્યા. પણ વધુ વિચારીએ તો ખરેખર! મહત્વનો ભાગ પ્રવચનની અધિષ્ઠાયિકા શ્રુતદેવી, વાદેવી, ભારતીદેવી ઇત્યાદિ નામોથી ઓળખાતી ભગવતી શ્રી સરસ્વતી દેવીનાં વરદાને-આશીર્વાદ ભજવ્યો હતો, એ નિઃસંદેહ હકીકત છે. અને આ વાતનો ઉલ્લેખ ગ્રન્થકારે પોતે અન્યત્ર તો કર્યો છે. પણ ખુદ આ ઐન્દ્રસ્તુતિની (સ્વોપજ્ઞ) પોતાની બનાવેલી ચોવીસમા તીર્થંકરની સ્તુતિની ટીકામાં ગ્રન્થકારે પોતે જ પ્રાસંગિક જણાવ્યું છે કે “છે”” એવા સરસ્વતીના પ્રભાવશાળી સારસ્વતબીજમંત્રના ધ્યાનથી સરસ્વતીને મેં પ્રત્યક્ષ કરી. અહીંયા કદાચ સવાલ એ થાય કે દેવતાની ઉપાસના, ભક્તિ, સાધના અને વરદાન શું કર્મ સત્તા ઉપર પ્રભાવ પાડી શકે? અથવા કર્મના ક્ષયોપશમમાં નિમિત્ત બને ? આવી શંકા સાજિક રીતે થાય એમ સમજીને જ ખુદ ઉપાધ્યાયજીએ જ શંકા ઊભી કરી અને પોતે જ તેનો જવાબ આપ્યો. તે નિમ્ન રીતે છે— પ્રશ્ન—શું` દેવલોકના દેવોની કૃપાથી અજ્ઞાનતાનો ઉચ્છેદ થાય ખરો? १. “ऐंकारेण - वाग्बीजाक्षरेण विस्फारम् - अत्युदारं यत् सारस्वतध्यानं - सारस्वतमंत्रप्रणिधानं तेन दृष्टा-भावनाવિશેષેળ સાક્ષાતા'' || (ऐन्द्रस्तुति - महावीरजिनस्तुति श्लोक २नी टीका मुद्रित पत्र - ४६ )
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy