SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ **************** **** **** * **** * * **** ***************************************** ***** જવાબ-વસ્તુતઃ અજ્ઞાનતાના વિનાશમાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય, ક્ષયોપશમ કારણ છે. * એમ છતાં દેવકૃપા પણ ક્ષયોપશમનું કારણ બની શકે છે. કારણ કે ક્ષયોપશમની પ્રાપ્તિમાં છે શાસ્ત્રકારોએ દ્રવ્યાદિક પાંચેયને કારણ તરીકે માન્યાં છે. એમાં દેવતાપ્રસાદ “ભાવ” નામના ? કારણમાં અન્તર્ગત માન્યો છે. વળી પુરુષની પ્રવૃત્તિમાં જેમ શ્રુતજ્ઞાન ઉપકારી છે તેમ દેવતાની કૃપા પણ ઉપકારી છે. આમ તેઓશ્રીના સમગ્ર ગ્રન્થરાશિમાં આ એક જ ગ્રન્થ ઉં' બીજથી પાવન થયેલો મળે છે. અન્ય ગ્રન્થ કરતાં આની પાછળ ઉપાધ્યાયજીની એક વિશિષ્ટ સાધનાનો ઐતિહાસિક સંકેત હોવાથી આ ગ્રન્થનું પ્રકાશન પ્રથમ થાય તે સુયોગ્ય છે. એમ સમજીને આને યશોભારતી * ગ્રન્થમાળાના પ્રથમ પુખ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ કૃતિ પહેલવહેલી જ પ્રકાશિત થાય છે એવું નથી, કિન્તુ આ કૃતિ પુનર્મુદ્રણ તરીકે આ પ્રસિદ્ધ થાય છે. આ કૃતિ પ્રથમ તો ભાવનગરની આત્માનંદ જૈન સભાએ મુદ્રિત કરાવીને આત્માનંદ જૈનગ્રન્થરત્નમાલાના ૭૭ માં રત્નરૂપે વિ.સં. ૧૯૮૪ માં રોયલ ૧૬ પેજી સાઈઝમાં પુણ્યાત્મા પૂજ્ય મુનિવર્યશ્રી પુણ્યવિજયજી મહારાજના સંપાદન નીચે સંપાદિત થઈ પ્રગટ થઈ $ હતી. પરંતુ તે વખતે તેની ટીકા અશુદ્ધ અને ખંડિત થઈ હતી, કારણ કે મૂળ હસ્તપ્રતિ એક જ મળેલી અને જે મળેલ તે ખંડિત અને અશુદ્ધ મળેલી, અને તેના ઉપરથી જ પ્રેસકોપી થયેલી, એટલે ખૂબ જ અપૂર્ણપણે પ્રસિદ્ધ થઈ. એમ છતાં સંપાદકશ્રીએ તેને વધુ શુદ્ધ અને વ્યવસ્થિત * બનાવવા શક્ય એટલો બધો જ પ્રયત્ન કરેલો. ત્યારપછી ઘણાં વરસોના અત્તે તેઓશ્રીને મહારાજશ્રી કીર્તિમુનિજીના સંગ્રહની પ્રતિ મળી, અને તેના આધારે પ્રથમવૃત્તિના ખંડિત પાઠોને અખંડ કર્યા. અશુદ્ધ પાઠોનું શુદ્ધિકરણ કર્યું અને એ રીતે ફરી તૈયાર થયેલી પ્રેસ કોપી, તેઓશ્રીએ ખૂબ જ ઉદારભાવે પ્રકાશન કરવા મને સોપી. અને પ્રાપ્ત) સંપૂર્ણ અને શુદ્ધ પાઠવાળી આ કૃતિ, પુનર્મુદ્રણને આવશ્યક અને અનિવાર્ય સમજી સંસ્થા તરફથી મુદ્રિત થઈને ૪ પુનઃ પ્રકાશિત કરવામાં આવી છે, આ પુસ્તકમાં મૂલ સ્તુતિઓ અને તેની ટીકા આપવામાં આવી છે. તે ઉપરાંત અજ્ઞાતકર્ણક, આ અવચૂરિ (ક્યાંક ક્યાંક ખંડિત) આપવામાં આવી છે. ત્યારપછી “ઐન્દ્રસ્તુતિ' મૂલપાઠ આપ્યો છે. તે ઉપરાંત આવી યમકમય સ્તુતિઓ અર્થની દૃષ્ટિએ કિલષ્ટતાવાળી હોવાથી આના તરફ * * જોઈએ તેવું કોઈનું આકર્ષણ જાગતું નથી. જો તેનો અન્વય સહ અર્થ આપવામાં આવે તો આ વાચકો વધુ પ્રમાણમાં લાભ ઉઠાવે. એ હેતુથી આ કૃતિનો સાન્વય હિન્દી અર્થ આપવામાં આ આવ્યો છે. ગુજરાતી અનુવાદ આપવાની ઈચ્છા પાર પાડી શકી નથી. અત્તમાં આ ગ્રન્થનું સંપાદન કરતાં શાસ્ત્રદષ્ટિ કે મતિદોષથી કંઈ વિપરીત અને કર્તાના આશયથી વિરુદ્ધ વિધાન કે મુદ્રણ થયું હોય તેની ક્ષમા યાચી, સુધારી લેવા અને જણાવવા | વિનંતી છે. વાચકો! આ ગ્રન્થનો વધુને વધુ સદુપયોગ કરે એ ભાવના સાથે વિરમું છું. ******* ****** *** ** ******** ********** **** * ****** ****** * ******* ***** *** [ ૨૦૫] k***************** ** *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy