SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત આ જળ સંસ્કૃત સાહિલ્યનો ઈતિહાસ છે . ભાગ-૧ ની પ્રસ્તાવના વિ. સં. ૨૦૧૩ ઇ.સત્ ૧૯૫૭ ( બે બોલ ) વરસો અગાઉ જાણીતા પીઢ કર્મઠ સાહિત્યકાર શ્રીયુત્ મોહનલાલ દ. દેસાઈકૃત છે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મેડોનલકૃત સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ અને એના પર જેવા અચાન્ય જૈન અજેને પુસ્તકોને જોઈને એક ફુરણા થયેલી કે પ્રાકૃત તેમજ સંસ્કૃત સાહિત્યને લગતા જૈનધર્મના તમામ ગ્રંથોનું, તેના પરિચય સાથે એક સંસ્કરણ તૈયાર થવું છે, જોઈએ. તે પછી તો જેઓને શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ કોટિના ગણી શકાય, તેવા વિદ્વાનો, ખાસ કરીને અજૈન વિદ્વાનોના હાથે લખાયેલાં ઇતિહાસ વિષયક પુસ્તકો અને તેમાંનાં પ્રકરણો આંખે ચઢવા માંડ્યાં, અને જ્યારે એમાં જૈન સાહિત્ય તેમજ તેના સાંસ્કૃતિક વિષય , અંગેની અલ્પજ્ઞતા અને અજ્ઞાનતા જોઈ, ત્યારે તો તે માટે મને ભારે દુઃખ થયું અને એક આપણા શ્રીસંઘની બેદરકારી માટે શરમ પણ ઊપજી. અરે! કેટલાક લેખકોએ તો જાણેઅજાણે પણ, જૈનધર્મના મર્મની સમજણોના અભાવે, તેના સિદ્ધાંતો અને સંસ્કૃતિને ભારે છે અન્યાય આપતી વિકૃત રજૂઆતો પણ કરેલી જોઈ ત્યારે તો મારી પૂર્વોક્ત ભાવના બળવત્તર બની ગઈ. આમાં મને ચોક્કસપણે એ પણ લાગ્યું પહેલા અપરાધી જો કોઈ હોય તો તે જૈન ધર્મ-સંસ્કૃતિના ઉપાસકો તરીકે ગણાતા આપણે જ છીએ; જેમણે પોતાની અજોડ, અદ્ભુત, અનુપમ અને વિશ્વોપકારક સાહિત્યની કિંમતી સમૃદ્ધિ અને પ્રસિદ્ધિનો / જોઈએ તેવો પ્રકાશ આપ્યો નથી. પરિણામે ભગવાન જિનેશ્વરદેવની મુદ્રાથી અંકિત, 5 આપણા સંગીત અને મૌલિક સાહિત્યની પુનિત અને નિર્મળ ગંગા, યોગ્ય આત્માઓના હૃદય-નયપથ સુધી બરાબર પહોંચી શકી નથી અને એનો સુયોગ્ય વિદ્વાનોને પણ, બહુ ઓછો લાભ મળ્યો છે, આમ છતાંયે મારે એ કહેવું જ જોઈએ કે આજ સુધીમાં જેટલું પS
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy