SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી ગાજતી હશે? જ્યારે આજે આ ધરતી વિકરાળ અને વેરાન થઈ ગઈ છે. વારંવાર થએલા ભયંકર ધરતીકંપો, ઉલ્કાપાતો, વાવાઝોડાંઓ અને જાતજાતનાં હવામાનો વગેરેનાં કારણે સમગ્ર : ધરતીના વિવિધ વિભાગો ઉપર કેવાં કેવાં પરિવર્તનો થયાં છે અને વિવિધ સ્થળોની કેવી કે ધરમૂળથી કાયાપલટ થઈ જાય છે. નગરો, શહેરો અને નદીઓ વગેરે હતું ન હતું કેવું થઈ જાય ? છે. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ થઈ જાય છે. હિમાલય જેવા પહાડો ધરતીકંપના કારણે 3 આખા ને આખા ધરતીમાં ઊતરી જાય છે. ધરતીમાં ઊતરી જઈને ધરતી કેવી સપાટ થઈ જાય છે, અને લાખો વરસ પછી (સાત પોઇન્ટથી વધુ પોઈન્ટ સુધીનો ધરતીકંપ થતાં) જમીનમાં ) ર ગરકાવ થઈ ગએલા જંગી પહાડો પાછાં કેવી રીતે બહાર આવી જાય છે. નવી-નવી નદીઓના ; જન્મ કેવી રીતે થાય છે તેની રોમાંચક આનંદજનક વિગતો જાણવા જેવી છે. અષ્ટાપદ પર્વત કયાં? આપણો અષ્ટાપદ પર્વત કયાં? જૈન સમાજમાં આ સળગતો પ્રશ્ન છે. ઋષભદેવ હિન્દુઓના - પણ એક અવતારી ભગવાન છે એટલે શિવ-ભાગવત પુરાણોમાં એમની છૂટી-છવાઇ વાતો લખી ને છે, એમાં બે જગ્યાએ ઋષભદેવને કૈલાસવાસી બતાવ્યા છે. આ કેલાસપર્વત કયાં છે? તો : વ હિમાલયના વચ્ચે ગુંબજના આકારે આજે જે પહાડ દેખાય છે તે કેલાસમાં ઋષભદેવનું સ્થાન પર દે છે એમ જણાવે છે, અને ત્યાં અષ્ટાપદ હશે એમ કલ્પના કરે છે. પર્વત ઉપર બરફના ઢગ : તે ચઢી ગયા હશે એમ પણ બોલાય છે પણ હિમાલય માટે બન્યું હતું એમ ધરતીકંપ થતાં તે 2 અષ્ટાપદનું સ્થાન શૂન્ય બન્યું હોય તેવું બને ખરું? આ અનુમાનનો વિષય છે, સત્ય જે હોય તે. બાકી આ બધી વિચારણા વચ્ચે ઊંચાઇની વાત બહુ જ ચિંતા ઉપજાવે તેવી છે. યોજનાની સાચી વ્યાખ્યા શું છે તે વિચારવું ખાસ જરૂરી છે. જૈનધર્મનાં તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પૃથ્વી ઉપરના પૌલિક પદાર્થોની થોડી વાત સમજીએ જૈનધર્મની દૃષ્ટિએ સચેતન, અચેતન પુલ પરમાણુઓથી બનેલું આ ભૌતિક સમગ્ર ક વિશ્વ ક્ષણે ક્ષણે (સમયે સમયે) પરાવર્તન પામતું જ રહે છે. જીવ કે અજીવ તમામ પદાર્થો . માં પલટાયા જ કરે છે. આનું કારણ પુગલોનો પોતાનો જ (અધ્રુવ પરિણામ) પરિવર્તનશીલ સ્વભાવ હોવાથી પુલોની પોતાની સ્વયંભૂ ક્રિયા અવિરત ચાલતી જ હોય છે. એને બીજા કોઇ નિમિત્તની જરૂર રહેતી નથી. સવારના બાર વાગ્યા ઉપર એક મિનિટે જે પુદ્ગલ એ પરમાણુઓથી શરીર બંધાએલું છે, તે બધાં જૂનાં પુગલો નીકળીને તેની જગ્યાએ નવાં પુલો રે 26 ગોઠવાઈ જાય છે. આ પરાવર્તન એટલી ઝડપે થતું રહે છે કે તમે તમારી આંખથી જોઇ-જાણી - િશકતા નથી, આ એક અતિ આશ્ચર્યજનક અને જૈન તત્ત્વજ્ઞાન સિવાય કયાંયથી પણ જાણવા ન જ S: મળે તેવી, તેમ સાથે સાથે સામાન્ય વાચકોને જલદી ગળે ન ઊતરે તેવી પ્રાકૃતિક પ્રક્રિયા છે. જો તે ૧. સચેતન પદાર્થોના પરાવર્તનનો અર્થ એ જીવોની કાયાને અનુલક્ષીને સમજવો.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy