SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ************************ * * * * * * ****************************** જંબુદ્રીપને ફરતો મોટો કિલ્લો આવે છે. એ કિલ્લાની ધરતી પૂરી થાય ત્યારે એક લાખ યોજન (ખરેખર તો ૪૦૦ લાખ યોજન) ના જંબૂદ્રીપની મર્યાદા પૂરી થાય છે. ઉત્તરધ્રુવ તરફની ઉત્તરદિશાની ધરતી અબજોના અબજો માઇલની દિરયાઇ ધરતી છે. જ્યારે વૈજ્ઞાનિકોએ માનેલા દક્ષિણધ્રુવનું સ્થાન દક્ષિણ જંબુદ્રીપના છેડા ઉપર છે, એટલે પણ શેષ ધરતી ઉત્તરધ્રુવની ધરતીની અપેક્ષાએ બહુ ઓછી છે. આથી સમજી શકાશે કે જૈન ભૂગોળમાં ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવના સ્થાનની વાત જ આવતી નથી. જૈનધર્મની ભૂગોળની દૃષ્ટિએ ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવનું સ્થાન એ પૃથ્વીનો છેડો નથી, આ વાત વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે. જૈનોએ તો ૪૦૦ ગાઉના યોજનના હિસાબે ૪૦૦ લાખ યોજનના જંગી વિસ્તારવાળો ગોળાકારે જંબુદ્રીપ માનેલો છે. એ જંબુદ્રીપના ઉત્તર અને બીજી બાજુના દક્ષિણના છેડા ઉપર ઉત્તર-દક્ષિણ પહોળાં ૫૨૬ યોજન, ૬ કળાનાં અને પૂર્વ-પશ્ચિમ ૧૪૪૭૧ યોજન લાંબાં વિસ્તારવાળાં બે ક્ષેત્રો છે. જંબુદ્રીપના દક્ષિણ છેડે જે ક્ષેત્ર આવેલું છે તેનું નામ ભરતક્ષેત્ર અને ઉત્તર છેડે જે ક્ષેત્ર આવેલું છે તેનું નામ એરવતક્ષેત્ર છે. બંને ક્ષેત્રો સમાન માપવાળાં છે પણ અત્યારે આપણી પૃથ્વીની વાત કરીએ છીએ એટલે ભરતક્ષેત્ર સાથે આપણે સંબંધ છે. નાનકડા ભરતક્ષેત્રના મધ્યમાં લાંબો-દીર્ઘ વૈતાઢય નામનો પર્વત આવેલો છે, તેથી ભરતક્ષેત્રના બે ભાગ પડી જાય છે. વૈતાઢય પર્વતના ઉપરના ભાગને ઉત્તરભારત અને નીચેના ભાગને દક્ષિણભારત કહેવામાં આવે છે, અને આપણે અત્યારે દક્ષિણાર્ધ ભરતની વાત કરી રહ્યા છીએ, જે ૨૬૩ યોજનનો છે. (એક યોજન એટલે ૪૦૦ `ગાઉ સમજવા.) નીચેની વિગતો લોકો દ્વારા તથા વૈજ્ઞાનિકો દ્વારા જાહે૨પત્રમાં ૨જૂ થએલી છે નોંધ—જો કે આપણી ભૂગોળની પરિસ્થિતિના વિષય સાથે સીધી રીતે નીચે જણાવાતી વાતોનો સંબંધ નથી, પરંતુ આડકતરી રીતે નીચેના વિષયોને જાણવાની કોઇપણ વિદ્યાર્થી માટે અનિવાર્ય જરૂર છે. * દક્ષિણધ્રુવનો પરિચય * અહીંયા દક્ષિણધ્રુવ શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, છ-છ મહિના સુધી આ ધરતી ઉપર દિવસ જ હોય છે રાત્રિ પડતી નથી અને છ-છ મહિના સુધી રાત્રિ જ હોય છે, સૂર્ય દેખાતો નથી. તો એ ધરતી કઇ કઇ છે? કેવડી છે? એ ધરતી ઉપર વસવાટ છે કે કેમ? ત્યાં જઇ શકાય છે ખરૂં? એ બધી બાબતોની થોડી ઝાંખી કરી લઇએ. “ધરતીકંપોના કારણે તથા કોઇ આકાશી ઘટનાના કારણે દક્ષિણધ્રુવની ધરતી બરફથી ઢંકાઇ ગઇ ન હતી તથા નિર્જન થઇ ગઇ ન હતી ત્યારે હજારો વર્ષ પહેલાં તે ધરતી વસ્તીથી ૧. આપણા શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં ‘અસ્મિન્ જંબુદ્રીપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધભરતે' જે બોલાય છે તે આ જ ભરતક્ષેત્ર છે. ૨. જૈનસમાજમાં કોઇ કોઇ વર્ગ યોજન ૩૬૦૦ માઇલનો ગણે છે. ***** [<]******** ********************************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy