SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે વ્યક્તિને પરાવર્તન જેવું કશું દેખાતું નથી હોતું પણ પરાવર્તન અકલ્પનીય રીતે થતું જ રહે છે : તે તે હકીકત છે. પરિવર્તનશીલતાનો વિચાર અન્ય ધર્મોમાં પણ દર્શાવ્યો છે. વિશ્વવર્તી પદાર્થોની આ પરિવર્તનની અજબ-ગજબની પ્રક્રિયાના કારણે એક વખતની ધરતી જ્યાં હજારો ઘરો, પહાડો, નદીઓ અને કરોડો લોકોની વસ્તીથી ગાજતી હતી. કરોડો લોકો કે - આનંદથી પોતાનું જીવન જીવતાં હતાં એ ધરતી ઉપર કુદરતી પ્રકોપજન્ય તથા બીજી ત્રીજી શું શું ? છેઘટનાઓ ઘટી હશે તે તો આપણે જાણતા નથી, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ કુદરતે ઊભી થએલી કે આફતોના કારણે ભારતની દક્ષિણ દિશામાં સેંકડો માઇલનો વિસ્તાર નાશ પામ્યો અને ત્યાં બરફીલું પ્રચણ્ડ વાતાવરણ એવું ઊભું થયું કે જેના કારણે ચારેક હજાર માઇલનો આખો દક્ષિણ વિભાગ પથ્થર જેવા જબરજસ્ત બરફોની જાડી એવી ચાદરોથી એકધારો છવાઈ ગયો. આ Ab ઉપરથી પરિવર્તનની ભયાનકતા અને કુદરતની અદ્ભુત લીલાનો ખ્યાલ આવશે અને તમો ઘણું વિચારતા થઇ જશો. વૈજ્ઞાનિકો દ્વારા નજરે જોવાયેલું દક્ષિણધ્રુવનું વર્ણન નીચે આપું છું તે વાંચો. દક્ષિણધ્રુવની વૈજ્ઞાનિકોએ જાતે જોઇને જણાવેલી વિગતો જોઇએ વૈજ્ઞાનિકોએ 'દક્ષિણધ્રુવની ધરતીને “મહાદ્વીપ' નામ આપ્યું છે પણ તેનું જગપ્રસિદ્ધ છે 2 અંગ્રેજી નામ એન્ટાર્કટિકા (Antarctica) છે. આ દક્ષિણધ્રુવની જાણકારી સેંકડો વર્ષ સુધી કે 3 કોઇએ મેળવી નહીં. એ વખતે ત્યાં જવા માટેનાં સાધનો પણ ન હતાં. સાધન વિના જવું એ તો તે દ જીવનું જોખમ હતું એટલે કોઇએ સાહસ કર્યું નહિ હોય, છતાં ધરતી ઉપર એક સાહસિક માં જન્મ્યો અને તેને 100 વરસ ઉપર દક્ષિણધ્રુવનો પ્રદેશ કેવો છે તે જોવાનું મન થયું. માનવીની નવું નવું જાણવાની જિજ્ઞાસા, શોધ અને સાહસિકવૃત્તિ અદમ્ય છે એટલે તેણે અકલ્પનીય સાહસ છે ખેડયું પણ તે પછી તો મોટા મોટા તમામ દેશોના વૈજ્ઞાનિકો કુદરતની જંગી આફતો વચ્ચે છે 36 સંશોધન માટે પોતપોતાનાં વસવાટો બાંધીને બેઠા છે, દક્ષિણધ્રુવની ધરતીની નીચે રહેલી ખાણો : વગેરેનાં આકર્ષણના કારણે કરોડો-અબજો રૂપિયાના ખર્ચે ત્યાં જબરજસ્ત સંશોધનો ચાલી રહ્યાં છે કે છે. દક્ષિણધ્રુવમાં લગભગ બબે હજાર ફૂટ એટલે અડધો માઇલ જેટલા બરફના જાડા થર ? આ પથરાયેલા છે. કિનારાઓ ઉપર જબરજસ્ત એક-એક માઇલ કે તેથી વધુ માપનાં બરફના , પહાડો ત્યાં રહેલા છે. જગતની પૃથ્વી ઉપર જેટલો બરફ છે તે પૈકી ૯૦ ટકાથી વધુ બરફ બને તે ધ્રુવો ઉપર છે. હજારો માઇલની ૯૦ ટકા જમીન બરફથી છવાએલી છે. દક્ષિણધ્રુવ ઉપર દર . વર્ષે ભયંકર બરફની વર્ષા સતત અવિરત થયા જ કરે છે. કુદરતનાં રહસ્યો અજબ-ગજબનાં છે, જે - એને મહાજ્ઞાની (કેવળજ્ઞાની) સિવાય કોઈ જોઈ જાણી શકે નહિ. દક્ષિણધ્રુવની જાણ કોઇને ન . હતી. આટલો મોટો ખંડ ૧૯મી સદી સુધી અજ્ઞાત રહ્યો હતો. દક્ષિણધ્રુવમાં દુર્ગમ, વિકરાળ છે અને ભયંકર લાગે એવો, આકાશમાં રંગબેરંગી વિવિધ આકારવાળા સર્જાતાં વાદળોથી નયનરમ્ય છે આ ખંડ છે. આશ્ચર્ય થશે કે દક્ષિણધ્રુવ ભારતથી પાંચ ગણો મોટો છે. ઓસ્ટ્રેલિયા ખંડથી પણ ૧. ભારતીઓએ દક્ષિણધ્રુવના ભારતીય મથકને ગંગાની યાદમાં દક્ષિણગંગોત્રી નામ આપ્યું છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy