SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મુદ્રિત થએલા સંગ્રહણી ગ્રન્થ અંગે વર્તમાનપત્રોએ આપેલા અભિપ્રાયો બારમી સદીમાં થએલા પ્રકાડ વિદ્વાન શ્રીમદ્ ચન્દ્રસૂરિપુરંદર વિરચિત, સાહિત્ય રસિક - મુનિપ્રવર શ્રીમદ્ યશોવિજયજી અનુવાદિત, સચિત્ર સયંત્રક શ્રી રૈલોકય દીપિકા યાને શ્રી ડ 2 “બૃહત્ સંગ્રહણી સૂત્ર' અથવા જૈન ખગોળ નામના મહાન અને આદર્શભૂત ગ્રન્થ પરત્વે, આ - અને તેની આભ્યન્તરિક મહત્તા, ઉપયોગિતા તેમજ બાહ્ય સર્વાગ સૌન્દર્યતા માટે, પૂજનીય મહાન ૩ જૈનાચાર્યોએ, વંદનીય વિદ્વાન મુનિવરોએ, સંખ્યાબંધ સાહિત્ય ઉપાસકોએ, અનેક અભ્યાસીઓએ, - અનેક પ્રોફેસરો-સાક્ષરોએ, પશ્ચિમાત્ય વિદ્વાનોએ, તેમજ અનેક જાહેર સાહિત્ય સંસ્થાઓએ, કે જેની ભૂરિ ભૂરિ પ્રશંસા બહુમાનભર્યા શબ્દોમાં કરીને જે સંતોષ વ્યક્ત કર્યો છે તેની નોધ છે. અહીંયા ન આપતાં માત્ર સાર્વજનિક દષ્ટિએ વર્તમાનમાં જાહેર મતનો પડઘો પાડનાર તરીકે ગણાતાં સુપ્રસિદ્ધ સામાયિકો, વર્તમાનપત્રોએ, જે બહુમૂલ્ય ગ્રન્થ પ્રકાશનને વધાવી લઈને પ્રશંસનીય શબ્દોમાં એકી આ અવાજે જે ઉદ્ગારો ઉચ્ચાર્યા છે, તે પૈકી કેટલાક જાણીતા પત્રોમાંના પ્રકાશિત અભિપ્રાયોમાંથી ની જાણવા યોગ્ય કમ્પ્લિકાઓ અહીં પ્રગટ કરી જાહેરનું અને ખગોળ-ભૂગોળના અભ્યાસીઓનું તે તે તરફ લક્ષ્ય ખેચીએ છીએ. વાચકો, દરેક અભિપ્રાયો એકવાર જરૂર વાંચે ! સં. ૧૯૯૩ પાલીતાણા પ્રકાશકો ભાવનગર નિવાસી શ્રુતજ્ઞાનના ઊંડા અભ્યાસી - સ્વ. શેઠ શ્રી કુંવરજી આણંદજીનો અભિપ્રાય તેમના ૪૫ વર્ષ જૂના પત્રમાંથી નોંધ-વિ. સં. ૧૯૯૩માં પૂ. મુનિ શ્રી યશોવિજયજીએ લખેલા ભાષાંતરના ફર્માઓ વાંચી - પ. પૂ. આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ ઉપર કુંવરજીભાઈએ લખેલા કાગળો પૈકી - એક કાગળનો સાર. ઘણી નાની ઉંમરમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે કરેલા ભાષાંતરના બધા ફર્તાઓ 2. આપશ્રીના આદેશથી મહોદય પ્રેસે મને મોકલી આપ્યા છે, તેથી આનંદ થયો. * * ************ *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy