SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ********** ******** ********* *kakas લખાણ વાંચી ગયો, વાંચતા અનેક શંકાઓ ઉઠી, તે શંકાઓ મેં મુનિશ્રી યશોવિજયજીને સમાધાન માટે લખી જણાવી અને તેઓશ્રીએ પણ તેના ઘણા સંતોષકારક જવાબ આપ્યા તેથી મને ઘણો જ સંતોષ થયો. આપે અને એમના ગુરુદેવે એમના જ્ઞાન વિકાસ પ્રત્યે જે ધ્યાન આપ્યું તેથી અને દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ ઉપર તથા પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષા ઉપર વિશાળ વ્યુત્પન્ન સ્ફુર્તિ જોઇ ઘણા આશ્ચર્ય સાથે આનંદ થાય છે. આવા મુનિશ્રી માટે આપ સહુ અને જૈનસંઘ જેટલું ગૌરવ લે તેટલું ઓછું છે. મારા વંદન પાઠવજો. એક વાત ખાસ લખવી જોઇએ કે મેં ઘણું વાંચ્યું, વિચાર્યું, અને છેલ્લાં કેટલાંએ વર્ષોથી પૂ. સાધુ-સાધ્વીજીઓને હું ભણાવું છું. મારા ભણવા અને ભણાવવા દરમિયાન કેટલીએ બાબતો પ્રત્યે મને ઘણી શંકાઓ થએલી, તે બાબતનું ક્યાંય સમાધાન વાંચવા ન મળ્યું, બીજા વિદ્વાનોને પૂછતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો, તેનાં ગળે ઉતરે તેવાં સમાધાનો મુનિશ્રીના ભાષાંતરમાંથી મળી આવ્યા તેથી મને અનેરો આનંદ થયો. હવે મારા તરફથી વિનંતિ એટલી કે આ ભાષાંતર સુપાચ્ય છે. બધી રીતે આદર પાત્ર છે. ખૂબ જ વિશાળ કર્યું છે. ભાષા સરળ, સાદી અને સમજાવવાની શૈલી પણ ખૂબ જ સુંદર છે. તો હવે કર્મગ્રન્થો-પ્રકરણો-ભાષાંતરો આ પદ્ધતિએ જ જો થાય તો ભણનાર વર્ગ ઉપર મોટો ઉપકાર થશે. યોગ્ય લાગે તો મારી વાત તેમને જણાવજો. ચિત્રો તો બુક પ્રકાશિત થયે જોવા મળશે. ફરી મારાવતી મુનિરાજને ખૂબ ધન્યવાદ કહેજો. લી. કુંવરજી આણંદજીની વંદના જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સંપાદન કરતાં પહેલાં આવશ્યક ક્રિયાના પાઠો પછી જીવિચાર, નવતત્ત્વ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ વગેરે પ્રકરણોના ગ્રંથોમાં પ્રથમ પ્રવેશ કરવો પડે છે. આજકાલ કેટલીક જૈન શાળાઓમાં તેવાં પ્રકરણો શીખવવામાં આવે છે કે જેનાં મૂળસૂત્રો, અવચર, ટીકા વગેરે માગધી અને પ્રાકૃત ભાષામાં હોવાથી અને કેટલાકનાં ગુજરાતી ભાષાંતરો સંક્ષિપ્તમાં થયેલ હોવાથી તે અલ્પ હોય છે, કે જેથી તેના વિસ્તૃત વિવેચનના અભાવે માત્ર શબ્દજ્ઞાન થવા જેટલું બને છે. વળી પ્રાકૃત સંસ્કૃતના અભ્યાસીમાત્ર ગણ્યાગાંઠ્યા મુનિમહારાજાઓ હોવાથી તે તે પ્રકરણોની અનેક સંખ્યામાં ટીકાઓ હોવાથી તેનું જ્ઞાન સંપૂર્ણ લઇ શકાતું નથી. ******************* ધાર્મિક શાળાઓમાં અભ્યાસ કરતા ગુજરાતી ભાષાનું જ જ્ઞાન ધરાવનાર બાળકો તેમજ મુનિમહારાજાઓ આવા પ્રકરણ અને તેના વિસ્તારપૂર્વક અર્થ સાથે તેવા ગ્રંથો પ્રગટ થતા નહિ હોવાથી, તેવા અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આ ખોટ પૂરી પાડવામાં આવા પ્રકરણોનું શુદ્ધ, સરળ અને સાદી ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક વિવેચનનું કાર્ય આ. શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યોએ ઉપાડી લઇ, તેવા અનેક ગ્રંથો લખી જૈનસમાજ ઉપર મહદ્ ઉપકાર કર્યો છે. તે પૈકીનો આ બૃહત્સંગ્રહણીનો ગ્રંથ છે કે જેનું શુદ્ધ, વિદ્વત્તાપૂર્વક સુંદર ભાષાંતર કરી મૂળ સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. ******* [ou] *********************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy