SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. આ કાવ્યના અનેક અંશોમાં કવિની મૌલિકતા અને કાવ્ય કુશળતા ઝળકે છે. કાવ્યમાં પ્રધાન રસ શાંત જ છે. છતાં બાકીના રસોની સુંદર યોજના યોગ્ય પ્રસંગોએ થઇ છે. અહીં પ્રસંગે પ્રસંગે કહેવતોનો પણ સુંદર પ્રયોગ થયો છે. કવિ પરિચય, રચના કાળઃ- પ્રશસ્તિ ઉપરથી કવિનો કોઈ વિશેષ પરિચય મળતો નથી. માત્ર ગચ્છનું નામ આપ્યું છે. જાણવા મળે છે કે વટગચ્છના સૂરિ માણિક્યદેવે તેની રચના કરી છે. આની રચના (હેમચંદ્રના સમય) ઇ.સ.ની બારમી શતાબ્દી પછીના સમયે થઈ હશે. નળ-દમયંતી વિષયક સંસ્કૃત-પ્રાકૃત કૃતિ તેમજ અન્ય કૃતિઓ:(૧) નળ વિલાસ નાટક- રામચંદ્રસૂરિ કૃત (૨) નલ ચરિત- ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત અન્તર્ગત (૩) નલ ચરિત- ધર્મદાસ ગણિ વિરચિત વસુદેવહિડી અન્તર્ગત (૪) નલોપાખ્યાન- દેવપ્રભસૂરિ વિરચિત પાંડવચરિત અંન્તર્ગત (૫) નલ ચરિત- દેવવિજય ગણિ વિરચિત પાંડવચરિત અન્તર્ગત (૬) નલ ચરિત- ગુણ વિજયગણિ વિરચિત નેમિનાથ રચિત અન્તર્ગત (૭) દમયંતી ચરિત- સોમપ્રભાર્યા વિરચિત કુમારપાલ પ્રતિબોધ અન્તર્ગત (૮) દમયંતી કથા- સોમતિલકસૂરિ વિરચિત શીલોપદેશમાલા વૃત્તિમાં (૯) દમયંતી કથા- જિનસાગરસૂરિ વિરચિત કપૂરપ્રકર ટીકામાં (૧૦) દમયંતી કથા- શુભાશીલ ગણિ વિરચિત ભરતેશ્વર બાહુબલિ વૃત્તિમાં (૧૧) દમયંતી પ્રબંધ- ગદ્યરૂપ (૧૨) દમયંતી પ્રબંધ -(પદ્યરૂ૫) જૈન ગ્રંથાવલી (૧૩) દમયંતી ચરિત- પાટણ ભંડાર પ્રાકૃત સૂચી પત્ર નળ-દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ-દમયંતી ચરિત્ર નળ-દમયંતી ચરિત્ર નળ- દમયંતી રાસ નળ-દમયંતી રાસ નળ- દમયંતી રાસ નળ-દમયંતી ચરિત્ર નળ-દમયંતી રાસ નળ-દમયંતી રાસ ઋષિ વર્ધનસૂરિ જિનસાધુસૂરિ માણિકરાજ વિજય સમુદ્ર ખેમરાજ મુનિ અજ્ઞાત ઠાકુરજી ધનવિમલ પં.રામવિજય ગણિ ચતુરહર્ષ ૧૫૧૨ ૧૫૭૯ ૧૫૯૦ ૧૬૧૪ ૧૬૮૧ ૧૬૯૧ ૧૬૯૪ ૧૬૯૪ ૧૭૭૦ ૧૭૮૮ 447
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy