SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ એક મોટો દવ બળતો જોયો. તેમાં નાગદેવને બળતા જોયો. તેણે નાગદેવને બચાવ્યો. તરત જ નાગે તેને ડંખ માર્યો અને નળરાજા કદરૂપો કૂબડો બની ગયો. નાગે કીધું હું તારો પિતા નિષધ છું. ચારિત્ર લેવાથી પાંચમા દેવલોકમાં દેવ થયો છું. મેં અવધિજ્ઞાનથી તારી સ્થિતિ જાણી આથી છૂપાવેશે રહેવા તને મેં ડંશ વડે કદરૂપો બનાવ્યો છે. આ શ્રીફળ કરંડિયો રાખ તારે જ્યારે જ્યારે અસલરૂપ કરવું હોય ત્યારે શ્રીફળ ફોડજ અને કરંડીયો ઉઘાડી તેમાંથી વસ્ત્રાલંકાર પહેરજે. નળરાજા ત્યાંથી સુરમાર ગામમાં દધિપર્ણ રાજા પાસે જાય છે. ત્યાં એક હાથીને તે વશ કરે છે. ખુશ થઈ રાજા તેને રાખે છે. આ બાજુ દમયંતી નળને શોધે છે. કલ્પાંત કરે છે. છેવટે વસ્ત્રના છેડા પર લખેલ અક્ષરો વાંચ્યા. પ્રભાત થતાં તે આગળ ચાલી ત્યાં એક પારધી તેની પર મોહ્યો. દમયંતીએ તેને બોધ પમાડ્યો. આથી પારધીએ તેની ક્ષમા માંગી. આગળ વણઝારાના ટોળામાં તે ભળી ગઈ. ત્યાં એક કૂવા પાસે બધી પનિહારીઓએ તેને જોઇ. ત્યાંના રાજાની રાણી ચંદ્રયાશા પાસે લઈ ગયા. ચંદ્રયાશા દમયંતીની સગી માસી. તે દમયંતીને ઓળખી ન શકી. એકવાર ચંદ્રયાની પુત્રી ચંદ્રકળાનો હાર ખોવાયો. ત્યારે દમયંતી પર આરોપ આવ્યો. દમયંતી દુઃખથી શોક કરવા લાગી. હાર મળતા દમયંતીએ પોતાની ઓળખાણ કરાવી અને તેણે પિતાને ત્યાં જવાની ઇચ્છા બતાવી. દધિપર્ણ રાજાના દૂત વિશે તેણે જાણ્યું કે તે સૂરજપાક બનાવે છે ત્યારે તેને ખાતરી થઈ કે નળરાજા સિવાય બીજું કોઈ સૂરજપાક બનાવી જાણતું નથી. દમયંતીનો ફરી સ્વયંવર યોજાયો ત્યારે પ૦૦ યોજન દૂરથી અશ્વવિદ્યાથી નળ દધિપર્ણ રાજાને લઈ આવી પહોંચ્યો. દમયંતી નળને કૂબડાના વેશમાં પણ ઓળખી જાય છે. તેના ગળામાં હાર પહેરાવે છે. નળરાજા પોતાના અસલીરૂપને ધારણ કરે છે. ત્યારબાદ સૈન્ય લઇ અયોધ્યા આવ્યા. કુબેરને હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. ત્યારબાદ કેટલાક વર્ષો સુધી રાજ્યાસને રહી નળરાજા રાજ્ય કાર્યમાંથી નિવૃત થયા. પોતાના પુત્ર પુષ્કરને રાજ્ય કારભાર સોંપી નળ અને દમયંતી દીક્ષા લઈ ચાલી નીકળ્યા અને આત્મ સાધના કરવા લાગ્યાં. અંતિમ સમયે અનશન આદરી તેઓ સર્વ કર્મથી મુક્ત બન્યા અને નિર્વાણ પદને પામ્યાં. નલાયન - આ કાવ્યમાં સત્તરમા કામદેવ નલ અને તેમની પતિવ્રતા પત્ની દમયંતીનું ચરિત જૈન દષ્ટિએ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેના ૧૦૦ સર્ગ ૪૦૫૬ શ્લોકો છે. નલાયનનું બીજું નામ “કુબેરપુરાણ” અને “શુકપાઠ” પણ છે. નળના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું વિવરણ આપ્યું છે. કથા ત્રણ ભાગોમાં વિભક્ત કરી શકાય. પ્રથમ ભાગમાં નળના જન્મથી દમયન્તી સાથે તેના વિવાહ અને દમયન્તીને લઇને નિષધ દેશના આગમન સુધી, બીજા ભાગમાં ઘૂતક્રીડાથી દમયન્તીની પુનઃપ્રાપ્તિ સુધી, ત્રીજા ભાગમાં નલ દ્વારા શ્રાદ્ધધર્મ સ્વીકારી મૃત્યુ પછી કુબેર બનવા સુધીની કથા 446
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy