________________
વતો કે અનુષ્ઠાનો માટે એક થી વધુ ચરિત્ર મળે છે તેવી જ રીતે આને માટે પણ સંસ્કૃત-પ્રાકૃતમાં કુલ ર૬ થી વધુ રચનાઓ મળે છે. પહેલા નંદીશ્વરપૂજા મૂળ રૂપમાં વિદ્યાધર લોકની વસ્તુ હતી. પરંતુ વિદ્યાધર ઉપરાંત માનવ સાથે સંબંધ જોડવા માટે લોકકથા સાહિત્યમાંથી શ્રીપાળના ચરિત્રને ધર્મકથાના રૂપમાં ઘડીને તૈયાર કરવામાં આવ્યું. શ્રીપાળ કોઈ પૌરાણિક પુરુષ નથી. તેની જે કથા મળે છે તેનું વિશ્લેષણ કરવાથી તેની મુખ્ય વસ્તુ જાણવા મળે છે. પૂર્વ જન્મોનાં સંચિત કર્મોના ફળ દર્શાવવાનું પ્રયોજન છે પરંતુ સાથે સાથે તે પણ જણાવે છે કે તેમનાથી બચવા માટે અલૌકિક શક્તિઓ પાસેથી પણ મદદ મળી શકે છે અને તે અલૌકિક શક્તિ છે સિધ્ધચક્રપૂજા. કથાવસ્તુ - ઉજજૈનના રાજા પ્રજાપાલને બે રાણીઓ હતી. એક શેવ અને બીજી જેન. એકની પુત્રી સુરસુન્દરી અને બીજાની મયણાસુંદરી. શિક્ષા દીક્ષા પછી વાદસભામાં રાજા તેમને પૂછે છે કે તેમના સુખનું શ્રેય કોને છે? સુરસુંદરીએ તે શ્રેય પિતાને છે એમ કહ્યું. જ્યારે મયણાએ કહ્યું કે ધર્મને. રાજાએ સુરસુંદરી ઉપર પ્રસન્ન થઈ તેના લગ્ન શંખપુરના રાજા અરિદમન સાથે કરાવી દીધા, જ્યારે બીજી મયણા ઉપર ક્રોધે ભરાઈ તેના લગ્ન કોઢિયા રાજપુત્ર શ્રીપાલ સાથે કરાવી દીધા.
શ્રીપાળ ચંપાપુરનો રાજપુત્ર હતો. બચપણમાં જ તેના પિતાનું મરણ થવાથી તેના કાકા અજિતસેને રાજ્ય છીનવી લીધું અને મા-દીકરાને ખતમ કરી દેવાનું ષટ્યત્ર રચ્યું. તેથી મા-દીકરો બન્ને ભાગી નીકળ્યા અને ૭૦૦ કોઢિયાના ગામમાં શરણ લીધું.
ત્યાં શ્રીપાળને પણ કોઢ થઈ ગયો. માતા ઉપચાર માટે તેને ઉજ્જયિની લઈ ગઈ. કોઢિયાઓએ શ્રીપાલને પોતાના મુખી તરીકે ચૂંટી કાઢ્યો હતો. તેના લગ્ન માટે તે લોકોએ રાજા પાસે મયણાસુંદરીનો હાથ માંગ્યો. રાજા પોતાની પુત્રી મયણાના લગ્ન તેની સાથે કરાવી દે છે. મયણાસુંદરી તેને પોતાના કર્મોનું ફળ માને છે અને તેના નિવારણ માટે સિધ્ધચક્રની પૂજા કરે છે અને બધા કોઢિયાઓનો કોઢ મટી જાય છે.
કેટલોક સમય ત્યાં રહી શ્રીપાળ પત્નીની અનુમતિ લઇ યશ અને સંપત્તિ કમાવા માટે વિદેશ જાય છે. ત્યાં અનેક રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે. વ્યાપારમાં ભાગીદાર ધવલશેઠ દ્વારા છળકપટથી સમુદ્રમાં પાડી દેવા છતાં બચી જાય છે અને તે શેઠના અનેક કપટ પ્રપંચોથી બચતો શ્રીપાલ સંપત્તિ-વિપત્તિ વચ્ચેની ડામાડોળ દશાને પાર કરી પોતાની પત્નીઓ સાથે પાછો ઉજ્જૈન આવી જાય છે. પછી પોતાની મા અને પત્ની મયણાને મળીને અંગદેશ ઉપર આક્રમણ કરે છે. કાકા અજિતસેનને હરાવે છે. અજિતસેન દીક્ષા લઈ લે છે. અને શ્રીપાળ રાજસુખ ભોગવે છે. એક દિવસ તે જમુનિ પાસેથી પોતાના પૂર્વ જન્મની કથા સાંભળી જાણી લે છે કે પોતે કેટલોક કાળ
437