SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મફળ ભોગવી ૯ભા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે. દિગંબર પરંપરાના કથાનકમાં રાજા પ્રજાપાલને એક રાણી હતી. અને તેને બે પુત્રીઓ હતી સુરસુંદરી અને મયણા. સુરસુંદરીના લગ્ન કૌશામ્બીના રાજા શુંગારસિંહ સાથે થાય છે અને મયણાના કોઢિયા શ્રીપાળ સાથે. તે કોઢને કારણે ૧૨ વર્ષથી પ્રવાસમાં હતા. મયણા સિધ્ધચક્ર વિધિથી તેના કોઢનું નિવારણ કરે છે. ત્યારપછી બે વિદ્યાઓ પ્રાપ્ત કરી શ્રીપાલ વિદેશ યાત્રાએ જાય છે. ત્યાં સમુદ્રમાં પતન વગેરે કપટ પ્રયુક્તિઓમાંથી બચી ક્રમશઃ ૪૦૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે. પાછા આવીને પોતાના કાકા વીરદમન પાસેથી રાજ્ય છીનવી સુખભોગ કરે છે પછી એક મુનિ પાસેથી પોતાના પૂર્વભવની વાતો સાંભળી તે મુનિ બની જાય છે અને તપસ્યા કરી મોક્ષે જાય છે. ઉક્ત બંને રૂપાન્તરોંમાં જે સમાન તથ્યો પ્રતિફલિત થાય છે તે છે: શ્રીપાલનું ચંપાપુરના રાજપુત્ર હોવું, તેને પૂર્વ કર્મોના ફળ સ્વરૂપ કોઢ થવો અને મયણાનું શ્રીપાલ સાથે લગ્ન થવું, શ્રીપાળે ઘર જમાઈ ન બનીને પોતાનું સાહસ અને પોતાનો પુરુષાર્થ દેખાડવો, સમુદ્રયાત્રાના અનુભવો પ્રગટ કરવા અને એ દર્શાવવું કે આ કષ્ટોમાંથી મુક્ત થવાનો ઉપાય છે સિધ્ધચક્ર પૂજા. સિરિસિરિવાલકહા - શ્રીપાળના આખ્યાન ઉપર સૌ પ્રથમ એક પ્રાકૃત કૃતિ સિરિસિરિવાલકહા મળે છે. તેમાં ૧૩૪ર ગાથાઓ છે. તેમાં કેટલાક પદ્યો અપભ્રંશમાં પણ છે. ર૮૮મી ગાથાથી શ્રીપાળની કથા છે. કથા ગ્રંથ કલ્પના, ભાવ અને ભાષામાં ઉદાત્ત છે. તેમાં કેટલાય અલંકારોનો સફળતાપૂર્વક પ્રયોગ થયો છે. કથાનકની રચના આર્યા અને પાદાકુલક (ચોપાઈ) છંદોમાં કરવામાં આવી છે. કર્તા અને રચનાકાલ - આનું સંકલન વજસેન ગણધરના પટ્ટશિષ્ય અને પ્રભુ હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ કર્યું છે. તેમના શિષ્ય હેમચન્દ્ર સાધુએ વિ.સ.૧૪ર૮માં આ કૃતિને લિપિબધ્ધ કરી હતી. સિરિસિરિવાલકહા ઉપર ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમા કલ્યાણ સં.૧૮૬ભાં ટીકા લખી હતી. શ્રીપાલ કથા યા ચરિત્ર:- ૫૦૭ શ્લોક પ્રમાણ આ રચના તપાગચ્છના ઉદયસાગર ગણિના શિષ્ય લબ્ધિસાગર ગણિએ સં.૧૫૫૭માં કરી હતી.“ શ્રીપાલ ચરિત ઉપર એક નાટક પણ ધર્મસુંદર અપર નામક સિધ્ધસૂરિએ સં.૧૫૩૧માં રચ્યું. અપભ્રંશ ભાષામા કવિ રઇધૂ અને પં.નરસેનના સિરિપાલચરિઉમાં દિગંબર સંપ્રદાય સમ્મત કથાનક આપવામાં આવ્યું છે. 438
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy