SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂસ્વામીની કથા ગૂંથી છે. સંવત ૧૭૦૬માં ૭૦૩ કડીનો અંજના સુંદરી રાસ રચ્યો. જેમાં અંજના સુંદરીની કથા વર્ણવી છે. શાંતિકુશલે સંવત ૧૬૯૬૭માં ૬૦૬ કડીનો અંજનાસતી રાસ રચ્યો. જેમાં અંજના સતીની કથા ગૂંથી છે. રાજચંદ્રસૂરિએ સંવત ૧૬૮૩માં ૨૧૩ કડીનો વિજયસિંહસૂરિ રાસ રચ્યો. જેમાં વિજયસિંહસૂરિની કથા વર્ણવી છે. જિનોદચસૂરિએ ૯૧૯ કડીનો સંવત ૧૯૮૦માં હંસરાજ વચ્છરાજનો રાસ રચ્યો. જેમાં હંસરાજ વચ્છરાજની કથા ગૂંથી છે. સંઘવિજયે સંવત ૧૬૮૮માં ૪૪૭ કડીનો વિક્રમસેનશનિશ્ચર રાસ રચ્યો. સંવત ૧૬૭૫માં ૫૪૯ કડીનો વચ્છરાજ હંસરાજ રાસ રચ્યો. જેમાં હંસરાજ વચ્છરાજની કથા વર્ણવી છે. રાજસાગર ઉ.એ સંવત ૧૬૪૭માં પ્રસન્નચંદ્રરાજર્ષિ રાસ રચ્યો. જેમાં પ્રસન્નચંદ્રરાજર્ષિની કથા ગૂંથી છે. સંવત ૧૬૭રમાં પ૦પ કડીનો લવકુશ રાસ રચ્યો. જેમાં લવકુશની કથા વર્ણવી છે. ગંગદાસે સંવત ૧૬૭૧માં ૧૨૮ કડીનો વંકચૂલ રાસ રચ્યો. જેમાં વંકચૂલની કથા ગૂંથી છે. હંસરત્નએ રત્નશેખર અથવા પંચપર્વીરાસ રચ્યો. જેમાં રત્નશેખરની કથા વર્ણવી છે. પુણ્યસાગરે સંવત ૧૬૮૯માં ૩ ખંડ ૨૨ ઢાળ ૬૩૨ કડીનો અંજનાસુંદરી રાસ રચ્યો. જેમાં અંજનાસુંદરીની કથા આલેખી છે. લાવણ્યકીર્તિએ ૯ ઢાળનો ગજસુકુમાલરાસ રચ્યો. જેમાં ગજસુકુમાલની કથા ગૂંથી છે. અમરચંદ્રએ સંવત ૧૬૭૮માં ૨૮૦ કડીનો કુલજ કુમાર રાસ રચ્યો. જેમાં કુલજકુમારની કથા ગૂંથી છે. ગુણવિજય ગણિએ સંવત ૧૬૮૩માં ૨૭૬ કડીનો જયચંદ્ર રાસ રચ્યો. જેમાં જયચંદ્રની કથા વર્ણવી છે. રાજસિંહે સંવત ૧૬૭૯માં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા વર્ણવી છે. તેમાં વિદ્યાવિલાસ નૃપ દાનથી સુખ સન્માન પામે છે, તેની કથા છે. 406
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy