SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૬૮૩માં ૨૮૪ કડીનો કચવન્ના રાસ રચ્યો. જેમાં કયવન્નાની કથા ગ્રંથી છે. સંવત ૧૬૮૫માં હીરવિજયસૂરિ રાસ રચ્યો. જેમાં હીરવિજયની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૭માં ૧૦૧૪ કડીનો અભયકુમાર રાસ રચ્યો. જેમાં અભયકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૬૮૮માં ૩૪૫ કડીનો રોહણિયા મુનિ રાસ રચ્યો. જેમાં રોહણિયા મુનિની કથા આલેખી છે. ૪૪૫ કડીનો વીરસેનનો રાસ રચ્યો. જેમાં વીરસેન કથા ગૂંથી છે. ૯૭ કડીનો આર્દ્રકુમાર રાસ રચ્યો. જેમાં આર્દ્રકુમારની કથા વર્ણવી છે. માલમુનિએ સંવત ૧૯૬૩ પહેલા ૧૫૪ કડીનો અંજનાસતી રાસ રચ્યો. જેમાં અંજનાસતીની કથા ગૂંથી છે. જીવરાજે સંવત ૧૯૬૩માં સુખમાલાસતી રાસ રચ્યો. જેમાં સુખમાલા સતીની કથા વર્ણવી છે. વિમલચારિત્રએ સંવત ૧૯૬૩માં ૩૯૭ કડીનો અંજનાસુંદરી રાસ રચ્યો. જેમાં અંજનાસુંદરીની કથા ગૂંથી છે. દયાશીલે સંવત ૧૬૬૬માં ઇલાચી કેવલી રાસ રચ્યો. જેમાં ઇલાચીકુમારની કથા ગૂંથી છે. દર્શનવિજયે સંવત ૧૬૮૯માં (૫૩ ઢાળ) પ્રેમલાલચ્છી રાસ રચ્યો. જેમાં પ્રેમલાલચ્છીની કથા વર્ણવી છે. સંવત ૧૬૯૭માં વિજયતિલકસૂરિરાસ રચ્યો. જેમાં વિજયતિલકસૂરિની કથા વર્ણવી છે. હીરાનંદે વિક્રમરાસ રચ્યો. જેમાં વિક્રમકથા ગૂંથી છે. જ્ઞાનમેરુએ સંવત ૧૬૭૬માં ગુણકરડ ગુણાવલી રાસ રચ્યો. જેમાં ગુણકદંડગુણાવલી કથા વર્ણવી છે. દામોદર મુનિ-દયાસાગરે મદનકુમાર રાસ સંવત ૧૯૬૯માં રચ્યો. રાજસમુદ્ર-જિનરાજ સૂરિએ શાલિભદ્રમુનિરાસ સંવત ૧૬૭૮માં રચ્યો. જેમાં શાલિભદ્રની કથા આલેખી છે. સંવત ૧૬૯૯માં ૩૦ ઢાળમાં ૫૦૦ કડીનો ગજસુકુમાલરાસ રચ્યો. જેમાં ગજસુકુમાલની કથા વર્ણવી છે. પુણ્યકીર્તિએ સંવત ૧૬૬૬માં ૨૦૫ કડીનો પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યરાસની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૧માં ૨૦ ઢાળ ૩૦૧ કડીમાં રૂપસેન કુમાર રાસ રચ્યો. જેમાં રૂપસેનકુમાર કથા ગૂંથી છે. ભુવનકીર્તિ ગણિએ સંવત૧૬૯૧માં ૧૩૬૯કડીમાં જંબૂસ્વામી રાસ રચ્યો. જેમાં 405
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy