SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતકીર્તિએ સંવત ૧૯૭૯ માં ૩૯૬ કડીનો અગડદત્તમુનિરાસ રચ્યો. જેમાં અગડદત્તમુનિની કથા આલેખી છે. વિજયશેખરે સંવત ૧૯૮૧માં ૧૬ ઢાળ ૩૬ર કડીનો કયવન્ના રાસ રચ્યો. જેમાં કયવન્નાની કથા ગૂંથી છે. સંવત ૧૬૮૧ માં ૩૦૫ કડીનો સુદર્શન રાસ રચ્યો. જેમાં સુદર્શનની કથા વર્ણવી છે. સંવત ૧૭૦૭માં ૩ ખંડ ૭૭૫ કડીનો ઋષિદત્તા રાસ રચ્યો. જેમાં ઋષિદત્તાની કથા ગૂંથી છે. રાયચંદે સંવત ૧૬૮૨માં વિજય શેઠ વિજયા સતી રાસ રચ્યો. જેમાં વિજય શેઠ વિજયા શેઠાણીની કથા ગૂંથી છે. નારાયણે સંવત ૧૬૮રમાં ૩૧૫ કડીનો નળદમયંતી રાસ રચ્યો. જેમાં નળદમયંતીની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૩માં ર૧ ઢાલ ૧૩૫ કડીનો અઈમુત્તા કુમાર રાસ રચ્યો. જેમાં અઈમુત્તાની કથા વર્ણવે છે. સંવત ૧૬૮૩ ર૧ ઢાલનો કંડરિક પુંડરિકરાસ રચ્યો. જેમાં કંડરિક પુંડરિક કથા ગૂંથી છે. ભાવશેખરે સંવત ૧૬૮૩માં ૩ ખંડ ૩૧ ઢાળ ૭૪૭ કડીમાં રૂપાસેનઋષિ રાસ રચ્યો. જેમાં રૂપાસેનઋષિની કથા વર્ણવી છે. પુણ્યભવને સંવત ૧૬૮૪માં પવનંજય અંજનાસુંદરી સુત હનુમંત ચરિત્ર રાસ રચ્યો. જેમાં હનુમાનની કથા ગૂંથી છે. કલ્યાણ સાએ સંવત ૧૯૮૫માં ૪ પ્રસ્તાવ ૪૩ ઢાળનો ધન્નાશાલીભદ્ર રાસ રચ્યો. જેમાં ધન્નાશાલીભદ્રની કથા ગૂંથી છે. સ્થાનસાગરે સંવત ૧૯૮૫માં ૩૯ ઢાળ ૭૭૨ કડીનો અગડદત્ત રાસ રચ્યો. જેમાં અગડદત્તની કથા વર્ણવી છે. વાનાએ સંવત ૧૯૮૬માં ૫ ખંડ ૧૨૦૭ કડીમાં જયાનંદરાસ રચ્યો. જેમાં જયાનંદની કથા આલેખી છે. કરમચંદે સંવત ૧૬૮૭માં ૬૯૬ કડીનો ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા ગૂંથી છે. પ્રેમે સંવત ૧૬૯૧માં ૬૫ કડીનો દ્વીપદી રાસ રચ્યો. જેમાં દ્વીપદીની કથા વર્ણવી લબ્ધિવિજયે સંવત ૧૭૦૧માં ૫ ખંડ ૪૪ ઢાળ ૧૫૪૦ કડીમાં ઉત્તમકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૭૦૩માં ૭ ખંડ ૨૯ ઢાળ ૧૪૨૦ 407
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy