SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્યારે યુધિષ્ઠિર કહેતા “ખૂન કા બદલા દેર સે.” કેવો વિરોધાભાસ બંને પતિપત્ની વચ્ચે. | દિવ્યસભામાં દ્રૌપદીએ દુર્યોધનની ભયંકર હાંસી ઉડાવી હતી. તે બોલી ગઈ, “આંધળાનો દીકરો તો આંધળો જ હોય ને?' બસ.... આમાંથી જ મહાભારતનું બીજ રોપાયું. બસ....... આ જ કારણથી દુર્યોધને તેણી એમ.સી.માં હતી તો તેની પરવા કર્યા વિના દુઃશાસન દ્વારા ચોટલો પકડાવી બહાર ઢસેડી લાવવાનો આદેશ કર્યો. દ્વૌપદી સતી નહિ મહાસતી હતી. પાંચ પુરુષની પત્ની હોવા છતાં પણ. કારણકે સીતા વગેરે સતીઓને તો આજીવન-ચોવીસ કલાક એક જ પુરુષમાં સર્વથા ઓતપ્રોત રહેવાનું હતું. જ્યારે દ્રૌપદીને દર વર્ષે પાંચમાંથી એક જ પુરુષને પોતાનો પતિ જોવાનો હતો. બાકીના ચારને તે વર્ષમાં સગા ભાઈ તરીકે સ્વીકારવાના હતા. દર વર્ષે પતિ બદલાય. જેમાં દ્રૌપદી સાંગોપાંગ ઉતરી માટે જ તો તેને મહાસતી કહેવી જોઈએ. ઇતિહાસની તવારીખોમાં આ “મહાસતીત્વ' પહેલીવારનું અને છેલ્લીવારનું હતું. દ્વીપદીના પાંચ પુરુષની પત્ની બનવા પાછળ અને ક્રોધી રહેવા પાછળ બે કારણ હોઇ શકે. ૧) દ્વૌપદીનો જીવ માતાના પેટમાં પ્રવેશ કરે છે ત્યારે હુપદ રાજા ક્રોધથી કંપિત હતા અને એ જ ચિત્ત અવસ્થામાં સંસાર સુખ ભોગવ્યું હતું. ૨) પૂર્વના ભવમાં તે સુકુમાલિકા નામે સાધ્વી હતી અને ગુરુની ઉપર વટ જઈ તેણે જંગલમાં સૂર્યની આતાપના લેવાનું તપ કર્યું. તેણે તે તપનું ફળ આ સુખભોગ માંગી નિયાણું કર્યું. આથી જ તે પાંચ પાંડવોની પત્ની બની. જીવનના અંતે તે દીક્ષા લે છે અને સ્વર્ગે જાય છે.” દ્રોણાચાર્ય અને એકલવ્ય - અપમાનો બદલો લેવાની વૃત્તિ કેટલું ભયાનક સ્વરૂપ લઈ શકે છે? તે બરાબર જાણવું હોય તો દ્રોણાચાર્યના પાત્ર ઉપર નજર રાખવી જ રહી. ગરીબીનો ભોગ બનેલા દ્રોણ જ્યારે દ્રુપદ રાજાની મદદ માંગવા જાય છે અને ત્યાં એમનું જે ભયંકર અપમાન થયું તેમાંથી મહાભારતનું ભયાનક યુધ્ધ જામી પડ્યું. દ્રુપદને શબક શીખવાડવા માટે જ આ બ્રાહ્મણ ક્ષત્રિય રાજકુમારોને શસ્ત્રવિદ્યા શીખવાડે છે. બ્રાહ્મણ શાસ્ત્રવિદ્યા શીખવી શકે પણ શસ્ત્રો હાથમાં લઈને યુધ્ધ કદી 367
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy