SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, ગીતાથી માર્યો. ગીતાનું મૂળ અર્જુનના વિષાદ છે જે યોગ બની ગયો. ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગનું સુંદર નિરૂપણ હશે પણ શ્રેષ્ઠ નિરૂપણ તો આ નેત્ર દીપક વિષાદ યોગ (પોતાના જ સ્વજનો, સ્નેહીઓ, ગુરુ સાથે યુધ્ધ). નપુંસક બનવાના કારણે અર્જુન વિરાટ નગરમાં આખુ વર્ષ ગુપ્ત રહી શક્યો. આ અપમાન જ તેના ઉધ્ધારનું નિમિત્ત બન્યું. ભીમ - ભીમ એ કોઇ રૂપકની છાયા નથી, પણ ભાવત્સલ, સત્યપ્રેમી, ભોળો, પૃથ્વી તત્વથી ભરેલો, અન્યાય સામે ભીષણ રૂપ બની દુઃશાસનની છાતી ચીરનારો, રગે રગે જીવતો જાગતો, બંધ કાનને બંધ આંખવાળાને પણ પ્રત્યક્ષ થનારો સદેહ પુરુષ છે.” દુઃશાસનના રુધિરપાન વખતના તેના વેણથી વૈરીના કાળજા કંપે છે. એટલું જ નહિ હાડકાંયે જાણે ગળવા લાગે છે. દુઃશાસને પકડી તે બધાને પડકારે છે,અરે કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા હું આ દુઃશાસનનો વધ કરું છું. તમે બધા ભેગા મળીનેય તેને બચાવવા તો આવો.” અને પછી દુઃશાસનના ગળા પર પગ મુકી કહે છે કે “અરે દુરાત્મા, તારો એ હાથ બતાવ, જે હાથવતી તે અવભૂથસ્થાનથી પવિત્ર થયેલા દ્વીપદીના કેશને ખેંચ્યા હતા. તેનો હાથ મરડી તોડી રણ મેદાનમાં ફેંકી, ફરી દુઃશાસનના સાગરીતોને સાદ કરે છે, જેને પોતાના બળનું અભિમાન હોય તે આવી આ દુરાત્માને બચાવો.” દુઃશાસનની છાતી ચીરી ઊભો ઊભો લોહી પીતા રણાંગણમાં સૌ સાંભળે તેમ કહે છે, “માના દુધ, મધે, અરે! અમૃતે મને આ રુધિર જેવો સ્વાદ નથી આપ્યો.” આ વાક્યો કોઈ છાયાપાત્ર ઉચ્ચારી ન શકે. દુર્યોધન અને ભીમ અનેકવાર અથડાઈ પડતા. ભીમની પ્રચંડ શારીરિક તાકાત સામે દુર્યોધન ટકી શકતો ન હતો. એ તો ઠીક, પરંતુ પોતાની નાદાનયિતાને કારણે વિજય પામ્યા બાદ ભીમ દુર્યોધનની ખૂબ મશ્કરી કરવા લાગ્યો. જેનાથી ભેદભાવ પડ્યો. ભીમની શક્તિના અજીર્ણના પ્રત્યાઘાત રૂપે દુર્યોધનમાં ઈર્ષ્યા ભડકી ઉઠે છે. જે ભવિષ્યમાં મહાસંહારક ભડકાનું કારણ બની." દ્રોપદી - ખૂન કા બદલા ખૂન સે....'' આ હતું રાજા દ્રુપદની પુત્રી પાંડવ પત્ની દ્વૌપદીનું જીવન સૂત્ર. 366
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy