SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ કરી ન શકે.” આવી સનાતન વ્યવસ્થાનો દ્રોણે ભંગ કર્યો. તેણે હાથમાં શસ્ત્ર લીધા. છેવટે પુત્રમોહથી(અશ્વત્થામા) તે યુધ્ધ ભૂમિમાં સ્વધર્મ ગુમાવી હારી બેસે છે. (સાચો માણસ એ જ છે જે કર્તવ્ય સામે કોઇપણ પ્રકારની લાગણી આવવા ન દે.) દ્રુપદનો વેરી દ્રોણ પાંડવો સાથે ન રહી શકે એનું કારણ એ જ કે દ્રુપદની દિકરી દ્રૌપદીના લગ્ન પાંડવો સાથે થયા હતા. તેથી જ તો દ્રૌપદીના વસ્ત્રહરણના પ્રસંગે દ્રોણ મૌન રહ્યા. વેરનો અગ્નિ ભલભલાની બુધ્ધિ નષ્ટ કરે છે. અયોગ્ય વ્યક્તિએ શસ્ત્રો લીધા તો અન્યાય ક્રૂરતા અને ભયાનક ઘાતકીપણાનો જ આશ્રય લીધો. એકલવ્યની entry મહાભારતમાં– ભસીને ત્રાસ દેતા કૂતરાને બાણો ફેંકીને ચૂપ કરી દીધો. ત્યારથી highlightમાં આવે છે. તેને વિદ્યાગુરુનું નામ પૂછતાં ખબર પડે છે કે તેના ગુરુ દ્રોણાચાર્ય છે. દ્રોણાચાર્યને જઈને અર્જુન બધી જ વાત કરે છે. દ્રોણાચાર્ય ખુદ એકલવ્યને મળવા આવે છે. એકલવ્યની આ મહાન સિધ્ધિ પાછળનું કારણ તેનો વિનયભાવ. તે ગુરુને જ સર્વસ્વ માનતા હતા. Truth બે પ્રકારનું હોય Objective (વાસ્તવિક) અને Ideal reality (કાલ્પનિક). કેટલીકવાર વાસ્તવિક કરતાં પણ અસર કાલ્પનિકમાં હોય છે. અને એકલવ્યની બાબતમાં આવું જ બન્યું છે. આ પરથી ફલિત થાય છે કે ભલે આજે સાક્ષાત્ પરમાત્મા નથી પરંતુ Ideal realityથી આપણે તેને મેળવી શકીએ છીએ. દ્રોણે દૂરથી જોયું કે એકલવ્ય ગુરુમૂર્તિની સામે એકલો બોલતો હતો “ગુરુજી! હવે શું કરું? આ રીતે ધનુષ પકડું? આ તરફ તીર તાકું? આપ જ કહો. આપ જ મારું સર્વસ્વ છો. વન્દ દ્રોણે મહાગુરું.......' વગેરે..... બંને જ્યારે તેની પાસે આવે છે ત્યારે એકલવ્ય તેમના ચરણોમાં પડે છે અને તેમની લીધેલી તમામ કસોટીમાં પાર ઉતરે છે. અરે! ગુરુદક્ષિણામાં માથું આપવા તૈયાર થઈ જાય છે. પણ ખેદ! દ્રોણે તેની પાસે માત્ર ડાબા હાથના અંગૂઠાનું દાન માંગી તેને “અજોડ બાણાવાળી” બનતો અટકાવ્યો. ખેર......... આ સજા વધુ પડતી લાગે છે. દ્રોણાચાર્યની આ કપટી સજામાં દ્રોણાચાર્ય ભલે મહાભારતમાં વિવાદાસ્પદ બન્યા પરંતુ એકલવ્ય તો વિશિષ્ટ કોટીના આત્મબલિદાની તરીકે પંકાઈ ગયો. આથી જ તો તે વખતે દેવોએ એકલવ્ય ઉપર પુષ્પવર્ષા કરી તેનું સમ્માન કર્યું. (આ ઘટના વિદ્યાદાનની છૂટ્ટીના કારણે અર્જુન પુષ્પકરંડક વનમાં ફરવા નીકળ્યો ત્યાં બની છે.) 368
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy