SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કથાના વર્ણનમાં અને એના ઉપસંહારમાં તે તે ગુણનું સ્વરૂપ તેનું વિવેચન અને તેને લગતા ગુણ-દોષ લાભ-હાનિનું નિરૂપણ તેમણે સરસ પધ્ધતિએ કર્યું છે. આ ગ્રંથમાં તેત્રીશ સામાન્ય ગુણ અને સત્તર વિશેષ ગુણ મળીને પચાસ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં પ્રસંગોપાત, બીજા અનેક મહત્ત્વના વર્ણનો છે. જેવા કે ઉપવનવર્ણન, ઋતુવર્ણન, રાત્રિવર્ણન, યુધ્ધવર્ણન, સ્મશાનવર્ણન આદિ. જિનપૂજાનું વિસ્તૃત સ્વરૂપ, વિવિધ વિધાનો અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ તેમજ લોકમાનસને આકર્ષનાર સ્થૂલ વિષયોનું વર્ણન છે. કથા રત્નકોશનાં અનુકરણ અને અવતરણ: આચાર્ય શ્રી દેવભદ્રનો આ ગ્રંથ એટલી ખ્યાતિ પામી ચૂક્યો હતો કે બીજા જૈન આચાર્યોએ પોત પોતાનાં ગ્રંથોમાં તેના અનુકરણ અને અવતરણો કરી પોતાની કૃતિની પ્રતિષ્ઠા વધારી હતી. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિષ્કૃત દેવવંદન ભાષ્ય ઉપર શ્રી ધર્મકીર્તિએ રચેલી ‘સંઘાચારવિધિ’ નામની ટીકામાં કથારત્નકોશની કથાને જેમની તેમ સહજ ફેરફાર કરીને ઉધ્ધરી છે. સુવિહિત પૂર્વાચાર્ય પ્રણીત ‘ગુરુતત્ત્વસિધ્ધિ’માં કથારત્નકોશનું આખું પ્રકરણ જ અક્ષરશઃ ગોઠવી દીધું છે. આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાના વિધિપ્રપાઠ ગ્રંથમાં ધ્વજારોપણ વિધિ, પ્રતિષ્ઠારોપણ વિધિ નામના પ્રકરણોમાં કથા રત્નકોશનાં સળંગ પ્રકરણો અને તેમાં આવતા શ્લોકોના અવતરણો કરેલા છે. કથા રત્નકોશના સંશોધન માટેની પ્રતિઓ: આજે એકંદરે ત્રણ પ્રતિઓ વિદ્યમાન છે. એક પ્રતિ ખંભાતના તાડપત્રીય ભંડારમાં છે. એક કાંતિવિજયજી મહારાજના વડોદરાના જ્ઞાનભંડારમાં છે. એક સૂરૂ (મારવાડ)ના તેરાપંથી જ્ઞાનભંડારમાં છે. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે અતિપશ્રિમે સંશોધન કરી પ્રકાશન કરવા સમાને સુપ્રત કરવાથી મૂળ ગ્રંથ સં.૨૦૦૦ સાલમાં પ્રતાકારે પ્રગટ કરવામાં આવ્યો. • • 194
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy